SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલના સંસાર ભ્રમણને વિચાર ૨૧૧ गत्यादीनां च यथा प्रतिप्राणिन भिन्नत्व तथा संसारस्याप्यध्यवसायविशेषाद् भिन्नत्व किं नेष्यते ? उम्मग्गमग्गसंपट्ठियाणं [गच्छा० प्र० ३१] इत्यादिनोत्सूत्रभाषिणां नियमादनन्तसंसारसिद्धौ च सीअलविहारओ खलु भगवंतासायणाणिओगेण ।। तत्तो भवो अणंतो किलेसबहुलो जओ भणि ॥ तित्थयरपवयणसुअं. इत्याधुपदेशपदवचनात् [४२२२३ ] शीतलविहारिणां पार्श्वस्थादीनां नियमादनन्तसंसारापत्तिः, इष्यते च तत्र परिणामभेदाद् भेदः, इत्यत्राप्यध्यवसायप्रत्ययः संसारविशेषो महानिशीथोक्तरीत्या श्रद्वेयः। किश्च 'अरघट्टघटीयन्त्र न्यायेन यत्र संसारपरिभ्रमणप्रदर्शन तत्र नियमादनन्तसंसारः' इत्यभ्युपगमे उत्सूत्रभाषिणामिव कामासक्तानामपि नियमतोऽनन्तसंसाराभ्युपगमप्रसङ्गः, तेषामपि संसारभ्रमणे तन्न्यायप्रदर्शनात् । तदुतमाचाराङ्गगशीतोष्णीयाध्ययन(उ०र गा०र)वृत्तौ 'संसिञ्चमाणा पुणरिंति गब्भ' इत्यवयवव्याख्याने 'तेन कामोपादानजनितेन कर्मणा संसिच्यमाना आपूर्यमाणाः गर्भाद् गर्भान्तरमुपयान्ति संसारचक्रवाले. ऽरघट्टघटीयन्त्रन्यायेन पर्यटन्त आसते इत्युक्त भवतीति' । एवमनेकेषु प्रदेशेष्वित्थमभिधानमस्तीति न किश्चिदेतत् । પાત્ર જ બનવાનું છે. વળી જીવે જીવે ભટકવાની ગતિ વગેરે જેમ જુદી જુદી માને છે તેમ અધ્યવસાય ભેદના કારણે સંસાર પણ ઓછોવત્ત જુદો જુદો કેમ માનતા નથી? એટલે કે દરેક ઉસૂત્ર ભાષીને સંસાર અનંત જ હોય એ આગ્રહ શા માટે રાખે છે? [ અન્યથા અન્ય બાબતોમાં ય અનંતસંસારનો નિયમ માનવાની આપત્તિ ] બાકી “હે ગૌતમ ! ઉન્માર્ગ માર્ગમાં રહેલા સન્માર્ગનાશક સાધુઓને સંસાર અનંત હોય છે.” આવું જણાવનાર ગચ્છાચારપ્રકીર્ણક (૩૧)ના વચન પરથી ઉસૂત્રભાષીઓને નિયમો અનંતસંસાર હોય છે એવું જે સિદ્ધ થતું હોયને, તે તે “શિથિલવિહારથી ખરેખર અવશ્ય ભગવાનની આશાતના થાય છે. અને આશાતનાથી કલેશપ્રચુર અનંત સંસાર થાય છે. કેમકે કહ્યું છે કે તીર્થકર, પ્રવચન, શ્રત, આચાર્ય, ગણધર, લબ્ધિ-ધર મુનિ વગેરેના દોષ ગાવા, અનુચિત વર્તવું, અવજ્ઞા કરવી વગેરે રૂપ આશાતના કરનાર અનંતસંસારી થાય છે.” ઈત્યાદિ ઉપદેશપદના વચન (૪૨૧-૪૨૩) થી શીતલ વિહારી પાસસ્થા વગેરેને પણ અનંતસંસાર નિયમા હોવાની આપત્તિ આવશે. એ પાસસ્થા વગેરેને સંસાર જેમ પરિણામભેદના કારણે એ વત્તો માને છે તે એ રીતે ઉસૂત્રભાષીઓનો પણ અધ્યવસાયનિમિત્તક સંસાર જુદો જુદો હોવો મહાનિશીથ સૂત્રમાં કહ્યા મુજબ માનવો જોઈએ. વળી “અરઘટ્ટ ઘટીયંત્ર ન્યાયે જ્યાં સંસારભ્રમણ દેખાડયું હોય ત્યાં નિયમા અનંતસંસાર સમજવો” એવું માનવામાં તે ઉસૂત્રભાષીની જેમ કામ ભાગોમાં આસક્ત જીવો માટે પણ એ નિયમ માનવાની આપત્તિ આવશે, કેમકે તેઓના સંસારભ્રમણ અંગે પણ તે ન્યાય દેખાડે છે. જેમકે આચારાંગશીતોષ્ણીય અધ્યયન (૨-૨) ની વૃત્તિમાં “સંસિચ્ચમાણ” અવયવના વિવરણમાં કહ્યું છે કે– “કામભોગ જનિત કર્મથી ભારે થતાં તે છ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જાય છે અર્થાત સંસારચક્રવાલમાં અરઘટ ઘટીયંત્ર ન્યાયે ભટકતાં રહે છે.” १. शीतलविहारतः खलु- भगवदाशातनानियोगेन । तत्तो भवोऽनन्तः क्लेशबहुलो यतो भणितम् ॥ તીર્થંકર પ્રવાન અ ને . . . .
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy