________________
१६६
ज्योतिष्करण्डकम्
૬૩ થાય છે. એ રીતે ઉત્તરબાજુ ઐરવતથી માંડીને ૬૩ ભાગાકાર છે, બંને મળીને ૧૨૬ થયા તથા મહાવિદેહ ક્ષેત્રમાં ૬૪ ભાગાકાર છે એટલે તે મળીને કુલ ૧૯૦ ભાગ થયા ત્યારપછી જે ક્ષેત્રમાં વિખંભ જાણવાની ઇચ્છા થાય તે ક્ષેત્રમાં જેટલા ભાગાકાર બતાવ્યા તેટલા પ્રમાણ રાશિથી જંબૂપિનો વિખંભ ગુણવો, ગુણીને ૧૯૦થી ભાગાકાર કરવો એટલે તે ક્ષેત્રમાં પ્રતિનિયત વિષ્કભપરિમાણ આવે છે. જંબૂદ્વીપનો વિખંભ ૧ લાખ યોજન છે તેને ૧ થી ગણવો એટલે ૧ લાખ થયા તેનો ૧૦૦થી ભાગ કરવો એટલે પર૬ યોજન આવ્યા. શેષ રાશિની છેદરાશિમાં રહેલ શૂન્ય સાથે અપવર્તના કરવી એટલે ૧૯ ભાગરૂપ ૬ કલા આવશે આટલો પરિમાણ ભરતક્ષેત્રનો વિખંભ છે.
ગાથાર્થ :- ભરતનો વિખંભ પાંચસો છવ્વીસ યોજન તથા ઓગણીશના છેદવાળી ૬ કલા છે. || ૧૭૯ /
ટીકાર્ય :- ગાથા સુગમ છે. જંબૂદ્વીપનો વિખંભ ૧ લાખ યોજન પ્રમાણ છે તેને લઘુહિમવંતનો વિખંભ લાવવા માટે રથી ગુણવો, એટલે ૨ લાખ થયા. તેનો ૧૯૦થી ભાગાકાર કરવો એટલે ૧૦૫ર યોજન તથા કલા આટલો લઘુ હિમવંત પર્વતનો વિખંભ આવે છે. આ રીતે સર્વ ક્ષેત્રોમાં યથોક્ત વિખંભ પરિમાણ લાવવું. ત્યાં હૈમવત વર્ષમાં વિખંભ પરિમાણ-૨૧૦૫ યોજન કલા, મહાહિમવંત પર્વતનો ૪૨૧૦ ચો. ૧૦ કલા, હરિવર્ષક્ષેત્રમાં ૮૪૨૧ યો. ૧ કલા, નિષધપર્વતમાં ૧૬૮૪ર યો. તે કલા, વિદેહનો વિષંભ ૩૩૬૮૪ યો. કલા. આમ, ઐરાવત આદિનો પણ વિખંભ લાવવો. તે આ રીતે ઐરાવતનો પ૨૬ યો. કલા, શિખરીપર્વતનો ૧૦૫ર યો. જ કલા, હૈરણ્યવત્ વર્ષનો ૨૧૦પ યો. કલા, રુકિમપર્વતનો ૪૨૧૦ થો. 12 કલા, રમ્યફ ક્ષેત્રનો ૮૪૨૧ યો. આ કલા તથા નીલવંત પર્વતનો ૧૬૮૪ર યો. ૨ કલા. I ૧૭૯ // આ ભરતાદિ ક્ષેત્રો આરોપિત ધનુષ્યના આકારના છે એટલે તેમની જીવા લાવવા માટે કરણ બતાવે છે
૧૯