________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૫૫ ૨ સ્ટિક—ઉત્સર્પિણી અને અવસર્પિણ કાળના ત્રીજા અને ચોથા આરાને વિષે આઠ આઠ સમય સુધી સિઝે અને બાકીના આરામાં ચાર ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૩ તિ –દેવગતિથી આવેલા આઠ સમય સુધી સિઝે, બાકીની ગતિમાંથી આવેલા ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૪ વિદ્યારે–પુરુષવેદી આઠ સમય સુધી અને સ્ત્રી તથા નપુંસકવેદી ચાર સમય સુધી સિઝે. પુરુષવેદમાંથી આવી પુરુષવેદમાં ઉપજ્યા હોય તે ભાંગાવાળા આઠ સમય સુધી સિઝે, બાકીના આઠ ભાંગાવાળા ચાર ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
પતી -તીર્થકર અને તીર્થકરીના તીર્થમાં, અતીર્થકર સિદ્ધ (તીર્થકર થયા સિવાયના) ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિઝે. તીર્થકર અને તીર્થકરી બે સમય સુધી નિરંતરપણે સિઝે.
૬ &િાદ–સ્વલિંગે આઠ સમય, અન્ય લિગે ચાર સમય અને ગૃહસ્થલિગે બે સમય સુધી નિરંતર સિઝે.
૭ રાત્રિા –તે ભવમાં પૂર્વે પરિહારવિશુદ્ધિ ચારિત્ર અનુભવનાર ચાર સમય સુધી, બાકીના ચારિત્રવાળા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૮ યુદ્ધકાર–સ્વયંબુદ્ધ બે સમય સુધી, બુદ્ધબદ્ધિત આઠ સમય સુધી, પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધિબેધિત સ્ત્રી અને પુરુષ સામાન્ય ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૯ શાનો-મતિ, શ્રુત જ્ઞાની બે સમય સુધી, મતિ, શ્રત અને મન:પર્યવજ્ઞાની ચાર સમય સુધી, મતિ, શ્રુત અને અવધિજ્ઞાની તથા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્ય. વજ્ઞાની આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૦ અ નાદ—ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનાવાળા બેબે સમય સુધી, મૂવમધ્યવાળા ચાર સમય સુધી અને મધ્યમ અવગાહનવાળા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૧ ૩દ્વા –સમ્યક્ત્વથી પડેલા બે સમય સુધી, સંપ્રખ્યાત કાળથી સમ્યક્ત્વથી પડેલા તથા અસંખ્યાત કાળથી સમ્યક્ત્વથી પડેલા ચાર સમય સુધી અને અનંતકાળથી સમ્યત્વથી પડેલા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૨ થી ૧૫ સુધીના અંતરાદિ ચાર દ્વારા અહીં ઘટે નહિં. એવી રીતે પાંચમું કાળદ્વાર કહ્યું. હવે મૂળ છઠું અંતર દ્વાર કહે છે