________________
૨૯૪ :
પ્રકરણસંગ્રહ.
અર્થ:– આ સંસારમાં પ્રાણી (થોર) જ્યાં સુધી (મન ચાહથનુર્ણ) મનની સ્વસ્થતાના સુખને (ર વેરિ) જાણતા નથી, (તાવત) ત્યાં સુધી જ તેને (વિવામિ ) વિષયાદિક ભેગવવામાં (જુણે છા) સુખની ઈચ્છા હોય છે, પરંતુ (મના શ્વાસુ ) મનની સ્વસ્થતારૂપી સુખને એક લેશ માત્ર પણ (૪) પ્રાપ્ત થયે સતે (તરા) તે પ્રાણુને (ગ્રાન્ટેડ) ત્રણ જગતના રાજ્યને વિષે પણ (વાછાં ) ઈચ્છા થતી નથી.
વિશેષાર્થ-સ્વસ્થપણાના સુખનો અંશ પણ એટલો બધે કીમતી છે કે જેની પાસે ત્રણ લોકના રાજ્યનું સુખ પણ તુલનામાં આવી શકતું નથી, કેમકે પ્રથમનું સુખ (મનની સ્વસ્થતાનું સુખ) અવિનાશી છે, ત્યારે બીજું વિષયાદિકથી થતું સુખ વિનાશી અને કર્મનો તીવ્ર બંધ કરાવનાર છે. પહેલું સુખ સંસારમાંથી મુક્ત કરાવનાર છે, ત્યારે બીજું સુખ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. ઇત્યાદિ અનેક પ્રકારે તે બન્ને પ્રકારના સુખમાં અત્યંત તફાવત છે. ૩૩.
મનની સ્વસ્થતાના સુખ પાસે ચક્રવર્યાદિકના વૈભવનું સુખ પણ તુચ્છ માત્ર છે, તે કહે છેन देवराजस्य न चक्रवर्तिन-स्तद्वै सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदाऽऽत्म-निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ३४
અર્થ:-(7) જે સુખ (વીતરાજી) રાગદ્વેષ રહિત તથા (1) નિરંતર (૩મરમનિષા) આત્મતત્ત્વના વિચારને વિષે જ તત્પર થયેલા (મુ), મુનિના (વિ)ચિત્તને વિષે (રિચાતાં) સ્થિરતાને (થાતિ) પામે છે, (ર) તે (હ) સુખ (વૈ) નિચે (ગુર) રાગ-દ્વેષથી યુક્ત એવા વડાચ વ) ઇંદ્રને હોતું નથી, તેમ જ ( વવત્તિના) ચક્રવતીને પણ () હોતું નથી. (મળે) એમ હું માનું છું.
વિશેષાર્થ:–આ સંસારમાં કેટલાક પ્રાણીઓ મેટી રાજદ્ધિ, સુખ, સભાગ્ય, સ્ત્રી-પુત્ર પરિવાર વિગેરેની પ્રાપ્તિવાળા મનુષ્યોને તેમજ ઇંદ્ર અને ચક્રવતી વિગેરેને જોઈને તેમને પરમ સુખી માને છે અને તેવું સુખ પ્રાપ્ત કરવા પોતે પણ ઈચ્છે છે પરંતુ જ્ઞાની કહે છે કે- હે ભવ્ય પ્રાણ ! ઇંદ્રાદિકનું સુખ પરને આધીન છે, ક્ષણિક છે અને ઉપાધિથી ઉત્પન્ન થયેલું છે, તેમ જ વાસ્તવિક રીતે વિચારતાં તે દુઃખ રૂપ જ છે, આવું સુખ આત્મનિષ્ઠ મુનિના સુખની પાસે અનંતમા ભાગે પણ નથી. કેમકે વિતરાગી આત્મનિષ્ઠ મુનિરાજને જ વાસ્તવિક સુખ હોય છે, અન્યત્ર તેવા સુખના બિદુને પણ સંભવ નથી. ૩૪.
વિચારશૂન્ય પ્રાણીને આ આત્મતત્ત્વ દૂર જતું રહે છે, તે કહે છે –