________________
શ્રી ધર્મ સંગ્રહ,
तिशयाः प्रकाश्यते । तत्र पूर्वार्द्धन पूजातिशयः । (५) तत्वज्ञमित्यनेन ज्ञानातिशयः । तत्वं सकलपर्यायोपेतसकलवस्तुस्वरुपं जानातीति व्युत्पत्तेः । तत्वदेष्टार मित्यनेन तु वचनातिशयः तत्त्वं दिशतीति व्युत्पत्तिसिद्धः। (६) जिनोत्तम मित्यनेन च अपायापगमातिशयः अपायभूतादिरागादयस्तदपगमनेन भगवतः स्वरूपलाभः स च जयति रागद्वेपमोहरूपांतरंगान् રિપૂનિતિ શબ્દાર્થ સિદ્ધરા (૭)
तदेवं चतुरतिशयप्रतिपादनद्वारेण भगवतो महावीरस्य पारमार्थिकी स्तुति रभिहिता इति भावः इति श्लोकयुग्मार्थः । (८)
अथ धर्मपदवाच्यमाह। वचनादविरुद्धा घदनुष्टानं यथोदितम् । मैत्र्यादिभावसंमिनं तद्धर्म इति कीर्त्यते ॥ ३ ॥
તેવા વીરને પ્રણામ કરીને એટલે ઉત્કર્ષથી ભાવપૂર્વક મન, વચન, કાયાથી નમસ્કાર કરીને (હું આ ધર્મસંગ્રહ ગ્રંથ રચું છું )એ સંબંધ છે. અહીં બીજા શ્રી મહાવીર પ્રભુનાં વિશેષણ કે જે ખરેખર તેના અર્થને પ્રતિપાદન કરનારાં છે, તે વિશેષણોથી ભગવંતના ચાર અતિશયો પ્રકાશિત કરેલા છે. તેમાં પ્રથમના અર્ધ શ્લોકથી પૂજાતિશય બતાવ્યો છે. (૫) તત્વજ્ઞ એ વિશેષણથી જ્ઞાનાતિશય દર્શાવેલ છે. કારણ કે, તત્વ એટલે સર્વ પર્યાયવાળી સર્વ વસ્તુએનું સ્વરૂપ તેને જાણે તે તત્વજ્ઞ એવી વ્યુત્પત્તિ થાય છે. તત્વદેશ એ વિશેષણથી વચનાતિશય જણાવ્યો છે. તેની વ્યુત્પત્તિ એવી સિદ્ધ થાય છે કે, તત્વને ઉપદેશ કરે તે તત્વષ્ટા કહેવાય. (૬) જિનેત્તમ એ વિશેષણથી અપાયાપગમ નામે અતિશય બતાવ્યો છે. અપાય એટલે વિદ્વરૂપ એવા પ્રથમના રાગાદિ તેમને અપગમ એટલે નાશ કરવાથી ભગવંતને પિતાના સ્વરૂપને લાભ થાય છે. તે લાભ, જિન એટલે રાગ, દ્વેષ, મોહરૂપ અંતરના શત્રુઓને છતે તે જિન કહેવાય, એ શબ્દાર્ચ ઉપરથી સિદ્ધ થાય છે. (૭) .
એવી રીતે ચાર અતિશયનું પ્રતિપાદન કરી તે દ્વારા ભગવાન શ્રી મહાવીર પ્રભુની ખરેખરી પારમાર્થિક-સત્ર-સ્તુતિ કરવામાં આવી છે. એ બે શ્લોકનો અર્થ કહે. (૮)