________________
अधिकार पंदरमो - विषुव
३०७
પાંચેય વિષુવોમાં અભિજિતુ આકાશમાં અતિક્રાન્ત થયેલા પાછળના અર્થમાં રહેલું છે. પુષ્ય પૃથ્વિમાં ભાવિ ઉત્તરાર્ધમધ્ય ભાવિ હોવાથી અને જ્યારે સૂર્ય ઉત્તરાયણ વિષુવમાં સ્વાતિ નક્ષત્રમાં વર્તે છે ત્યારે પાછળનું લગ્ન અશ્વિનીમાં છે. સ્વાતિ અને અશ્વિનીના વચ્ચે પુષ્ય નક્ષત્ર છે. ભાવિદ્વિતીય અર્ધમાં ભાવિ લગ્ન અભિજિત્ છે ત્યારબાદ ઉત્તરાયણના પાંચેય વિષુવોમાં પુષ્ય નક્ષત્ર આકાશમાં છે કારણ તે ત્યાં પસાર થયેલા પાછળના અર્ધભાગમાં રહેલ છે. અભિજિત્ નક્ષત્ર પૃથ્વી પર છે તે ભાવિ ઉત્તરાર્ધના મધ્યમાં રહેલું છે. તે ૨૮૯ //
આ રીતે વિષુવગત લગ્ન જણાવ્યું હવે કયો કાળ નિશ્ચય નયથી વિષુવોમાં છે એ પ્રરૂપણા થકી જણાવે છે
ગાથાર્થ : મંડળના મધ્યમાં સૂર્ય અચક્ષુ વિષયને પ્રાપ્ત થતે છતે ખરેખર જે માત્રાકાળ છે તે વિષુવનો કાળ હોય છે. ર૯૦ ||
ટીકાર્થ : ૯૨ મા મંડળના મધ્યભાગમાં સૂર્ય કળાથી અદૃષ્ટિગોચર થતે જીતે વ્યવહારથી ચક્ષવિષયથી અતીત એવી વિવેક્ષા છે. તે સૂર્યમાં ખરેખર જે માત્રાકાળ - દિવસરાત્રિના મધ્યમાં રહેલ સંધિરૂપ છે તે વિષુવનો કાળ જાણવો. તે આ રીતે જો ૧૦ વિષુવો દ્વારા ૧૮૩૦ સૂર્યોદયો પ્રાપ્ત થાય તો અયનના દ્વિભાગ રૂપ વિષુવમાં શું પ્રાપ્ત થાય? ૧૦-૧૮૩૦-૧, અંત્યરાશિને મધ્યરાશિથી ગુણતાં ૧૮૩૦, પ્રથમ રાશિ પૂર્વોક્ત રીતે બમણો કરતાં ૨૦, તેનાથી ભાગ કરતાં ૯૧ આવ્યા. તથા 1 અહોરાત્ર થયો. અર્થાતુ અર્થપત્તિથી ૯૨મા અહોરાત્રમાં દિવસ અને રાત્રિનો જે સંધિરૂપ માત્રા કાળ છે તે નિશ્ચયથી વિષુવકાળ છે, અહીં સંદેહ જેવું કાંઈ રહેતું નથી કે આને સૂર્યોદય સંધિ કહેવાય કે અસ્તમય સંધિ ? એને અસ્તમય સંધિ કહેવાય છે કારણ કે દિવસની આદિથી અહોરાત્ર થાય છે, તેથી દિવસ પસાર થયેલો અને અસ્તમય પ્રવર્તે છે એટલે અસ્તમય સંધિ કહેવાય છે. તે ૨૯૦ ||
શ્રી મન્મલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં વિષુવ પ્રતિપાદક પંદરમું પ્રાભૃત સાનુવાદ સમાપ્ત થયું. .