SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર વિષે કંઈક પાટણની નજીક કનડું ગામના જૈન વણિક શ્રેષ્ઠી નારાયણની ધર્મપરાયણ ધર્મપત્ની સૌભાગ્યદેવીની રત્નકુક્ષિએ અવતરેલા જસવંતકુમાર એ જ પ્રસ્તુતગ્રંથના ગ્રન્થકાર મહામહોપાધ્યાય યશોવિજયજી છે. મોગલ સમ્રાટ અકબર પ્રતિબંધક જગગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં થયેલા શ્રી નવિજય મ. સા. પાસે વબધુ પઘસિંહ સાથે વિ. સં. ૧૬૮૮ માં ચારિત્રને સ્વીકાર કરીને બને ભાઈઓ અનુક્રમે યશોવિજય અને પદ્યવિજય બન્યા. આ પદ્ધસિંહ તેઓ શ્રીમદ્દના લઘુભ્રાતા છે એવી સર્વસામાન્ય માન્યતા પ્રચલિત છે. એટલે મેં પણ પૂર્વના પુસ્તકમાં એ રીતે જ ઉલ્લેખ પણ કર્યો છે. કિન્તુ વિદ્રઢયે પંન્યાસ પ્રવર શ્રી પ્રદ્યુમ્ન વિ. મ. સા. તરફથી એવું સૂચન મળ્યું છે કે પદ્ધસિંહ તેઓના જયેષ્ઠબંધુ હતા. આ માટે તેઓશ્રીએ નીચેના ઉલ્લેખે પાઠવ્યા છે. લઘુ પણ બુધે આગળજી નામે કુંવર જસવંત-સુજલીભાસ तत्पादाम्बुजभृङ्गपद्मविजयप्राज्ञानुजन्मा बुधस्तत्त्व किश्चिदिदं यशोविजयइत्याख्याभृदाख्यातवान् ।। __-कम्मपयडि बृ. वृत्ति प्रशस्तौ શ્રીવિકાનુન – અનેકાન્ત વ્યવસ્થા પ્રશસ્તિ અંતિમ પ. ગ્રન્થકાર શ્રીમદ્દ યશોવિજયજીની પ્રકાંડ વિદ્વત્તા, અપૂર્વ તેજસ્વિતા તેમજ પરિ. પૂર્ણ સુયોગ્યતાથી આવજિત થયેલા શ્રેષ્ઠી ધનજીભુરાની વિનંતિ અને વ્યવસ્થાને અનુસરીને કાશીમાં પ્રકાંડ વિદ્વાન ભટ્ટાચાર્ય પાસે ષદર્શનનું તલસ્પર્શી અધ્યયન થયું. કાશીમાં ૩ વર્ષ અને આગ્રામાં ૪ વર્ષ અધ્યયન થયું. પ્રખર પ્રતિભા અને વાદવિજયથી પ્રભાવિત થયેલા કાશીના પંડિતોએ તેઓ શ્રીમને ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યની માનવંતી પદવીઓથી વિભૂષિત કર્યા હતા. ગંગાકિનારે ' કારના જાપમાં એકાકાર બનેલા તેઓ શ્રીમદ્ પર સરસ્વતીદેવી પ્રસન્ન થયા હતા. તેઓ શ્રીમદે સંસ્કૃત-પ્રાકૃત ગિરામાં સ્વતન્ન ગ્રન્થ, સ્વપજ્ઞવૃત્તિ તેમજ અન્યકર્તક પરના વિશદ વૃત્તિગ્રંથ રચીને પંડિતભેગ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. એમ ગુર્જરગિરામાં સ્તવન-સજઝાય-ઢાળ-બે વગેરે રચીને લોકભોગ્ય સાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે. સત્યરાહને ચીંધનાર શાસ્ત્રોનો અમૂલ્ય ખજાને આપીને આપણને સ્વાધ્યાયને અમૂલ્ય ખોરાક પૂરો પાડે છે. શ્રી સંઘની આગ્રહભરી વિનંતિથી અને આચાર્ય શ્રી દેવસૂરિજી મહારાજાની અનુજ્ઞાથી તેઓ શ્રીમદ્દ સંવત ૧૭૧૮ માં ઉપાધ્યાય પદવીથી અલંકૃત બન્યા હતા. સ્વાધ્યાયની ધખેલી ધૂણીથી હર્યો ભર્યો એ લગભગ ૫૫ વર્ષ સુદીર્ઘ ચારિત્ર પર્યાય પાળી, ૧૭૪૩ નું ચાતુર્માસ ડેઈમાં કરી પછી ત્યાં જ અનશન કરીને પંડિત મરણ સાધ્યું હતું. આજે પણ ત્યાં તેઓ શ્રીમદનું સમાધિ મંદિર ભાવિકોને શાસ્ત્ર સ્વાધ્યાયની પવિત્ર પ્રેરણા પાઈ રહ્યું છે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy