SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ધર્મ પરીક્ષા લે. ૫૩ मोक्षफलत्वात् । तदुक्तमुपदेशपदसूत्रवृत्त्योः 'अथ साक्षादेव कतिचित्सूत्राण्याश्रित्य पदार्थादीनि व्याख्या. જ્ઞાનિ નાહ (૮ ) हिसिज्ज ण भूयाइ इत्थ पयत्यो पसिद्धगो चेत्र । मणमाइएहिं पीडां सम्वेति चेव ण करिज्जा ॥ हिंस्याद् व्यापादयेद् न नैव भूतानि पृथिव्यादीन् प्राणिनः अत्र सूत्रे पदार्थः प्रसिद्धश्चैव प्रख्यातरूप एव, तमेव दर्शयति मनादिभिर्मनोवाक्कायैः पीडां बाधां सर्वेषां चैव न कुर्याद्न विदध्यादिति ॥ 1 [બંધહેતુ નિર્જ રહેતુ શી રીતે બને? નયવિચારણા ] પ્રશ્ન :- તે પછી હવે તમે જ કહો કે બંધહેતુભૂત એવી પણ તે વિરાધના નિર્જશને હેતુ શી રીતે બની જાય છે? ઉત્તરઃ- ઋજુસૂત્રનય તો આ હિંસાને તે જ્ઞાનપૂર્વક હેઈ અવિધિહિંસા કરતાં વિલક્ષણ જ (એક જુદી વસ્તુરૂપ જ) માને છે. અને તેથી અવિધિહિંસા કર્મબંધના હેતભૂત હોવા છતાં આ વિધિહિંસા કર્મનિર્જરાને હેતુ હવામાં કઈ પ્રશ્ન રહેતું નથી. વ્યવહારનયને અભિપ્રાય એવો છે કે બંધહેતુભૂત એવી પણ એની એ જ હિંસા જ્યારે પુષ્ટઆલંબન–જયણ વગેરે રૂપ વિલક્ષણ સહકારી કારણેથી યુક્ત બને છે ત્યારે નિજેરાને હેતુ બની જાય છે. આ બંને નાની માન્યતામાં દષ્ટાન તરીકે દંડ સમજ. ઋજુસૂત્રનયમતે ઘડો બનાવવાના અભિપ્રાયથી લેવાયેલા અને ઘડાના કારણભૂત એવા દંડ કરતાં ઘડાને નાશ કરવાના અભિપ્રાયથી લેવાયેલો દંડ વિલક્ષણ હોય છે, અને તેથી એ ઘડાના નાશને હેતુ બને છે. વ્યવહારનયમતે-ચક્ર-કુંભાર વગેરે સહકારી કારણોના સાંનિધ્યવાળે અને તેથી ઘડાની ઉત્પત્તિનું કારણ બનતે એવો પણ દંડ તેફાની છોકરો વગેરે રૂ૫ સહકારી કારણેના સાંનિધ્યમાં ઘડાના નાશને હેતુ બની જાય છે. બે નયમાં મુખ્ય ભેદ આ પડયો કે વ્યવહારનય સહકારી ભેદે દંડને ભેદ નથી માનતે, પણ, દંડ તે એને એ જ રહ્યો, પણ સહકારી બદલાયા એટલે એનાથી થનાર કાર્ય પણ બદલાઈ ગયું” એવું માને છે. જ્યારે જુસૂત્રનય સહકારીભેદે દંડભેદ માને છે. એટલે કે સહકારી બદલાયા એટલે દંડ પણ બદલાઈ જ ગયો. અને તેથી એનાથી ઉત્પન્ન થનાર કાર્ય પણ બદલાયું. પ્રસ્તુતમાં જ્ઞાનાદિની વૃદ્ધિવગેરેને અભિપ્રાય વગેરે રૂપ સહકારીભેદના કારણે વિરાધનાથી ઉત્પન્ન થનાર કાર્ય બદલાઈ જાય છે. તેથી જ, દંડ ઘટેપત્તિના બદલે ઘટનાશને જેમ પ્રતિબંધકાભાવરૂપે નહિ, પણ સીધા કારણ તરીકે જ હેતુ બની જાય છે તેમ આ હિંસા પણ નિર્જરાને સીધે જ હેતુ બની જાય છે, નિજેરાનું કારણ કહી છે. આમાં પૂર્વપક્ષીનું કહેવું એવું છે કે વિરાધના વનાભિપ્રાયવાળી હોવાથી નિજાનું કારણ બને છે. એટલે એને અભિપ્રાયેવર્સનાભિપ્રાય એ વિરાધનાનું વિશેષણ બન્યા અને વિરાધના એ વિશેષ્ય બની. આમાં વિશેષ્ય બનનાર વિરાધના એ માત્ર વ્યાવહારિક દષ્ટિએ (સ્વરૂપે) જ વિરાધનારૂપ છે, નિશ્ચયદષ્ટિએ વિરાધનારૂપ નથી. (કેમકે નિશ્ચયદષ્ટિની વિરાધના તે નિર્જરાફલક હેય જ નહિ) એટલે તેના વિશેષણ તરીકે જે વર્જનાભિપ્રાય લેવાનું હોય તે પણ વ્યાવહારિક દષ્ટિને જ વર્જનાભિપ્રાય લે એ વધુ યોગ્ય ઠરે, તાત્વિકદષ્ટિએ (પરંપરાએ) જે વર્જનાભિપ્રાય રૂ૫ હોય તે નહિ. અને આવો વ્યાવહારિકદષ્ટિને વજનાભિપ્રાય તે ઉપર કહી ગયા એ મુજબ આપવાદિક વિરાધનામાં તો નથી જ. માટે ગ્રન્થકારે એને નિષેધ કર્યો છે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy