________________
૩૦૦૦
પ્રસ્તા વ ના
ભાવનગરના શ્રાવિકા વર્ગના પરમ ઉપકારી ગુણીજી લાભશ્રીજીની ઈચ્છા બહુ દિવસથી ૧૦–૧૫ પ્રકરણે ગાથાના પ્રતિક સાથે અર્થ લખવાની અને તેવી રીતે છપાવીને પ્રગટ કરવાની હોવાથી તેઓ સાહેબ જાતે તેમજ શાસ્ત્રીજી જેઠાલાલ હરિભાઈ પાસે અને અન્ય શ્રાવિકાઓ પાસે તેવી રીતે પ્રકરણ તૈયાર કરાવતા હતા; તેમજ તે કાર્ય પર જે શ્રાવિકાઓને સહાય કરવાની ઈચ્છા થાય તે રકમ મેળવી શ્રી જૈન ધર્મ પ્રસારક સભામાં તેને સંચય કરાવી રહ્યા હતા. તેમની ઈચ્છાને ફળવતી કરવાની મને પ્રેરણું કરતાં મને પણ તે કાર્ય ઉપયોગી જણાયું તેથી ઘણે ભાગે સમજવા મુશ્કેલ એવા પ્રકરણો તેમણે તૈયાર કરાવેલા તે મારી નજરતળે કાઢી, બનતી શુદ્ધિ કરીને તેમજ શાસ્ત્રી જેઠાલાલ પાસે શુદ્ધ કરાવીને આ પ્રકરણરત્નસંગ્રહ છપાવી બહાર પાડેલ છે.
આ સંગ્રહમાં ૧ પ્રકરણને સમાવેશ કરવામાં આવેલ છે તેમાં એક છેલું જ સંસ્કૃત શ્લોકબદ્ધ છે, બાકી બધા માગધી ગાથાબદ્ધ છે. તેમાં માત્ર બે પ્રકરણે નાના એટલે કે નવ ને બે ગાથાના છે; બીજા બધા વિસ્તૃત છે. નિદષત્રિશિકા અને લેકનાળિકા જેવા પ્રકરણમાં તેમજ છેવટે હૃદયપ્રદીપષત્રિશિકામાં અર્થવિસ્તાર વિશેષ કર્યો છે અને ભાવપ્રકરણમાં ને સિદ્ધદંડિકામાં નાના નાના યંત્ર પણ મૂક્યા છે. લેકનાળિકા પ્રકરણને અગે ત્રણ યંત્ર મોટા મૂક્યા છે. તેમાંના બે તે ખાસ આર્ટ પેપર ઉપર છપાવીને મૂક્યા છે.
આ સંગ્રહમાં આવેલા ૧૬ પ્રકરણેના કર્તાનું નામ ને ગાથા પ્રમાણ અનુક્રમણિકામાં આપેલ છે, પરંતુ તેમાં માત્ર ૯ પ્રકરણમાં જ કર્તાના નામ મળ્યા છે. ૭ પ્રકરણમાં મળ્યા નથી. પ્રથમ પ્રકરણમાં ગુરુનું નામ છે પરંતુ પિતાનું નથી. બે પ્રકરણ (ભાવપ્રકરણ ને વિચારપંચાશિકા) શ્રી વિજયવિમળગણિ ઉર્ફે વાનરર્ષિના રચેલા છે. બે શ્રી દેવેંદ્રસૂરિ વિરચિત છે; બીજા અન્યાન્ય મહાપુરુષાવિરચિત છે.
૧ સમ્યકત્વસ્તવ. તેનું બીજું નામ સમ્યકત્વપંચવિંશતિકા પ્રકરણ છે. તેમાં જીવ સમકિત કેમ પામે ? તેને અંગે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણનું સ્વરૂપ બહુ વિસ્તારથી આપ્યું છે. પ્રાસંગિક ગાથાઓ (૫૨) જુદા જુદા ગ્રંથમાંથી લઈને દાખલ કરી છે, અર્થ માં પણ ઘણો વિસ્તાર કર્યો છે. સમકિતની પ્રાપ્તિનું સ્વરૂપ કહ્યા પછી સમકિતના એક, બે, ત્રણ, ચાર ને પાંચ પ્રકાર બતાવ્યા છે. એકવિધ તો જિક્તતત્ત્વચિરૂ૫ સમ્યગ શ્રદ્ધાન કહેલ છે. દ્રિવિધ ત્રણ પ્રકારે કહેલ છે: દ્રવ્ય-ભાવ નિશ્ચયવ્યવહાર ને નિસર્ગ–અધિગમ. ત્રણ પ્રકાર બે રીતે કહેલ છે-ઉપશમ, ક્ષાયોપશમ ને ક્ષાયિક, તેમ જ કારક, રોચક ને દી૫ક. ચાર પ્રકારમાં પ્રથમના ત્રણમાં સાસ્વાદન ઉમેરેલ છે ને