SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા શ્લોક ૧૩ शुभाध्यवसायहेतोरप्युत्तरभूमिकायां स्वप्रतिपन्नविशेषधर्मप्रतिबन्धकरूपेण भवति, नैतावता पूर्वभूमिकायामपि तस्य विलोपो युक्तः। यथाहि-प्रतिपन्नकृत्स्नसंयमस्य जिनपूजाया: साक्षात्करणनिषेधात , तस्य स्वप्रतिपन्नचारित्रविरोधिपुष्पादिग्रहणरूपेण तत्प्रत्याख्यानेऽप्यकृत्स्नसंयमवतां श्राद्धानां न तदनौचित्य, तथा प्रतिपन्नसम्यग्दर्शनानां स्वप्रतिपन्नसम्यक्त्वप्रतिबन्धक-विपर्यासहेतुत्वेनाविशेषप्रवृत्तेः प्रत्याख्या। नेऽपि नादिधार्मिकाणां तदनौचित्यमिति विभावनीयम् । नन्वेवमादिधार्मिकस्य देवादिसाधारणभक्तः पूर्वसेवायामुचितत्वे जिनपूजावत्साधूनां साक्षात्तदकरणव्यवस्थायामपि तद्वदेवानुमोद्यत्वापत्तिरितिचेत् ? ~न, सामान्यप्रवृत्तिकारणतदुपदेशादिना तदनुमोद्यताया इष्टत्वात् , केवल' सम्यक्त्वाधनुगत कृत्म स्वरूपेणाप्यनुमोद्यमितरच्च मार्गबीजत्वादिनेत्यस्ति विशेष इत्येतच्चाने सम्यग् विवेचयिष्यामः ॥१२॥ अनाभिग्रहिकस्य शोभनत्वमेव गुणान्तराधायकत्वेन समर्थयति इत्तो अ गुणट्ठाणं पढम खलु लद्धजोगदिट्ठीणं । मिच्छवि पसिद्ध परमत्थगवेसणपराणं ॥१३॥ इतश्च गुणस्थान प्रथम खलु लब्धयोगदृष्टीनाम् । मिथ्यात्वेपि प्रसिद्ध परमार्थगवेषणपराणाम् ।।१३।।] ઉત્તરપક્ષ-તમારી દલીલે યુક્ત નથી. ગાઢમિથ્યાત્વીજીને સ્વસ્વદેવાદિની આરાધના પતિ મહા અનર્થ નો હેત બનતી હોવા છતાં કદા? હશુન્ય આદિધાર્મિકને તે તેવી બનતી નથી, કેમકે તેવા જીવની બધા દેવ વગેરેને સમાન રીતે પૂજવાની પ્રવૃત્તિને શ્રીહરિભદ્ર સૂરિમહારાજે જ નરકપાત વગેરે કષ્ટરૂપ દુગને તરવાના હેતુરૂપે ગબિન્દુ (સ્લેક. ૧૧૮)માં કહી છે. માટે તેઓને એ પૂજનઅધ્યવસાય શુભ પણ છે જ. વળી તમે જે કહ્યું કે " એ શુભ હોય તે સમ્યકત્વના આલાવામાં એનું પયફખાણ સંભવે નહિ ઈત્યાદિ તે પણ અયોગ્ય છે, કેમકે આદિ ધાર્મિકપણાની તે પૂર્વભૂમિકામાં શુભ અધ્યવસાયના હેતુભૂત પણ તે પૂજનાદિ પ્રવૃત્તિ, સમ્યક્ત્વાદિની ઉત્તર ભૂમિકામાં, પિતે સ્વીકારેલ સમ્યકત્વાદિ વિશેષ ધર્મની પ્રતિઆધક બને છે. અને તેથી તેનું પુરચકખાણ છે. પણ એટલા માત્રથી તેને પૂર્વભૂમિકામાંથી પણ ઉડાડી દેવી તો યોગ્ય નથી જ. જેમકે સંપૂર્ણ સંયમી સાધુઓને જિનપૂજા સાક્ષાત કરવાનો નિષેધ છે. તેથી પોતે સ્વીકારેલ ચારિત્રગુણને વિરોધી એવા પુષ્પગ્રહણ વગેરે રૂપે તેનું પચ્ચકખાણ પણ તેઓને હોય છે. તેમ છતાં જેઓએ સંપૂર્ણ સંયમ સ્વીકાયું નથી તેવા શ્રાવકને કંઈ એ અયોગ્ય નથી. (વિરોધી નથી કે પચ્ચક્ખાણ કરવા યોગ્ય નથી). એ રીતે સમદ્રષ્ટિ અને અન્ય દેવ અંગેની સમાનપ્રવૃત્તિ પિતે સ્વીકારેલ સમ્યક્ત્વના પ્રતિબંધક ભૂત વિપર્યાસના હેતુરૂપ હોઈ તેનું પચ્ચખાણ હોવા છતાં આદિધાર્મિક જીવોને તે પ્રવૃત્તિ અનુચિત નથી, એ વિચારવું. શકા-જેમ પિતાને સાક્ષાત્ કરવી નિષિદ્ધ એવી પણ જિનપૂજાદિ પ્રવૃત્તિ શ્રાવકોને ઉચિત હોઈ સાધુઓને અનુમોદનીય છે તેમ આદિધામકની દેવાદિ સાધારણ ભક્ત પૂર્વસેવામાં જે ઉચિત હોય તો તો તે પણ અનુમોદનીય બની જવાની આપત્તિ આવશે. સમાધાન- એ આપત્તિ અમારે આપત્તિ રૂપ નથી, કેમકે આદિધામિક જીવોની તેવી પ્રવૃત્તિમાં કારણભૂત એ “તેને તેઓને ઉપદેશ આપવો' વગેરે રૂપે એ અનુમોદનીય હેવી અમને ઈષ્ટ જ છે. આમાં વિશેષતા એટલી જ છે કે સમ્યફવાદિનું આચારભૂત કૃત્ય સ્વરૂપે જ અનુમોદનીય હોય છે જ્યારે આદિધાર્મિકનું તે કૃત્ય મોક્ષમાર્ગનું બીજ બનતું હોવાના કારણે અનુમોદનીય છે, સાક્ષાત સ્વરૂપે નહિ. આનું આગળ વિશદ વિવેચન કરવાના છીએ. કેરા
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy