SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ ज्योतिष्करण्डकम् रूपयुतानि क्रियन्ते, जातानि अष्टादश शतानि एकत्रिंशदधिकानि १८३१, तेषां त्र्यशीत्यधिकेन शतेन भागहरणं, लब्धानि दशायनानि, पश्चादवतिष्ठते एकः, दशमं चायनं युगपर्यन्ते उत्तरायणं, तत आगतम्-उत्तरायणपर्यन्ते सर्वाभ्यन्तरे मण्डले चतुर्विंशत्यधिकशततमं पर्व समाप्तमिति ॥ ३४३ ॥ सम्प्रति किं पर्व कस्मिन् सूर्यनक्षत्रे समाप्तिमधिगच्छति ? इत्येतन्निरूपणार्थं करणमाह ગાથાર્થ : સૂર્યનો પણ પોતાના અયનથી મંડળ વિભાગ જાણવો, અયનમાં જે દિવસો તે રૂપાધિક કરતાં તે મંડળમાં પર્વ સમાપ્ત થાય છે. તે ૩૪૩ // ટીકાર્થ : સૂર્યનો પણ પર્વવિષયક મંડળ વિભાગ પોતાના અયનથી જાણવો. અર્થાતુ સૂર્યની સ્વકીય અયનને અપેક્ષીને તે તે મંડળમાં તે તે પર્વની પરિસમાપ્તિ હેતુતા જાણવી. ત્યાં અયન બાદ કરતાં જે દિવસો ઉદ્ધત હોય છે તે સંખ્યામાં રૂપાધિક મંડળમાં તે ઇચ્છિત પર્વ સમાપ્ત થયું. એ જાણવા તે પર્વ સંખ્યા ધારવી. પછી ૧પથી ગુણવા ગુણીને રૂપાધિક કરવા ત્યારબાદ સંભવતી અવમરાત્રો બાદ કરવી ત્યારબાદ જો ૧૮૩થી ભાગ થાય તો ભાગ કરતાં જે આવે તે અયનો જાણવા, ફક્ત જે પાછળથી દિવસ સંખ્યા બચે છે તે અંતિમ મંડળમાં, વિવલિતપર્વ પરિસમાપ્ત જાણવું, જો ઉત્તરાયણ ચાલતું હોય તો બાહ્યમંડળને આદિ કરવું અને દક્ષિણાયન હોય તો સર્વાત્યંતર મંડળને આદિ કરવું. હવે ભાવના કરાય છે - કોઈ પૂછે - કયા મંડળમાં રહેલો સૂર્ય યુગમાં પ્રથમ પર્વ પૂરું કરે છે. અહીં પ્રથમ પર્વ પૂછાયું છે એટલે ૧ ધારવો તેને ૧૫થી ગુણવો એટલે ૧૫ થયા. અહીં એકપણ અવમાત્ર સંભવતો નથી એટલે કાંઈપણ બાદ ન કરવું, તે ૧૫ને રૂપાધિક કરતાં ૧૬ આવ્યા અને યુગની આદિમાં પ્રથમ પર્વ દક્ષિણાયનમાં છે એટલે કે સર્વાત્યંતર મંડળને આદિ કરીને ૧૬માં મંડળમાં પ્રથમ પર્વ પરિસમાપ્ત થયું. બીજો કોઈ પૂછે છે – ૪થું પર્વ કયા મંડળમાં પૂરું થાય છે ? ત્યાં ૪ ધારો એને ૧૫થી ગુણતાં ૬૦ થયા અહીં ૧ અવમાત્ર સંભવે છે તે બાદ કરતાં ૫૯ આવ્યા. તેને રૂપાધિક કરતાં પાછા ૬૦ થયા એટલે કે સર્વાત્યંતર મંડળને આદિ કરીને ચોથું પર્વ ૬૦માં મંડળમાં સમાપ્ત થાય છે. ૨૫મું પર્વ જાણવા માટે ૨૫ ધારો તેને ૧૫થી ગુણતાં ૩૭પ થયા. અહીં ૬ અવરાત્રો થાય છે તે બાદ કરતાં ૩૬૯ થયા. તેને રૂપાધિક કરતાં ૩૭૦ તેનો
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy