SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ अहवा घणसंघाया, खणेण पवणाहया विलिज्जति । झाणपवणावहूआ, तह कम्मघणा विलिज्जति ॥१॥ ભાવાર્થ - “અથવા જેમ પવનથી હણાયેલો મેઘસમૂહ એક ક્ષણમાત્રમાં વીંખાઈ જાય છે (નાશ પામી જાય છે), તેમ ધ્યાનરૂપી પવનથી હણાયેલો કર્મરૂપી મેઘ ક્ષણમાત્રમાં વેરાઈ જાય હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત નિમિત્તો ધ્યાનને અનુસાર જ ફળ આપે છે. તે વિષે કહ્યું છે કે - प्रशस्तकारणानि स्युः, शुभानि ध्यानयोगतः । अनर्हाण्यपि तान्येव, अनर्हध्यानपुष्टितः ॥१॥ अप्रशस्तनिमित्तानि, शुभानि ध्यानशुद्धितः । तद्रूपाणि भवन्त्येव, अशुभाश्रवसंश्रयात् ॥२॥ ભાવાર્થ: - “શુભ ધ્યાનના યોગથી પ્રશસ્ત એવાં કારણો શુભ થાય છે અને તે જ કારણો અશુભ ધ્યાનની પુષ્ટિથી અશુભ (અયોગ્ય) પણ થાય છે. તેમ જ ધ્યાનની શુદ્ધિથી અપ્રશસ્ત નિમિત્તો શુભ થાય છે અને અશુભ આશ્રવનો આશ્રય કરવાથી તે જ કારણો અશુભ થાય છે.” આ બે શ્લોકોનું તાત્પર્ય એવું છે કે શ્રી જિનેશ્વરના મતમાં જેટલા સુકૃત્યોના પ્રકારો છે, તે સર્વે જો કે મુક્તિના હેતુઓ છે, પરંતુ તે સત્કૃત્યો શુભધ્યાનસંયુક્ત હોય તો જ મુક્તિના કારણ છે, નહિ તો મુક્તિના કારણ નથી. તે ઉપર ઘણા વખત સુધી ચારિત્રનું આરાધન કરનાર અંગારમદક નામના આચાર્યનું દષ્ટાંત સ્વયમેવ જાણી લેવું અને શુભ ધ્યાન સતે સ્ત્રી ધનાદિક જે કાંઈ ભાવવૃદ્ધિના કારણભૂત છે તે પણ મુક્તિના કારણે થાય છે. કહ્યું છે કે - अहो ध्यानस्य माहात्म्यं, येनैकापि हि कामिनी । - અનુપ વિરાખ્યાં , ગવાય શિવાય ચ | ભાવાર્થ:- “અહો ! ધ્યાનનું કેવું માહાભ્ય છે કે જેથી એક જ સ્ત્રી અનુરાગ અને વિરાગે કરીને ભવને માટે તથા મોક્ષને માટે થાય છે, એટલે અનુરાગથી ભવને માટે થાય છે અને વિરાગથી મોક્ષને માટે થાય છે.” સૂત્રમાં પણ કહ્યું છે કે - जे जित्तिआ य हेऊ, भवस्स ते चेव तित्तिआ मुक्खे। गुणगणाईआ लोगा, दुण्हवि पुन्ना भवे तुल्ला ॥१॥ ભાવાર્થઃ- “જે જેટલા સંસારના હેતુ છે તે જ તેટલા મોક્ષના હેતુ છે. ગુણ ગણાતીત લોકમાં બંને પૂર્ણ છે અને સરખા જ છે.”
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy