________________
૨૧૮
પ્રકરણસંગ્રહ.
વિવેચન –એક સૂક્ષમ નિગોદ અસંખ્યાત આકાશપ્રદેશરૂપ અંગુલના અસંખ્યાતમાં ભાગને સ્પશીને રહેલી છે. તેટલા જ ક્ષેત્રમાં એટલે તેટલી જ અવગાહનાવાળી ત્યાં બીજી અસંખ્યાતી સૂક્ષમ નિગોદે રહેલી છે. તે જ ક્ષેત્રમાં એક એક પ્રદેશની વૃદ્ધિ-હાનિવડે બીજી અસંખ્યાતી નિગોદરૂપ અસંખ્યાત ગેળાઓ છએ દિશામાં વિવક્ષિત સૂમ નિગોદને અવગાહે છે. વળી તે જ ક્ષેત્રમાં બાદર નિગદ રહેલ હોય તે તથા બાદર નિગોદમાંથી નીકળી બાદર નિગોદમાં અથવા સૂમ નિગોદમાં ઉત્પન્ન થનાર છે તેમ જ સૂમ પૃથ્વીકાયાદિક ત્યાં રહેલા અને ભવાંતરને વિષે વિગ્રહગતિથી અગર અજુગતિથી જતા જેના આત્મપ્રદેશો વિવક્ષિત ક્ષેત્રને અગવાહે તેને તાત્ત્વિક ઉત્કૃષ્ટ પદ જાણવું છે ૧૧
હવે ગેળાદિકનું પરિમાણ કહે છે – गोला य असंखिज्जा, हुंति निगोया असंखया गोले । इकिको य निगोओ, अणंतजीवो मुणेयवो ॥ १२ ॥
અર્થ:–જોહા જ અલવિઝા) વળી ગેળા અસંખ્યાતા છે. (જો) એક એક ગેળામાં ( અહંતા ) અસંખ્યાતી ( નિજો ) નિગોદ ( હૃતિ ) છે; ( ૪ નિગ) તથા એક એક નિગોદમાં (અવંતીવો) અનંતા જીવો છે એમ (કુ ) જાણવું.
વિવેચન–ગોળાઓ અસંખ્યાતા છે. ચૌદ રાજલકમાં હોવાથી. એક એક ગાળામાં અસંખ્યાતી નિગોદ એટલે શરીરો છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગેને એક ગોળ બને છે. વળી એક એક નિગોદમાં અનંતા જીવે છે. આ અનંતું સિદ્ધના જીવોના અનંતાથી અનંતગણું છે, કારણ કે એક નિગદને અનંતમે ભાગ મેક્ષે ગયેલ છે, એવું શાસ્ત્રનું વચન છે. જે ૧૨ એ
હવે જીવના પ્રદેશનું પરિમાણ કહે છે અને નિગોદમાં રહેલા જીવની અને ગોળાની અવગાહના કહે છે--
लोगस्स य जीवस्स य, हुंति पएसा असंखया तुल्ला । अंगुलअसंखभागो, निगोयजियगोलगोगाहो ॥ १३ ॥
અર્થ:-( રણ જ લીવર ) કાકાશના અને એક જીવના (Yપસા) પ્રદેશ (બંણા) અસંખ્યાતા (સ્તુતિ) છે અને (1) તુલ્ય છે. (નિજો - લિયો નો પો) નિગોદના જીવની અને ગળાની અવગાહના (ગુઢારંવમા) અંગુલના અસંખ્યાતમા ભાગની છે.