________________
ज्योतिष्करण्डकम्
१३६
શકાય છે. ૬૦ મુહૂર્તો દ્વારા ૧૦૯૮૦૦ મંડળ ભાગો પ્રાપ્ત થાય છે, એટલે ૧ મુહૂર્તે કેટલા ભાગ મળે ? ૬૦-૧૦૯૮૦૦-૧ અંત્યરાશિ ૧ ને મધ્યરાશિ સાથે ગુણતાં ૧૦૯૮૦૦ તેને પ્રથમ રાશિ સાથે ભાગ કરતાં ૧૮૩૦ આવ્યા. આટલા ભાગ સૂર્ય ૧ મુહૂર્તમાં પસાર કરે છે. આ વાત સૂર્ય પ્રજ્ઞપ્તિમાં પણ આ જ રીતે જણાવેલી છે. તેથી ચંદ્રોથી શીઘ્રતર સૂર્યો અને તેમનાથી પણ શીઘ્રતર નક્ષત્રો છે. ગ્રહો પણ જ્યારે વક્રઅનુવક્રગતિ સિવાય સામાન્યથી જતા ચંદ્રાદિની અપેક્ષાએ ગતિથી વિચારાય ત્યારે તે નક્ષત્રોથી મંદગતિવાળા અને સૂર્યોથી શીઘ્રગતિવાળા જાણવા. તારાઓ તો નક્ષત્રોથી પણ શીઘ્રતર છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં જ કહ્યું છે.” તેઓ શીઘ્રગતિ વસ્તુઓ કહી છે એમ કઈ રીતે કહેવાય ? આ ચંદ્ર-સૂર્ય-ગ્રહગણ-નક્ષત્ર-તારા રૂપોમાં ચંદ્રોથી સૂર્યો શીઘ્રગતિ, સૂર્યોથી ગ્રહો શીઘ્રગતિ, ગ્રહોથી નક્ષત્રો શીઘ્રગતિ અને નક્ષત્રોથી તારાઓ શીઘ્રગતિ છે, સર્વ અલ્પગતિ ચંદ્રો તેમજ સર્વશીઘ્રગતિ તારાઓ છે.” ॥ ૧૪૭
૧૪૮ ||
પ્રસ્તુત પ્રાકૃત વક્તવ્યતાનો ઉપસંહાર–
ગાથાર્થ :- યોજન ગણના રહિત યથાસ્થૂળ આ ગતિ વર્ણવી છે. ટીકાર્થ : સરળ છે.
॥ શ્રીમલયગિરિવિરચિત જ્યોતિષ્મદંડક ટીકામાં ચંદ્ર-સૂર્ય ગતિ પ્રતિપાદક આઠમું પ્રામૃત અનુવાદ સહિત સમાપ્ત થયું ॥