________________
શાસનના સૂત્રો ટાંક્યા છે. અપૂર્ણ મળતાં આ “મલયગિરિશબ્દાનુશાસન'નું સંપાદન પં. બેચરદાસજીએ કર્યું છે. લા.દ. વિદ્યામંદિર દ્વારા પ્રકાશિત થયું છે.
આ. મલયગિરિસૂરિએ રચેલી બૃહત્કલ્પની અપૂર્ણ ટીકાની પૂર્તિ કરતાં બૃહત્કલ્પની ટીકાની ઉત્થાનિકામાં આ. ક્ષેમકીર્તિસૂરિએ “શબ્દાનુશાસનાિિવશ્વવિદામયોતિઃ પુન્નપરમાણુપતિમૂર્તિ શ્રીમન્નયરિમુનીન્દ્રપાલે વિવરણમુવમે ” આ રીતે વ્યાકરણરચનાનો ઉલ્લેખ કરેલો જ છે.
આગમોની ટીકામાં કેટલાક “પ્રાકૃત વ્યાકરણ'ના “દેશીનામમાલા'ના અને “ઉણાદિસૂત્ર'ના અવતરણો મળે છે. એના સંદર્ભ અન્ય વ્યાકરણાદિ ગ્રન્થોમાં નથી મળતા એટલે આ. મલયગિરિસૂરિએ “પ્રાકૃત વ્યાકરણ”, “દેશીનામમાતા’ અને ‘ઉણાદિસૂત્રો' રચ્યા હોય એવી સંભાવના પં. બેચરદાસે વ્યક્ત કરી છે. જો કે આવા કોઈ ગ્રન્થો હજુ સુધી મળ્યા નથી. જુઓ “મલયગિરિ શબ્દાનુશાસન” પરિશિષ્ટ પૃ. ૩૭, ટિ. ૧, ૨.
મુનિ પાર્થરત્નસાગરજીએ આનું સંપાદન અને અનુવાદ કર્યો છે. મહાવીરવિદ્યાલય પ્રકાશિત જ્યોતિષ્કરંડક અને પ્રાકૃત ટિપ્પણનું અવલોકન કરી આ ગ્રન્થને શુદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. જે ગાથાઓ અધિક મળી છે તે ટિપ્પણમાં છાયા સાથે આપી છે. આ.પ્ર.પુણ્યવિજયજી મ. દ્વારા સંશોધિત આ.મલયગિરિસૂરિ ટીકાનો પણ ઉપયોગ કર્યો છે. જ્યોતિષ્કરંડક મૂળ અને ટીકાના બધા મુફો પ્રવર્તિની સાધ્વીશ્રી મનકશ્રીજીના પરિવારના સાધ્વીશ્રી તત્ત્વદર્શનાશ્રી સા. પરમસચિશ્રી મા. પરમધારાશ્રી આદિએ શ્રુતભક્તિથી પ્રેરાઈને જોયા છે. ધન્યવાદ ! અધિકારી વિદ્વાનો આ ગ્રન્થનું અધ્યયન કરી આત્મકલ્યાણને વરે.
એજ મંગલ કામના. આસો વદ અમાસ,
- આચાર્ય મુનિચન્દ્રસૂરિ. પ્રભુ મહાવીર નિર્વાણ કલ્યાણક દિન
અને પૂ. ગુરુદેવમુનિરાજશ્રી જિનચન્દ્ર વિ.મ.ની
તૃતીય સ્વર્ગવાસ તિથિ. જસવંતપુરા-૨૦૬૮