________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૮૩
દેતો) સુખની પ્રાપ્તિ માટે જ હોય છે; (તથા) તે પણ ( f) કોઈને () દુઃખ (વિનાશ ન તિ) વિનાશ પામતું નથી અને કોઈને () સુખ (રિથરત્વ) સ્થિરતાને (ા મત) પામતું નથી. તેથી આ પ્રયત્ન કરવા કરતાં નવા કર્મ ન બંધાય અને પૂર્વે બાંધેલા કર્મ ઉદયાદિકથી ભગવાઈને ક્ષીણ થઈ જાય, એવો પ્રયત્ન કરવો કે જેથી અવશ્ય દુ:ખનો વિનાશ થાય. બાકી પૂર્વકૃત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ સુખ–દુઃખ તે ભોગવવાં જ પડે છે, તેથી જે સાચા સુખની અભિલાષા હોય તે સુખનાં કારણે સેવવાં જોઈએ. જેમ બને તેમ કર્મબંધ અલ્પ થાય તેવા પરિણામમાં વર્તવું જોઈએ. તેમ કરવાથી સુખનો અનુભવ થશે. યદિ પૂર્વજન્મકૃત પાપના ઉદયથી દુઃખ જોગવવું પડશે તે તે પણ અલ્પ રસ આપશે અને અલ્પ કાળમાં સમાપ્તિ પામી જશે. પછી ફરીથી દુઃખ પામવાનો સમય નહીં આવે. આ હકીક્ત અક્ષરશ: હૃદયમાં ઉતારી સાચા સુખના સાચા સાધને સેવવા તત્પર રહેવું, એ સહૃદય મનુષ્યનું કર્તવ્ય છે. તે સિવાય માત્ર સુખની વાંછા જ કરવી તે તે ફાંફા છે. તેથી સાચા સુખનીઅવિચ્છિન્ન સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૧૬.
વિષયાદિ સુખ અનેક વાર પ્રાપ્ત થયું છે, તેથી તેમાં કાંઈ આશ્ચર્ય નથી, તે કહે છે – यत् कृत्रिमं वैषयिकादिसौख्यं, भ्रमन् भवे को न लभेत मर्त्यः। सर्वेषु तच्चाधममध्यमेषु, यद् दृश्यते तत्र किमद्भुतं च ॥१७॥
અર્થ() કૃત્રિમ એટલે ક્રિયાવડે બનેલું પુષ્પમાળા, ચંદન, સ્ત્રી વિગેરેનું (7) જે (વૈચાહિયં) પાંચ ઇંદ્રિયોના વિષય સંબંધી સુખ છે, તેને (મ) આ અનાદિ અનંત સંસારમાં (સ્ત્રન) અનાદિકાળથી ભ્રમણ કરતે () ક્યો (મત્સ્ય) મનુષ્ય ( ર ) ન પામી શકે? સર્વ પ્રાણ અનાદિ કાળથી ભવ ભ્રમણ કરતો અનંતવાર વૈષયિક સુખને પામ્યો જ છે. (તજ) વળી (ચત્ત) જે સુખ (સર્વેy) સર્વે (મધમમપુ) અધમ અને મધ્યમ મનુષ્યોમાં પણ (દરે ) દેખાય છે, (સત્ર) તેમાં (જિમદુત ર) શું આશ્ચર્ય છે? વૈષયિક સુખ અધમ અને મધ્યમને વિષે પણ દેખાય છે, તે પછી રાજાદિક ઉત્તમને વિષે દેખાય તેમાં તે કહેવું જ શું? અથૉત્ શબ્દાદિક અનિત્ય સુખની પ્રાપ્તિમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ ધર્મની પ્રાપ્તિમાં જ આશ્ચર્ય છે. ' વિશેષાર્થ –વૈષયિકાદિક કૃત્રિમ સુખ પણ અન્ય જનોની દષ્ટિએ જણાય છે, પરંતુ તે સુખવાળે તો અનેક પ્રકારે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર હોવાથી પિતાના આત્માને દુઃખી જ માને છે. પુત્ર, સ્ત્રી વિગેરે પણ અનેક જાતની ચિંતા કરાવનાર હોય છે. વ્યાપારાદિકમાં રેકાયેલું ધન પણ અનેક પ્રકારની ચિતા