SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ છવસ્થ-કેવલિ લિંગ વિચાર ૪૫ 'छउमत्थनाणहेऊ, लिंगाई दवओ ण भावओ । उवसंतवीयरायं जा तावं ताणि जाणाहिं ॥ ति । नन्वपूर्वादिषु पञ्चसु गुणस्थानकेषु चतस्रोऽपि भाषा भवन्तीति कर्मग्रन्थे भणितं, तथा च सिद्ध क्षीणमोहरयापि मृषा भाषणं, तच्च छद्मस्थत्वावबोधक लिङ्गमेव, तत्कथमुच्यते छद्मस्थत्वज्ञापकलिङ्गानि यावदुपशान्तवीतरागमेव भवन्ति ? इति चेद ? मैव', छद्मस्थज्ञानगोचरस्यैव मृषाभाषणस्य लिङ्गत्वेनाभिमतत्वात् । तच्च द्रव्यतो मृषाभाषण क्षीणमोहस्य न भवति, क्रोधादिजन्यवाद्, यदागमः सव्वं भंते ! मुसावा.यं पच्चक्खामि, से कोहा वा, लोहा वा, भया वा, हासा वा' इत्यादि ॥ क्षीणमोहस्य च क्रोधादयो न भवन्तीति कारणाऽभावाद् द्रव्यतो मृषाभाषणस्याभावः, तथा च भावतो मृषाभाषणस्य सुतरामभावः, तस्य मोहनीयोदयजन्यत्वात् । तथा च क्षीणमोहस्य द्रव्यतो भावतो वा मृषाभाषणं न भवत्येव, संयतानां जीवघातादावनाभोगसहकृतमोहनीयकर्मणो हेतुत्वात् । मोहनीयाभावे चानाभोगो वास्तवमृषाभाषण प्रत्यकारण' सन्नपि संभावनारूढमृषाभाषण प्रति कारण भवत्येव, अनाभोगस्य तथास्वभावस्यानुभवसिद्धत्वात् , तेन છવસ્થસંયતને જ પક્ષ તરીકે લેવો. કેમકે આંખની પાંપણ ખેલ-બંધ કરવાની ક્રિયા પણ સૂત્રોક્તયણ પૂર્વક કરતા તેના વિષયમાં જ “આ છદ્મસ્થ હશે કે કેવલી ?' એ સંશય પડતે હોવાથી છઘસ્થતાની સિદ્ધિ કરવા માટે લિંગની અપેક્ષા હોવી સંગત બને છે. આવા સ્વરૂપ વિનાના, નિદ્રાવિકથાધિરૂપ પ્રમાદવાળા જીવ અંગે તો છાસ્થપણને સંશય જ રહેતો ન હોવાથી લિંગદ્વારા પરીક્ષા કરવાને પ્રશ્ન રહેતો નથી, તેથી એને પક્ષ તરીકે ન લે. કહ્યું છે કે (સર્વજ્ઞ શ. ૮) છદ્મસ્થ તરીકે પણ કેવલી જે અપ્રમત્ત સંયત લે. વળી તે પણ સૂત્રાજ્ઞા મુજબ સંયમયોગમાં ઉપયુક્ત હોય તે જાણવે.” વળી આવા પક્ષમાં, પ્રાણાતિપાત વગેરે રૂપ પાંચમહાતેના અતિક્રમ, અપવાદ સેવન અને અનાભોગવિષયક જે સાત સ્થાને લિંગ તરીકે કહ્યા છે તે પણ દ્રવ્યપ્રાણાતિપાત વગેરે રૂપ જ જાણવા, નહિ કે ભાવપ્રાણાતિપાત વગેરે રૂપ પણ, કેમકે માત્ર ભાવ પ્રાણાતિપાત વગેરે અનુમાન કરનાર છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતા ન હોવાથી લિંગ બની શક્તા નથી. તે પણ એટલા માટે કે છઘસ્થને અનુમિતિરૂપ જ્ઞાન થાય એ માટે લિંગનો પ્રયોગ થાય છે. અને તે તે સ્વયં જ્ઞાત હોય તે જ સાધ્યનું અનુમિતિરૂપ જ્ઞાન કરાવે છે, સ્વયં અજ્ઞાત રહેલું નહિ. 'ભાવપ્રાણાતિપાત વગેરે છઘસ્થ એવા અનુમાતાને અજ્ઞાત રહેતા હોવાથી તેના માટે લિંગરૂપ પણ બનતા નથી. માટે દ્રવ્યપ્રાણાતિપાત વગેરે જ અહીં લિંગરૂપ જાણવા. અને તે તે મોહનીય કર્મને અવિનાભાવી હાઈ ઉપશાન્તવીતરાગ ગુણઠાણા સુધી હોય છે, તે પછી નહિ, કારણ કે ત્યાં મોહનીયની સત્તાને પણ અભાવ હોય છે. કહ્યું છે કે (સ. શ ૭) છદ્મસ્થના જ્ઞાનના હેતુભૂત લિંગ તરીકે દ્રવ્યથી પ્રાણાતિપાતાદિને જાણવા, ભાવથી નહિ. તે લિગો ઉપશાન્ત વિતરાગ સુધી દેય છે તે જાણે. શંકા- “અપૂર્વકરણાદિ પાંચ (૮ થી ૧૨) ગુણઠાણુઓમાં ચારે (સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર) ભાષાઓ હોય છે એવું કર્મગ્રન્થમાં કહ્યું છે. તેથી “ક્ષીણમોહ ગુણ१. छद्मस्थज्ञानहेतवो लिङ्गानि द्रव्यतः न भावतः । उपशान्तवीतराग यावत्तावत्तानि जानीहि ॥ २. सर्व भगवन् ! मृषावाद प्रत्याख्यामि, अथ क्रोधाद्वा लोभावा भयाद्वा हास्याद्वा । ૫૪.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy