SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ગ્લૅક-૬૬ देवानांप्रियस्तमेव मन्यमानस्तमेव चावमन्यस(त) इति महाकष्ट तद् । न चैतद्विरोधोद्भावन विचार्यमाणं चमत्कारकारि, गुर्वादेशविधायित्वस्य भगवति फलतोऽभिधानाविरोधाद्, अत एव 'किं ते भंते ! जत्ता ? सोमिला ! जं मे तवणियमसंजमसज्झायज्झाणावस्सयमाईसु जयणा, से त जत्ता' इत्यत्र सूत्रे 'एतेषु च यद्यपि भगवतो न किश्चित्तदानीं विशेषतः संभवति, तथापि तत्फलसद्भावात्तदस्तीत्यवगन्तव्यमि'त्युक्तम् । अभिक्रमणादियतनाव्यापाराश्च यादृशाश्छद्मस्थसंयतानामयतनाभयाऽविनाभाविनस्तादृशा एवायतनाभयाभावेऽपि भगवतः संभवन्त्येव साधुसमानधर्मतयैव અનૂધ માનવાના હોય તે તેઓમાં પણ આ અનુઘતાઅવ છેદક ધર્મની હાજરી માનવી પડે. (કેમકે તે જ એ ધર્મને આગળ કરીને તેઓ અનદ્ય બની શકે) અને તે પછી એમાં વિરોધ સ્પષ્ટ જ છે, કેમકે કેવલીઓએ ગુરુના આદેશ મુજબ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાની હોતી નથી, (તેમજ તેઓમાં ઉક્તક્રિયાકારિત્વ હોતું નથી. પૂર્વપક્ષીએ આ રીતે વિરોધનું ઉદ્દભાવન કર્યું છે. એ ઉદ્દભાવન કરીને, “આ સૂત્રમાં કેવલી અમૂલ્ય નથી એવું કહેવા દ્વારા, “તેઓને અનદ્ય કહેનારા વૃત્તિકાર સૂત્રના અભિપ્રાયના અજાણ છે' એવું કહેવા તૈયાર થયેલો મૂખ પૂર્વપક્ષી “એકબાજુ વૃત્તિકારને જ માન્ય કરે છે અને બીજી બાજુ વૃત્તિકારની અવજ્ઞા કરે છે એ વાત મહાકાષ્ટ રૂપ છે. (અપ્રમત્તાદિને ઉદ્દેશીને કર્મના બંધ–અબંધની જે વાત છે એને સૂત્રમાં તે કઈ શબ્દોથી ઉલેખ નથી, વૃત્તિકારે જ એ વાત ઉમેરેલી છે. તેમ છતાં પૂર્વપક્ષીને પણ એ વાત માન્ય છે, છે. એટલે વૃત્તિકાર પણ એને માન્ય છે.) બીજી બાજુ વૃત્તિકારને સૂત્રના અભિપ્રાયના અજણ કહેવા એમાં એમની અવજ્ઞા પણ સ્પષ્ટ છે. વળી આવું વિરોધનું ઉદ્દભાવના પણ, વિચાર કરીએ તે કઈ ચમત્કાર દેખાડતું નથી. કેમ કે (૧) કેવલીમાં સ્વરૂપે ગુર્વાદેશવિધાયિત્વ ન હોવા છતાં ફળતઃ તે તે હોય જ છે. માટે ફળતઃ તેનું અભિધાન વિરોધી નથી. આશય એ છે કે જે અવસ્થામાં જે અનુષ્ઠાન વગેરે ચીજની સ્વરૂપે હાજરી ન હોવા છતાં તે અનુષ્ઠાન વગેરે ચીજનું ફળ જે હાજર હોય તે તે અવસ્થામાં પણ તે ચીજની હાજરી હોવી સૂત્રમાં કયાંક કયાંક દેખાડી છે. આવી હાજરીને ફળતઃ હાજરી કહેવાય છે. એવી હાજરીનું કથન હોવું એ પણ વિરોધી નથી. તેથી જ જે સૂત્ર આવું જણાવે છે કે “હે ભગવન! તમારી સંયમયાત્રા શું છે? સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક વગેરેમાં મારી જે જયણ હોય છે તે જ મારી સંયમ યાત્રા છે.” તેની વ્યાખ્યામાં પણ કહ્યું છે કે “જે કે ભગવાનને આ તપ વગેરેમાંથી કઈ ચીજ વિશેષ રીતે સંભવતી નથી, તેથી તે અંગેની જાણું પણ સંભવતી નથી, તેમ છતાં તે બધીથી જીવને જે ફળ પ્રાપ્ત થતું હોય છે તે ફળ ભગવાન ને પણ મળેલું હોવાથી તે તપ વગેરે પણ હેય છે એમ માનવું.' વળી (૨) અભિક્રમણદિ અંગેની અજયણાના ભયને : અવિનાભાવી એવી પણ જેવી જયણાપ્રવૃત્તિ છદ્મસ્થસંયને હોય છે તેવી જ જયણાપ્રષિ, અજયણાનો ભય ન હોવા છતાં કેવલી ભગવાનને સંભવ હોય જ છે, કેમકે જેમ કેવલીભગવાનને અકલિપકના પરિહારાદિ અંગેની જાણુ સાધુસમાનધર્મતાના 1. किं ते भगवन् ! यात्रा ? सोमिल ! यन्मे तपोनियमसंयमस्वाध्यायध्यानावश्यकादिषु यतना। अथ तद्यात्रा ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy