SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર ધમપરીક્ષા શ્લોક ૨૪ [यो. स. १२८ ] इत्यादि वदतां श्रीहरिभद्रसूरीणां 'समाख्यात" इति पदसूचितग्रन्थकृदेकवाक्यताशालिश्रीसिद्धसेनदिवाकराणां तदनुसारिणामन्येषां चेत्यतिदरन्तोऽय कोऽपि मोहमहिमा । या चानुपपत्तिरुद्भाविता 'यदि द्वादशाङ्ग रत्नाकरतुल्य' इत्यादिना साऽनुपपन्ना, समुद्राज्जलं गृहीत्वा मेघो वर्षति, ततश्च नद्यः प्रवृद्धा भवन्तीति प्रसिद्धेः परप्रवादानामपि नदीतुल्यानां जैनागमसमुद्रगृहीतार्थजलादांशिकक्षयोपशममेघात्प्रवृद्धिसंभवात् । एव नदीतुल्यानां परप्रवादानां जैनागमसमुद्रमूलत्वे लोकनीत्यापि बाधकाभावात् । अत एव न समुद्रस्य नदीपितृत्वापत्तिदोषोऽपि, लोकनीत्यापि तदनुपपत्तेः । यदि चोपमानबललभ्यधर्मेण तत्सहचरितानभिमतधर्मापत्तिः स्यात् तदा चन्द्रोपमया मुखादौ कलंकित. त्वाद्यापत्तिरपि स्यादिति । न चैव मेघात्प्राग् नदीनोमिव जैनागमानुसारिक्षयोपशमात्प्रोक परवादाना. मनुपचितावस्थत्वप्रसङ्गः, इष्टत्वात्, जैनागमानुसारिनयपरिज्ञान विनाऽनुपनिबद्धमिथ्यात्वरूपतयैव तेषां स्थितत्वात् । न चैव जिनदेशनाया उपचित मथ्यात्वमूलत्वेनानर्थमूलत्वापत्तिः, विश्वहितार्थिप्रवृत्तावनुषङ्गतस्तदुपस्थितावपि दोषाभावाद्, भावस्यैव प्राधान्यात् । तदुक्तमष्टके [२८-८] - इत्थ चैतदिहेष्टव्यमन्यथा देशनाऽप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद् दोषायैव प्रसज्यते ॥ પ્રિાચીનવ્યાખ્યાથી વિપરીત વ્યાખ્યા કરવી એ અપસિદ્ધાન્ત પૂર્વપક્ષીએ કરેલી આ નવી કલ્પના ખોટી છે, કેમકે પ્રાચીન આચાર્યે કરેલી વ્યાખ્યાનું ઉલંઘન કરીને એનાથી વિપરીત વ્યાખ્યા કરવી એ સિદ્ધાન્તવિરુદ્ધ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે કે (અગ દ્વા.૧૬) “અન્યદર્શનના પૂર્વાચાર્યોએ ભેળપણના કારણે જે કાંઈ અયુક્ત કહ્યું તેને તેમના શિષ્યોએ અન્યથા સિદ્ધ કર્યું. અર્થાત તેનું ખંડન કરી નવા સિદ્ધાન્ત સ્થાપ્યા. પણ પૂર્વપુરુષને વચનેનું ખંડન કરવારૂપ આ બળ તારા શાસનમાં થયો નથી. તેથી ખરેખર હે પ્રભે ! તારી શાસનશ્રી અધૂળ્યું છે અર્થાત, એની સામે કોઈ પડી શકે એમ નથી.” વળો ઉપદેશપદની ઉક્તવૃત્તિમાં જે આ અસંગતિની કલપના કરી છે તે માત્ર ઉપદેશપદના વૃત્તિ કારને જ દોષ દેવા રૂપ નથી કિન્તુ યોગદકિટ સમુચ્ચય(૧૨૮)માં “ કપિલાદિ તે બધાનો માર્ગ એક જ છે જે શમની પ્રધાનતા વાળે છે.” ઇત્યાદિ કહેતાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજને તેમજ ઉપદેશપદની તે ગાથામાં ‘સમાખ્યાત' પદ મૂકીને સૂચવેલ ગ્રન્થકાર જેવી જ અભિપ્રાયવાળા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેને તેમજ તેમને અનુસરનારા પછીના બધા પૂર્વાચાર્યોને પણ રોષ દેવા ૩૫ છેમાટે આવી નવી કલ્પના કરવી એ મોહનો ખરેખર અતિ દુરન્ત અને કઈક અવર્ણનીય એવો પ્રભાવ જ છે. વળી જે દ્વાદશાંગ સમુદ્ર તુલ્ય હોય તે..” ઈત્યાદિ કહીને જે અનુપત્તિનું ઉદ્દભાવન કયું છે તે પણ અસંગત છે, કેમકે “સમુદ્રમાંથી પાણીને લઈને વાદળાં વરસે છે અને તેનાથી નદીઓ ઉભરાય છે" ઈત્યાદિ વાત પ્રસિદ્ધ હાઈસમુદ્રમાંથી નદીઓ નીકળી હેવી કહેવી એ પણ અસંગત નથી. એમ નદીતુલ્ય પરપ્રવાદ પણ જૈનાગમરૂપ સમુદ્રમાંથી અર્થોરૂપ જળનું ગ્રહણ કરનાર આંશિક ક્ષપશમરૂપ મેઘ દ્વારા પુષ્ટ થવા સંભવે છે. આમ નદી જેવા પરપ્રવાદ જૈનાગમસમુદ્રમૂલક હવામાં લૌકિક માન્યતા મુજબ પણ કેઈ બાધક નથી. વળી આ રીતે સંગતિ હેવાથી જ સમુદ્ર પિતા બની જવાની પણ આપત્તિ નથી, કેમકે નદીને આ રીતે ઉદ્ભવસ્થાન એવા પણ સમુદ્રને લેકે પણ નદીપિતા કહેતાં નથી. વળી અમુક ધમની અપેક્ષાએ આપેલ ઉપમાથી જે તે ઉપમાનમાં રહેલા બીજા (ઉપમેયમાં) અનભિમત એવા પણ ધર્મો ઉપમેયમાં આવી જવાની આપત્તિ આવતી હોય તે તો દુનિયામાં કોઈને કોઈની ઉપમા જ આપી શકાશે નહિ, કેમકે મુખમાં અતિપ્રસિદ્ધ એવી પણ ચંદ્રની ઉપમા અનુ. પપન બની જાય છે. તે એટલા માટે કે ચ દ્રના કલંકિતત્વ વગેરે ધર્મો પણ મુખમાં માનવી પડે છે જે મુખને ગૌરવ બક્ષવાને બદલે હીનતા જ બક્ષે છે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy