________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૫ અર્થાત્ અમારે ધનને કન્યા આપવી નથી એમ ના કહેવડાવતા હતા. હવે ધનપાલની સુનંદા નામની પુત્રીએ ધનગિરિ વિના બીજા કેઈને હું નહિ પરણું એ નિશ્ચય કર્યો. આથી નહિ ઈરછતા પણ ધનગિરિની સાથે સુનંદાને માતા-પિતાએ પરણાવી. ભોગવવા યોગ્ય કર્મના પ્રતાપથી ઋતુસ્નાતા સુનંદાને ધનગિરિએ ભેગવી. તે વખતે કુબેરને સામાનિક દેવ દેવલોકમાંથી ચ્યવને જેમ હંસ કમલમાં અવતરે (બેસે) તેમ સુનંદાની કુક્ષિમાં અવતર્યો. બે રીતે સત્ત્વને પામેલી પત્ની સુનંદાને પૂછીને ઘનગિરિએ સિંહગિરિ ગુરુની પાસે દીક્ષા લીધી. પત્નીના બંધુ આર્યસમિતના સહાધ્યાયી બનીને ધનગિરિએ જેમ ભ્રમર પુપરસેને ગ્રહણ કરે તેમ બધા શ્રુતનું ગ્રહણ કર્યું. સુખપૂર્વક ગર્ભનું પાલન કરતી સુનંદાએ સારા દિવસે જેમનંદનવનની પૃથ્વી કપવૃક્ષને જન્મ આપે તેમ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. જન્મના મંગલગીત ગાતી સ્ત્રીઓ કુમારના શરીરને સ્પર્શી સ્પર્શને આ પ્રમાણે બેલી –હે અનુકંપાપાત્ર ! જે તારા પિતાએ દીક્ષા ન લીધી હોત તે તારો અવશ્ય મહાન જન્મોત્સવ થાત. ઘણા ધનવાળી પણ છીએ પુરુષ વિના શું કરે? તેલને ક્ષય થઈ જતાં મોટી પણ દીવડી કેટલી શેભે? આ પ્રમાણે સાંભળીને તર્ક વિતર્કમાં તત્પર બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી બાળક હોવા છતાં એણે ચારિત્ર માર્ગના મુસાફર બનવાને વિચાર કર્યો. મારા ગુણેથી આનંદિત થયેલી માતા મને ક્યારેય છોડશે નહિ, એમ વિચારીને માતાને ખેદ વધે એ માટે તે નિરંતર રડવા લાગ્યું. હિંચકામાં ઘણું હીંચકાવવા છતાં, કેમળ વચને કહેવા છતાં અને હાલરડાં ગાવા છતાં રેવતીની (=દુષ્ટ દેવીની) દૃષ્ટિથી દુષ્ટ થયેલા બાળકની જેમ તે રડતે બંધ ન થયે. આ પ્રમાણે રુદન કરતા તેના છ મહિના વીતી ગયા. સુનંદા પ્રિયપુત્રવાળી હોવા છતાં ખૂબ કંટાળી ગઈ
આ તરફ ધનગિરિ અને આર્યસમિતથી આગળ કરાયેલા અને આવેશથી રહિત શ્રીસિંહગિરિ તુંબવનમાં પધાર્યા. તે વખતે આર્ય સમિતથી યુક્ત ધનગિરિએ ગુરુને નમીને સાંસારિક સંબંધીઓને વંદન કરાવવા માટે, અર્થાત્ સાંસારિક સંબંધીઓના ઘરે જવા માટે પૂછ્યું. તે વખતે કંઈક શુકનને વિચારીને વિકસિત મુખવાળા આચાર્ય વિસ્મયપૂર્વક વાણુ બેલ્યા. તે આ પ્રમાણે - આજે તમને અહીં મહાન લાભ થશે. પણ આજે સચિત્ત કે અચિત્ત જે ભિક્ષા મળે તેને તમારે નિષેધ ન કરે. પછી તે બે મહામુનિઓ સુનંદાના ઘરે ગયા. તે બન્નેને બારણામાં જેઈને સખીઓએ હસતાં હસતાં સુનંદાને કહ્યું હે સખી! તે આ ધનગિરિ આવ્યા છે, તેમને આ બાળક આપી દે. વ્યવહારમાં દેખાય છે કે લેક પિતાના છોકરાને કેઈ પણ રીતે રાખે છે. બાળકના રુદનથી ખૂબ કંટાળી ગયેલી સુનંદા બે હાથમાં છોકરાને લઈને ધનગિરિની આગળ આવી. આ બાળક અતિશય મુકેલીથી પાળી શકાય તેવો હેવા છતાં આટલે કાળ મેં તેને પાળે. તેનાથી અતિશય લેશ પમાડાયેલી હું હવે તે કંટાળી ગઈ છું. તમે નિસ્પૃહ હોવા છતાં આને
૧. એક રીતે આત્માને સત્વગુણ અને બીજી રીતે સત્ત્વ એટલે ગર્ભ, એમ બે રીતે.