SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ज्योतिष्करण्डकम् ટીકાર્થ :- યુગમાં વિવક્ષિત દિવસથી પહેલાં જે પર્વો વીત્યા તે સંખ્યા સ્થાપવી, સ્થાપીને તેને ૧પથી ગુણવા, પછી વિવક્ષિત દિવસથી પહેલા પર્વોના ઉ૫૨ જે તિથિઓ ગઈ તેને જોડવી, ત્યારબાદ અધિકૃત દિવસના પહેલા જે અવમરાત્રો ગયા છે તે બાદ કરવા, ત્યારબાદ શેષનો ૩૬૬થી ભાગ કરતાં જે શેષ રહે તેને શોધનક કરવું. ૧૬૬॥ ત્યાં જે શોધનક શુદ્ધ થતા જે નક્ષત્ર શુદ્ધ થાય તેનું નિરૂપણ કરે છે. પરિપૂર્ણ ૮ અહોરાત્રો અને ૨૪ મુહૂર્તો આટલા પુષ્યનક્ષત્રમાં બાદ ક૨વા અર્થાત્ આટલા બાદ કરતા પુષ્ય નક્ષત્ર શોધિત થાય છે. ।। ૧૬૭ ॥ એના પછી બચેલા નક્ષત્રોના શોધકો કહીશું. તેને જ ક્રમથી જણાવે છે. ૬૨ અહોરાત્ર તથા ૧૨ મુહૂર્ત બાદ કરતાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર શુદ્ધ થાય છે તથા ૧૧૬ અહોરાત્ર બાદ કરતા વિશાખા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. ૧૮૩ અહોરાત્ર બાદ કરતાં વિષ્ણુદેવ અધિષ્ઠિત ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. II ૧૬૮ ॥ ૨૫૪ અહોરાત્ર તથા ૬ મુહૂર્તો બાદ કરતા ઉત્તરાભાદ્રપદાના અંત સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે ત્યારબાદ ૩૨૧ અહોરાત્ર તથા ૬ મુહૂર્તો બાદ કરતાં રોહિણી સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. II ૧૬૯ ॥ ૩૬૧ અહોરાત્ર તથા ૧૨ મુહૂર્તો બાદ કરતા પુનર્વસુ નક્ષત્ર આવે છે. આ બધા શોધનકો પુષ્યનક્ષત્ર વિનાના સાર્ધક્ષેત્ર નક્ષત્રો કહેલા છે. એમના અંતરાલમાં જે નક્ષત્રો છે તે પોતાના પ્રમાણોથી શોધાય છે તે આ રીતે અર્ધક્ષેત્ર નક્ષત્રો ૬ અહોરાત્ર તથા ૨૧ મુહૂર્તના છે, સમક્ષેત્રવાળા ૧૩ અહોરાત્ર ૧૨ મુહૂર્તના છે. સાર્ધક્ષેત્ર નક્ષત્રો ૨૦ દિવસ તથા ૩ મુહૂર્તના છે તથા જે ઉદ્ધરિત નક્ષત્ર શોધનકને પ્રાપ્ત થતું નથી તે નક્ષત્ર સૂર્યગત નક્ષત્ર જાણવું અને જે પણ રાશિ અલ્પ હોવાથી ૩૬૬ ભાગને યોગ્ય નથી ત્યાં પણ યથાયોગ શોધન કરવું. કરણની વાત કહી હવે તેના વિષયની ભાવના કરાય છે. १५२ પ્ર. યુગના પ્રથમ ચાંદ્ર સંવત્સરમાં દશ પર્વો પસાર થતાં પાંચમના દિવસે કયા નક્ષત્ર સાથે સૂર્યનો યોગ થાય છે ? ઉ. પર્વ સંખ્યા ૧૦ ધારણ કરો તેને ૧૫થી ગુણો એટલે ૧૫૦ થયા. દશ પર્વોની ઉપર પાંચમના પહેલા ૪ તિથિઓ પસાર થઈ એટલે તે તેમાં નાખવી. તેથી ૧૫૪ થયા દશ પર્વમાં ૨ અવમરાત્રો છે તે એમાંથી બાદ કરતા ૧૫૨ થયા. આ રાશિ ૩૬૬ના ભાગને યોગ્ય નથી એટલે યથાસંભવ શોધનક કરવો. ત્યાં ૧૧૬ અહોરાત્રથી વિશાખા સુધીના નક્ષત્રો શુદ્ધ છે. શેષ ૩૬ રહ્યા તેમાંથી અનુરાધા નક્ષત્ર ૧૩ અહોરાત્ર ૧૨ મુહૂર્તથી શુદ્ધ છે શેષ ૨૨ દિવસ ૧૮ મુહૂર્ત રહ્યા તેમાંથી ૬ દિવસ ૨૧ મુહૂર્તનું
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy