________________
१०७
अधिकार पांचमो - अवमरात्रि અવરાત્રિ થતા કયા પક્ષમાં ત્રીજ સમાશે? અથવા ત્રીજ તિથિ અવમરાત્રિ થતા કયા પક્ષમાં ચોથ સાથે સમાપ્ત થશે ? એમ શેષ વ્યવહાર ગણિતથી જોવાયેલી તિથિઓ પાંચમીથી પંદરમી સુધીના વિષયમાં શિષ્ય પ્રશ્ન કરશે. જેમ કે - પ્રતિદિવસ એક-એક ૬૨ ભાગરૂપ શ્લષ્ણ ભાગથી ક્ષય થતી તિથિમાં પૂર્વની - અવમરાત્રિભૂત તિથિના પછી બીજી તિથિ કયું પર્વ જતે છતે સમાપ્ત થાય છે અર્થાત્ - ચોથ તિથિ અવમરાત્ર થતાં કયા પર્વમાં પાંચમી સમાપ્ત થાય છે. પાંચમીમાં છઠ્ઠી, એમ પંદરમી તિથિ અવરાત્ર થતાં કયા પર્વમાં પ્રતિપદા તિથિ સમાપ્ત થાય છે ? || ૧૧૩-૧૧૪ / એ પ્રમાણે શિષ્યના પ્રશ્નને અવધારીને આચાર્ય જવાબ આપે છે
ગાથાર્થ :- ઓજા રૂપાધિક તથા પર્વો દ્વિગુણ કરવા, એ જ રીતે યુગ્મમાં એકત્રીશ યુક્ત પર્વો હોય છે. તે ૧૧૫ //
ટીકાર્ય :- અહીં પ્રશ્ન કરતા શિષ્ય દ્વારા જે તિથિઓ કહેવાઈ છે તે બે પ્રકારની છે - ઓજરૂપ, યુગ્મરૂપ. ઓજ - વિષમ, સમ - યુ.... ત્યાં જે ઓજો રૂપ તિથિઓ છે તેને પહેલા રૂપાધિક કરવી ત્યારબાદ દ્વિગુણ કરવી એટલે તે તિથિના યુગ્મપર્વો જે જવાબરૂપ છે તે આવે છે. જે પણ યુગ્મરૂપ તિથિઓ છે તેમાં પણ આ જ પ્રકારે કરણ કરવું. ફક્ત, દ્વિગુણી કર્યા પછી એકત્રીશ યુક્ત થતી નિર્વચનરૂપ પર્વો થાય છે. અર્થાત્ - જ્યારે આ પ્રશ્ન થાય કે કયા પર્વમાં પ્રતિપદા અવમરાત્ર થતાં બીજ સમાય છે ત્યારે પ્રતિપદા તો બતાવેલી જ છે. તે પ્રથમતિથિ એટલે ૧ ધારણ કરવો, તે રૂપાધિક કરવો એટલે ૧ + ૧ = ૨ થયા તેને પણ બેગુણા કરવા એટલે ૪ થયા, ચાર પર્વો આવ્યા. અર્થાત્ - યુગાદિથી ચોથા પર્વના જતે છતે પ્રતિપદિ અવમરાત્રિ હોતે છતે બીજ તિથિ એમાં સમાઈ જાય છે. એ બરાબર છે પ્રતિપદા ઉદિષ્ટ થતા ચાર પર્વો પ્રાપ્ત થયા. એક પર્વ પંદરતિથિરૂપ છે એટલે ૧૫ ને ૪થી ગુણતા ૬૦ થયા. પ્રતિપદા તિથિમાં બીજ સમાય છે એટલે તેમાં બે રૂપ અધિક નાખતાં ૬ર થયા, તે ૬૨થી ભગાતી, નિરંશ ભાગ આપતી એક પ્રાપ્ત થયો. = ૧ એટલે પ્રથમ અવમરાત્ર આવ્યો, આ કરણ અવિસંવાદિ થાય છે પરંતુ જ્યારે કોઈ પર્વમાં બીજ અવમરાત્રિ થતાં ત્રીજ સમાવેશ થાય છે? એવો પ્રશ્ન થાય છે ત્યારે બીજાએ બીજ ઉદેશ કરી એટલે બીજ ધારવી, તેને રૂપાધિક કરવી ૨ + ૧ = ૩ તેને બમણા કરવા એટલે ૬ થયા. બીજ તિથિ આવે છે તે ૬ એકત્રીશ યુક્ત ૬ + ૩૧ કરવા એટલે ૩૭ નિર્વચન (જવાબ) રૂપ પર્વ આવ્યા. એટલે કે યુગની આદિથી ૩૭મા પર્વમાં બીજતિથિ અવમરાત્રિ થતાં ત્રીજ આવે છે.