________________
૨૭૪
પ્રકરણસંગ્રહ,
(૧) પ્રથમ વૈરાગ્ય કહ્યો તે વૈરાગ્ય ત્રણ પ્રકાર છે -૧ દુખગર્ભિત, ૨ મેહગભિત અને ૩ જ્ઞાનગર્ભિત. આ બાબત ન્યાયવિશારદ શ્રીયશોવિજયજી ઉપાયાયે પિતાના અધ્યાત્મસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે –
“તદ્વયં ત ટુ–નો જ્ઞાનાન્નયત ત્રિધા”
તે વૈરાગ્ય દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારે કહ્યો છે. તેમાં અનેક પ્રકારનાં શરીર સંબંધી, મન સંબંધી અને કુટુંબાદિક સંબંધી દુઃખે દેખીને સંસારના ક્ષણિક પદાર્થોથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્ય થવાથી જે કે તે જીવ સંસારને ત્યાગ કરે છે, તો પણ જ્યારે ચારિત્રમાં અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગોનું દુઃખ આવી પડે છે ત્યારે પાછી ગૃહસ્થાવાસની ઈચ્છા થાય છે; છતાં પણ આ વૈરાગ્યવાળો જે સર્વથા ગીતાર્થ ગુરુને આધીન રહે અને તેમના કહેવા પ્રમાણે જ આત્મસાધન કર્યા કરે છે તે પણ મોક્ષપદને સાધી શકે છે, પરંતુ તે અતિ દુષ્કર છે.
બીજે મેહગર્ભિત વૈરાગ્ય છે. તે સાધુઓને રાજાદિકે કરાતા આદર, માન, સત્કાર વિગેરે જેઈને થઈ શકે છે. તેવા વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કરીને રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવ વિગેરેમાં તે મગ્ન થાય છે, તેથી તેને મોક્ષસાધન દુર્લભ છે; છતાં સદ્દગુરુની પ્રેરણાથી જે તે પાછા વળીને સાચો વૈરાગ્ય ધારણ કરી, આત્મસાધનમાં તત્પર થાય તો તે પણ કેટલેક કાળે મોક્ષપદ સાધી શકે છે.
ત્રીજે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે કે જે સ્યાદ્વાદશૈલીથી સંસારનું વિકરાળ સ્વરૂપ યથાસ્થિતપણે જાણવાથી પ્રાપ્ત થાય છે. તે શીધ્રપણે સિદ્ધિપદને આપી શકે છે.
(૨) બીજા જ્ઞાની ગુરુનું લક્ષણ શાસ્ત્રકારે આ પ્રમાણે બતાવ્યું છે કે-જેને આત્મસ્વભાવરૂપ નૈઋયિક ધર્મ તથા તેને પ્રગટ કરવાના સાધનભૂત અનેક પ્રકારના અનુષ્ઠાનેરૂપ વ્યવહાર ધર્મની જાણ હાય, વ્યવહાર અને નિશ્ચય અને પ્રકારના ધર્મને સેવનાર હોય, ધર્મમાં સદા તત્પર હોય અને હમેશાં પ્રાણીઓને ધર્મતત્ત્વને ઉપદેશ કરનાર હોય. કહ્યું છે કે
“ धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः ।
सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ॥” અથ–“(જ્ઞિક ) જે ધર્મને જાણનાર હોય, (ધર્મવાર્તા) ધર્મક્રિયાને કરનાર હોય, (૨) અને (રા) સર્વદા (ધર્મપરાયણ) ધર્મમાં તત્પરમગ્ન હાય તથા (રો) પ્રાણીઓને (ધર્મશાસ્ત્રાર્થરાજ ) ધર્મશાસ્ત્રના અર્થને ઉપદેશ કરનાર હોય, તેવા જ્ઞાની (મુ) ગુરુ (૩ ) કહેવાય છે.”