SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકોમિથ્યાત્વીના અકરણનિયમમાં ફળતઃ શુભાશુભતા-પૂ. द्वादशाङ्गमूलक मुदित भवति, फलतोऽपि शुभत्वात् , तदाराधनविधिपरिज्ञानाच्च । तच्च सानुबन्धपुण्यप्रकृतिहेतुः । मिथ्यादृशां तु स्वरूपतः क्वचिदंशे शुभत्वेऽपि फलतोऽशुभत्वमेव इति विरुद्धस्वरूपपरिणतयोरुभयोः सम्यग्मिध्यादृशोरकरणनियमयोरभेदेन भणनमुदितस्याकरणनियमस्यावज्ञया जिनावज्ञा स्यात्, सा चानन्तसंसारहेतुरिति भणितम् । यथा मोक्षाङ्ग स्वरूपतः शुभमपि मनुष्यत्व संयतजनस्य फस्तोऽपि शुभमेव, मोक्षप्राप्तिपर्यन्त सुगतिहेतुत्वात् । तदेव मनुष्यत्व व्याधादेः फलतोऽशुभमेव, जीवघाताद्यसंयमहेतुत्वेन दुर्गतिहेतुत्वात् । एवं सत्यपि भेदे द्वयोरपि मनुष्यत्वयो. स्तुल्यतया भणनं संयतजनमनुष्यत्वस्यात्रज्ञया जिनावशैव, जिनेनैव भेदेनाभिधानात् , दृश्यते च लोकेऽपि लक्षणोपेततदनुपेतयोर्मण्योस्तुल्यतया भणने लक्षणोपेतमणेरवज्ञया तत्परोक्षकस्यावशैवेति । સુંદર અકરણનિયમાદિ હોય તે બધું દ્વાદશાંગમૂલક ઉદિત થયું હોય છે (અર્થાત દ્વાદશાંગીમાંથી પ્રાપ્ત થયું હોય છે, કેમકે ફલતઃ (પરિણામે) પણ શુભ હોય છે. તે પણ એટલા માટે કેત દ્વાદશાંગી વગેરે મુતમાથી જ તની આરાધનાવિધિનું પણું તેને સમ્યક્ જ્ઞાન થાય છે. જે આરાધનવિધિયુક્ત એવું આ અકરણનિયમાદિ સાનુબંધપુણ્યપ્રકૃતિબંધના હેતુભૂત હોવાથી પરિણામે પણ સુંદર એવા ફળને આપે છે. (માટે એ ફલતઃ ૫ણ સુંદર હોય છે.) જ્યારે મિથ્યાદષ્ટિના અકરણનિયમ વગેરે જે કઈક સ્વરૂપે અમુક અંશમાં સુંદર હોય છે તે પણ ફળતા તે અશુભ જ હોય છે, કેમકે તેણે તેની આરાધનાવિધિનું તે આરાધનાવિધિપ્રાગ્ય ક્ષપશમ ન હેવાથી જ્ઞાન થયું હોતુ નથી, તેથી તેના અકારણ નિયમ વગેરે તે નિરનુબંધ પુણ્યપ્રકૃતિબંધના હેતુ બનતા હેઈ પરિણામે દુર્ગતિમાં જ લઈ જાય છે. એટલે કે તે અકરણનિયમાદિ ફળતઃ અશુભ હોય છે. અહીં આ તાત્પર્ય છે - સુગતિ હેતુભૂત હેવાથી સ્વરૂપત: શુભ એ અકરણનિયમ સમ્યકજીવોને સંયમહેતુ બનતે હાઈ ફળત: પણ શુભ જ બને છે, કેમકે પુણ્યાનુબંધી પુણ્યજનક હાઈ સુગતિ હેતુ બને છે. મિથ્યાત્વથી હણાયેલો એ જ અકરણનિયમ મિથ્યાત્વી જીવેને ફળતઃ અશુભ બને છે, કેમકે જીવાદિવસ્તુતત્વનું પરિજ્ઞાન ન હોઈ અસંયમનો હેતુ બનવા દ્વારા તે દુર્ગતજનક જ બને છે. તેથી મિથ્થ ત્વઉપહત અકરણ નિયમ આશ્રયસમાન જ છે, જેમકે મૃત્યુને કારણભૂત વિષની જેમ વિષમિશ્રિત અન પણ વિષસમાન જ છે. આમ સમ્યગદષ્ટિનો અકરણનિયમ શુભફળજનક હોવાના કારણે ઉદિત ( પ્રશસ્ત) બને છે જયારે મિથ્યાત્વાનો તે અશુભફળજનક હોવાના કારણે અનુદિત (=અપ્રશસ્ત) બને છે. આમ તે બે અકરણ નિયમો વિરુદ્ધસ્વરૂપે પરિણત થાય છે. અને તેથી તે બેન પરસ્પર અભેદ કહે એ (સમ્યકત્વના) ઉદિત અકરણનિયમની અવજ્ઞા દ્વારા જિનાજ્ઞા રૂપ જ બની જાય છે જે અનંતસ સારહેતુ છે એ કહી ગયા છીએ. જેમ મોક્ષનાકારણભૂત હોઈ સ્વરૂપે શુભ એવું પણ મનુષ્યત્વ સાધુઓને ફળત: પણ શુભ રૂપે પરિણમે છે, કેમકે મેક્ષપ્રાપ્તિ સુધી સુગતિ અપાવનાર બને છે. પણ એ જ મનુષ્યત્વ શિકારી વગેરે માટે ફળતઃ અશુભરૂપે જ પરિણમે છે, કેમકે જીવહિંસાદરૂપ અસંયમના હેતુભૂત હોઈ દુર્ગતિ હેતુ છે. આમ બંનેના (સાધુ-શિકારીના) મનુષ્યને તેમાં સ્પષ્ટ ભેદ હોવા છતાં સમાન કહેવું એ સાધુના મનુષ્યત્વની અવજ્ઞા દ્વારા જિનાવ જ્ઞારૂપ જ બને છે, કેમકે ભગવાને જ તે બેને જુદા જુદા કહ્યા છે. લોકોમાં પણ જોવા મળે છે કે લક્ષણયુક્ત અને લક્ષણશૂન્ય મણિને એક સરખા કહેવામાં લક્ષણયુક્રમણિની અવજ્ઞા દ્વારા તેના પરીક્ષકની પણ અવજ્ઞા થાય જ છે. અર્થાત્ પરીક્ષકે જે બેને લક્ષણયુક્ત અને લક્ષણશૂન્ય તરીકે જુદા જુદા કહ્યા હોય તે બંનેને સમાન કહેવા એ તે પરીક્ષાની પશું તેનું વચન ન માનવા વગેરે રૂ૫ અવજ્ઞા જ છે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy