________________
શીલપદેશમાલા ગ્રંથો મુક્તિરૂપી રમણીનું અન્યમાં ન હોય તેવા પ્રકારનું રૂપ જ્ઞાનરૂપી અરિસામાં જોઈને જેઓ બાલ્યાવસ્થાથી તેમાં જ મનવાળા થયા તે નેમિનાથ ભગવાન કલ્યાણની વૃદ્ધિવાળા ( કલ્યાણની વૃદ્ધિ કરનારા) થાઓ. (૩)
જેમના જ્ઞાનમાં અનેક ભાવોએ પ્રતિબિંબિત થઈને બાધા વિના નિવાસ કર્યો, અને (પરસ્પર વિરોધી એવા) સાત ન શત્રુતાનો (=વિરોધને) ત્યાગ કરીને ફણાના બહાને રહ્યા. તે પાર્શ્વનાથ ભગવાન કલ્યાણ માટે થાઓ. (૪)
જે જિન ગર્ભમાં હોવા છતાં માતા-પિતાની લક્ષમી બધી તરફથી વૃદ્ધિ પામી તે સિદ્ધાર્થ રાજાના પુત્ર અંતિમ તીર્થકર મને સિદ્ધાર્યોના સમૂહથી શ્રેષ્ઠ કરે, અર્થાત્ મારાં સર્વ કાર્યોને સિદ્ધ કરે. (૫)
જે કલાવાન ગુરુઓના હસ્તના સંગથી (હસ્તના સ્પર્શમાત્રથી) જડ પણ મનુષ્ય દોષથી થયેલી દુર્દશાને નાશ કરે છે, અને રત્નોમાં ચંદ્રકાંત મણિની જેમ કલાવાન મનુષ્યમાં અગ્રપદને પામે છે, તે શ્રીગુરુઓ જય પામે. (૬)
પૂર્વે શ્રીજયસિંહસૂરિના શ્રી જયકીર્તિ નામના શિષ્ય જે શાસ્ત્રની રચના કરી છે તે શાસ્ત્રની સુખપૂર્વક સમજી શકાય તેવી વૃત્તિને સ્વ–પરના ઉપકાર માટે હું ચુ છું.
મૂલગ્રંથકારનું મંગલાચરણ અહીં જેમણે તપદેશરૂપ અમૃતના સારને એકઠો કર્યો છે એવા પ્રકરણકાર, પુણ્યરૂપી વેલડીના પલ્લવોનો વિકાસ કરવા મેઘના આરંભ સમાન શ્રી શીલપદેશમાળા નામના પ્રકરણના પ્રારંભમાં સાર-અસારને વિચાર કરવામાં કુશળ એવા ચતુર પુરુષના ચિત્તને ચમત્કાર પમાડવા માટે, વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષો પ્રવૃત્તિ કરે એ માટે, અને વિઘસમૂહની શાંતિ કરવા માટે, પિતાના ઈષ્ટદેવને નમસ્કાર કરવાપૂર્વક, અભિધેય, પ્રોજન અને સંબંધથી મનહર એવી પ્રથમ ગાથાને કહે છે -
आबालबंभयारिं, नेमिकुमारं नमित्तु जयसारं ।
सीलोवएसमालं, वुच्छामि विवेयकरिसालं ॥१॥ ૧. આ લોક ઠચર્થક હેવાથી તેને અર્થ ચંદ્રકાંત મણિ અને મનુષ્ય એ બંનેમાં ઘટે છે. તે આ પ્રમાણે –(નરોડપિ રોવર) જેમ જડ પણ ચંદ્રકાંત મણિ (સ્ત્રાવતi=) ચંદ્રોના ( માત્ર) કિરણોના સંગથી (Rારિતોષદુ:= ) દોષોથી થયેલી દુર્દશાને નાશ કરે છે, અને ( જુ પુરિ થિર્તિક ) રત્નમાં અગ્રપદને (સમાનુજોક) મેળવે છે, તેમ (રાવતાં ચેષાં= ) કલાવાન જે ગુરુઓના ( માત્ર ) હસ્તસંગથી ( નરોડા નર = ) જડ પણ મનુષ્ય (નાશિતોષતુરા:= ) દોષોથી થયેલી દુર્દશાનો નાશ કરે છે અને હાથતાં પુરિ રિથસિંs) કલાવામાં અગ્રપદને (સમઝવુસેક) મેળવે છે, (૪તુ તે ગુજa:) તે ગુરુએ જય પામો.