________________
अधिकार बीजो - घटिकादिनुं प्रमाण
७३
પ્રમાણના અસંખ્ય ટુકડા કરવા? વિશુદ્ધ લોચનવાળો છદ્મસ્થ પુરુષ જે અત્યંત સૂક્ષ્મ દ્રવ્ય ચક્ષુથી જોવે છે, તેના અસંખ્યય ભાગ માત્ર અસંખ્યય ખંડ આ દ્રવ્યથી અસંખ્યય ખંડનું પ્રમાણ છે. ક્ષેત્રથી - સૂક્ષ્મપનક જીવની જે જઘન્ય અવગાહનાથી જે ક્ષેત્ર વ્યાપ્ત થાય. તેના અસંખ્યય ગુણ ક્ષેત્રમાં અવગાહિદ્રવ્ય પ્રમાણ એવો અસંખેય ખંડ. “અનુયોગદ્વાર સૂત્ર”માં પણ આ જ વાત જણાવી છે. આ વાત પૂર્વપુરુષ પરંપરાથી આવેલા સંપ્રદાયથી વૃદ્ધો જણાવે છે કે બાદર પર્યાપ્ત-પૃથ્વીકાયિક શરીર પ્રમાણ અસંખેય ખંડ હોય. અનુયોગદ્વારના ટીકાકાર પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ – “બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત શરીર તૂલ્ય અસંખેય ખંડો લેવા એવો વૃદ્ધવાદ છે.” એના આધારે કહે છે - તે વાળાગ્રોની અવગાહના અંગુલનો અસંખ્યય ભાગ હોય છે, તે બાદરપૃથ્વીકાયિક શરીર પ્રમાણ હોય છે. તીર્થંકર-ગણધરોએ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમની પ્રરૂપણાના અવસરે પલ્ય ભરવાની વિચારણામાં આ લોમ પ્રમાણ કહ્યું છે હવે પછી લોમનો અપહાર જણાવીશું. || ૮૦ ||
પૂર્વોક્ત પ્રમાણના અસંખ્યય ટુકડા કરેલા વાળથી ભરેલા પલ્પમાંથી દર સો-સો વર્ષે એક-એક વાળાગ્ર કાઢવો. આ રીતે પલ્યને સંપૂર્ણ ખાલી કરવામાં જેટલો કાળ લાગે તે એક પલ્યોપમ જાણવું અર્થાત્ એક સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ. / ૮૧ |
સાગરોપમ આદિનું પ્રમાણ તથા સ્વરૂપ एएसिं पल्लाणं कोडीकोडी हवेज्ज दसगुणिया । तं सागरोमवस्स उ एक्कस्स भवे परीमाणं ॥ ८२ ॥ दस सागरोवमाणं पुण्णाओ होंति कोडिकोडीओ। ओसप्पिणीपमाणं तं चेवुस्सप्पिणीएवि ॥ ८३ ॥ छच्चेव य कालसमा भणिया ओसप्पिणीए भरहंमि ।
तासिं नामविहत्तिं परिमाणविहिं च वोच्छामि ॥ ८४ ॥ 'एतेषाम्' अनन्तरोदितानां 'पल्यानां' सूक्ष्माद्धापल्योपमानां कोटाकोटी दशभिर्गुणिता
१. अस्या गाथाया अनन्तरमियमेकाऽधिका गाथा जे०खं० आदर्शयोः दृश्यते -Aओसप्पिणी य उस्सप्पिणी य दोण्णि वि अणाइणिहणाओ। ण वि होति अण्णलोको (? कालो) ण वि होहिति सव्यसंखे वो ॥ इति एतस्या छाया एवमनुवादार्थेतृतीयं परिशिष्टं दृष्टव्यम् । A