SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ કવિલા ઇર્થાપિ' વચનને વિચારે भाषणमसंभव्येवेति शङ्कनीय, कर्मपरिणते विचित्रत्वाद् । अस्पष्टत्वं च तत्राभिमतानभिमतविधिनिषेधावधारणाऽक्षमत्वलक्षण नोत्सूत्राभोगाभावात् , किन्त्वनभिमतनिषेधांशे देशविध्यारोपप्रयोजकतथाविधसङ्कलेशात् । अत एव स्फुटाऽप्ररूपणमप्यस्यास्पष्टता पजातिविशेषशालिन्यु. सूत्रप्ररूपण एव पर्यवस्यति । तदुक्तं पाक्षिकसप्ततिकावृत्ती-उत्सूत्रप्ररूपणायाः संसारहेतुत्वात् , “यथोक्तं [૩૧ માર્ચ ૨૦૬] * फुडपागडमकह तो जह'छयबोहिलाभमुवहणइ । जह भगवओ विसालो जरामरणमहोअही आसि ॥ ति। હેય એટલે કે વિશેષના એક સદ્ભૂતપ્રકારને અને એક અદ્દભૂત (ગેરહાજર) પ્રકારને જણાવવાના અભિપ્રાયથી ઉત્સુત્રમિશ્રવચન સંભવી શકે છે.' ઉત્તરપક્ષ- એ રીતે પણ તે સંભવતું નથી, કેમ કે એમાં સૂત્રકથનાંશ (સદ્દભૂત પ્રકાર ) તરફ અભિપ્રાયને જે ઝોક વધુ હોય તે અનુસૂત્ર (સૂત્રાનુસારી ) વચન જ બોલાવું સંભવે છે અને ઉત્સુકથનાંશ (અદ્ભૂત) પ્રકારને જણાવવાને અભિપ્રાય જે જોર કરી જતો હોય તો ઉસૂત્રવચન બોલાવું સંભવે છે. તેથી મિથ્યાવ્યપદેશથી વચન પ્રયોગ મિશ્ર બનવાને અવકાશ રહેતું નથી. નહિતર તો “ક્રિયમાણું ન કૃત' એટલા અંશમાં અસત્યનું પ્રતિપાદન કર્યું અને શેષઅંશમાં સત્યનું પ્રતિપાદન કરે એવા અભિપ્રાયથી મિથ્યાવ્યપદેશ કરતાં જમાલીના અનુયાયીઓનું વચન પણ ઉસૂત્રમિશ્ર જ થશે, ઉસૂત્ર નહિ, જે મેટું અસમંજસ છે. (સૂત્ર-ઉત્સુત્ર વિભાગ મૃતભાવભાષાને સાપેક્ષ) વળી આ મરીચિવચનને ઉત્સમિશ્ર કહેનારે તે મૂળથી જ જૈનપ્રકિયા જાણ નથી. કેમકે સૂત્ર-ઉત્સુત્ર વિભાગ મૃતભાવભાષાની અપેક્ષાએ પાડવામાં આવે છે. જે શ્રુતભાવભાષા દશવૈકાલિકનિયુકિત વગેરે સિદ્ધાન્તમાં સત્ય-અસત્ય અને અનુભય એવા ત્રણ પ્રકારવાળી જ કહી છે. ઉસૂત્રમિશ્ર વચનને સ્વીકારનારે તે તેવા વિભાગ માટે મિશ્રરૂપ મૃતભાવભાષા પણ માનવી પડશે, જેનાથી ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીએ બતાવેલ છે. વિભાગને વ્યાઘાત થઈ જવાની આપત્તિ આવે છે. માટે મિશ્રવચન માનવાની વાત તુચ્છ છે. મરીચિને પોતાની અપેક્ષાએ તે એ વચન અનુસૂત્ર જ હતું. વળી આ રીતે બેલાયેલું મારું વચન કપિલને વિપરીત બધ કરાવશે, એવું મરીચિ જાણતું પણ હતું, તેમ છતાં આ રીતે બોલાતું વચન કપિલની અપેક્ષાએ મારું ઉસૂત્ર ભાષણ જ બનશે, એ ખ્યાલ મરીચિને ન હોવાથી તેનું એ વચન કથંચિત્ અનાગ પ્રયુક્ત ઉસૂત્ર હતું (તેથી અનંતસંસારફળક ન બન્યું.) આવું કહેનારે તે સમજી લેવું જોઈએ કે પિતે મારી મા વાંઝણી છે એવું બોલી રહ્યો છે, કેમકે “વિપરીત બંધ કરાવશે એવું જાણ્યા પછી તાદશખ્યાલ ન આવે એ વિરુદ્ધ વાત છે. વળી “તેને ઉસૂત્રને ખ્યાલ ન હતો એ વાત તો મગજમાં જ બેસે તેવી નથી, કેમકે અગ્યાર અંગ ભણવાથી વ્યુત્પન * स्फुटप्रकटमकथयन् यथास्थितं बोधिलाभमुपहन्ति । यथा भगवतो विशालो जरामरणमहोदधिरासीत् ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy