________________
૧૪૮
શીલેાપદેશમાલા ગ્રંથના
અને ચંદ્રની જેમ તે એનું વિવાહરૂપ મંગલ થયું. તે બ ંને પોતાની ઇચ્છા પ્રમાણે ત્યાં જ રહ્યા. આનંદથી પૂછુ તે એના ત્યાં કેટલાક કાળ યુગલિકાની જેમ સુખપૂર્ણાંક પસાર થયા. ધન મેળવી લીધું એટલે બુદ્ધદાસ ઘરે જવા માટે ઉત્સુક થયા. પ્રયાણુ કરવાની ઈચ્છાવાળા તેણે એકવાર વિનયથી સસરાને ઘરે જવા માટે વાત કરી. તત્ત્વના જાણકાર જિનદાસે તેને મધુરવાણીથી કહ્યું: હે વત્સ! તમે સારું કહ્યું. જે પુત્રા માતાપિતાને નમસ્કાર કરવામાં તત્પર છે તે (સાચા ) પુત્રા છે. પણ હે વત્સ! તમારા માતાપિતા - ભિન્ન ધર્મ વાળા છે. જેમ પાડો અને ભેસ ઘેાડીને સહન ન કરે તેમ તેએ જિનધ વાળી સુભદ્રાને કેવી રીતે સહન કરશે? બુદ્ધદાસે કહ્યું: હું સુભદ્રાને જુદા ઘરમાં રાખીશ. તેથી તે મે તેને ઉત્તમ સુવર્ણ ની જેમ કયા દ્વષ આપશે? પછી જિનદાસે હા કહી એટલે બુદ્ધદાસ સુભદ્રાની સાથે ક્રમે કરીને દેવલાકને જિતનારી ચંપાનગરીમાં આવ્યા.
સુભદ્રાને જુદા ઘરમાં રાખીને પોતે પાતાના ઘરે ગયા. તેથી સાસુ અને નણુંદ સુભદ્રાના દોષોને જોવા લાગી. સુભદ્રા સરળપણે શ્રી જૈનધર્મની આરાધના કરતી હતી. તેના ઘરે ભાત–પાણી આદિ માટે સાધુએ પણ આવતા હતા. સ્વચ્છન્દી તારી પત્ની એકાંતમાં સાધુઓની સાથે ક્રીડા કરે છે એમ સાસુ વગેરે લેાકે બુદ્ધદાસને દરરાજ કહેવા લાગ્યા. બુદ્ધદાસ જવાબ આપતા હતા કે એ શીલવતી છે. તમારે આમન ખેલવુ જોઇએ. શું પ્રલયકાળમાં પણ કયારેય ( શુદ્ધ) સેાનામાં મલ હોય ? યુદ્ધદાસે આવે! જવાબ આપ્યા તેથી દુન લેાક વિશેષ રીતે ખીજું છળ જોવા લાગ્યા. એકવાર તપસ્વી એના ઘરે ભિક્ષા માટે પધાર્યાં. ઘાસનું એક તણખલું પવનથી ઉડીને તેમની આંખમાં પડ્યુ. શરીરની કાઈપણ જાતની સેવા નહિ કરનારા તે તપસ્વીએ આંખમાંથી તણખલું કાઢ્યુ નહિ. સુભદ્રાને ભિક્ષા આપતાં તપસ્વીની આંખમાં પીડા થતી હોવી જોઇએ એવી શકા થઈ. તેથી તેણે જીભથી જલકી મુનિની આંખમાંથી તણખલું કાઢી નાખ્યું. તે વખતે સુભદ્રાના સેંથામાંથી સિન્દૂર તપસ્વીના કપાળે ચાંટી ગયું. તે સિન્દ્ર રક્ત (લાલ) હોવા છતાં ૧વિચિત્ર હતું. કારણ તે પાછળથી વિરક્તતાને (=રાગના અભાવને, અર્થાત્ દ્વેષને) કરનારું થશે. માતાએ યુદ્ધદાસને કપાળમાં અપસિંદૂરના ચિહ્નવાળા મુનિને અતાવતાં કહ્યું: હે વત્સ ! સતી વહુને જો. ચિહ્નના મળે યુદ્ધદાસ પણ માતાના કથનને માનીને સુભદ્રા ઉપર વિરાગવાળા થયા. સ્ત્રીએથી કાણુ ખંડિત નથી કરાયે ? તેણે વિચાયું કે— જે આ મહાભાગ્યવ`તી પણ નિંદ્ય કાર્યાં કરે છે તે નિરાધાર અને વ્યાકુળ બંનેલા ગુણા પાતાળમાં ચાલ્યા જાઓ. પતિને સ્નેહ વગરના જોઈને મહાસતીએ વિચાર્યું" કે, દોષના મૂળવાળા આ ગૃહસ્થાવાસમાં કલંક લાગે આશ્ચય કારી નથી. પણ અમૃત જેવા નિલ શ્રીજિનશાસનના એચિતા આ જે
અવ વાદ થયા તે
૧. એક પક્ષમાં વિત્ર એટલે વિવિધ રંગવાળુ અને એક પક્ષમાં કિન્ન એટલે વિચિત્ર-આશ્ચર્યકારી,