________________
२६८
પ્રકરણસંગ્રહ.
માનસર) ઉત્તરમાં પ્રચુરતમ જળ છે, કારણ કે તે દિશાએ માનસ સરોવર સંખ્યાતા જન કોટાકોટી પ્રમાણ છે, તેથી ત્યાં જળ ઘણું છે. જળ પ્રમાણે બીજા છએ પ્રકારના જીવોનું અ૫બહુ સમજવું.
(કપુપાકુદવા) દક્ષિણ, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશાએ પૃથ્વીકાય છે અનુક્રમે વધતા વધતા છે. તેનું કારણ કહે છે-દક્ષિણમાં ચાળીશ લાખ ભવનપ'તિના ભવને વધારે છે તેથી પિલાણ ઘણું હેવાથી પૃથ્વીકાય જીવો થડા છે. ઉત્તરમાં તેટલા ભવને ઓછા હોવાથી પિલાણ ઓછું છે તેથી પૃથ્વીકાય છે પ્રચુર છે. પૂર્વમાં ચંદ્રના અસંખ્યાતા દ્વીપ હોવાથી પૃથ્વીકાય છે પ્રચુરતર છે અને પશ્ચિમમાં અસંખ્યાતા સૂર્યના દ્વીપ ઉપરાંત તમદ્વીપ વિશેષ હોવાથી પૃથ્વીકાય જીવો પ્રચુરતમ છે.
(તેજ જમા) તેજસ્કાય છેદક્ષિણ અને ઉત્તરમાં ભરત ઐરાવત ક્ષેત્ર સરખા હોવાથી સરખા છે. તે બે દિશામાં કેઈક જ વખત તેઉકાયને સદ્દભાવ હોય છે, બાકી ઘણે કાળ યુગલિક હોવાથી તે બે દિશામાં બાદર તેઉકાયને અભાવ હોય છે તેથી થોડા કહ્યા છે. પૂર્વદિશામાં તેઉકાય બહુતર હોય છે, કારણ કે તે બાજુ પાંચ મહાવિદેહમાં સદેવ તેને સદ્દભાવ છે. પશ્ચિમ દિશામાં બહુતમ છે, કારણ કે તે તરફ અધોગ્રામ હોવાથી અને એક હજાર
જન ઉડાણ હોવાથી ભૂમિ પ્રચુર છે તેથી ગામે પણ ઘણા છે તેથી તેઉકાયની પ્રચુરતા છે.
(ફૂપવાનું વાક) પૂર્વ દિશામાં વાયુકાય થોડા છે. પોલાણ ઓછું હોવાથી પશ્ચિમમાં (મહુવામા )અર્ધગ્રામ હોવાને લીધે પિલાણ વધારે લેવાથી વાયુકાય જ પ્રચુર છે. ઉત્તર દિશામાં ભવનપતિના ભવને હોવાથી પિલાણ વધારે છે તેથી વાયુકાય પ્રચુરતર છે અને (વાહિ ) દક્ષિણમાં ચાળીશ લાખ ભવનપતિના ભવને ઉત્તર કરતાં વધારે હોવાથી (શુતિ) પિલાણ વધારે હોવાને લીધે વાયુકાય જીવો પ્રચુરતમ છે.
(આ પ્રકરણની અવચરીને આધારે આ અર્થ લખેલે છે.)
છે ઈનિ લવૂલ્પબદુત્વ પ્રકરણ સાથે સમાસ