________________
૫૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ થઈને યથેચ્છ રીતે બાળકોની સાથે ક્રીડા કરવા લાગી. છેવટે પાક્ષિક અનશનથી કાળ કરીને પ્રથમ સ્વર્ગમાં દેવીપણે ઉત્પન્ન થઈ.
એકદા તે સુભદ્રાદેવી શ્રી મહાવીર સ્વામીને વાંદવા માટે સર્વ સમૃદ્ધિ સહિત આવી, ત્યાં પણ પૂર્વના અભ્યાસથી તેમ જ બાળક પરના રાગથી ઘણા બાળકો વિકર્વીને નાટક કરી તે પોતાના. વિમાનમાં ગઈ. તેના ગયા પછી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે “હે ભગવન્! આ દેવીએ ઘણા બાળકોને શા માટે વિકુવ્યં?” જિનેશ્વરે કહ્યું કે “હે ગૌતમ ! એ બહુપુત્રિકા નામની દેવી છે. તેણે પૂર્વભવના અભ્યાસના વશથી અહીં પણ બાળકો વિદુર્ભા હતાં, શક્રેન્દ્રની સભામાં પણ તેણે નૃત્ય કરતી વખતે ઘણાં બાળકો વિદુર્ભા હતાં, તેથી તે દેવી બહુપુત્રિકા નામથી પ્રસિદ્ધ થઈ છે.” તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂક્યો, એટલે સ્વામીએ સર્વ વૃત્તાન્ત કહ્યો, ગૌતમસ્વામીએ “હવે પછી તે ક્યાં જશે?” એવો પ્રશ્ન કર્યો, ત્યારે પ્રભુ બોલ્યા કે “એ દેવી ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વિંધ્યાચળ પર્વતની સમીપે વેભેલ નામના સન્નિવેશમાં સોમા નામે કોઈ બ્રાહ્મણની રૂપવતી પુત્રી થશે, તેને કોઈ રાષ્ટ્રકુટ નામનો દ્વિજ પરણશે, ત્યાં તેને યુગલ સંતાન ઉત્પન્ન થશે, એમ દર વર્ષે બબે સંતતિ ઉત્પન્ન થતાં સોળ વર્ષમાં બત્રીશ પુત્રપુત્રીનો સમુદાય થશે. બાળકોમાં કોઈ તેની પીઠ ઉપર અને કોઈ માથા ઉપર ચડી જશે, કોઈ પ્રહાર કરશે, કોઈ ખાવાનું માગશે, કોઈ ઉત્સંગમાં મૂત્રાદિક કરશે, એમ રાત્રિ-દિવસ પુત્રોનાં દુઃખથી પીડા પામીને ઘણો ઉદ્વેગ પામી સતી મનમાં વિચાર કરશે કે “મારા કરતાં વંધ્યા સ્ત્રી શ્રેષ્ઠ છે, કે જે સુખે રહે છે અને નિરાંતે નિદ્રા લે છે.” પછી એકદા સાધ્વીના સંઘાડાને પ્રતિલાભતાં તેને જાતિસ્મરણ ઉત્પન્ન થશે, તેથી પોતાનો પૂર્વભવ જાણીને તે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરશે. પછી એકાદશ અંગનો અભ્યાસ કરી સર્વ જનોની સમક્ષ પોતાના પૂર્વભવનું ચરિત્ર પ્રગટ કરી અંતે એકમાસના અનશનથી કાળધર્મ પામીને બે સાગરોપમના આયુષ્યવાળો દેવ થશે, ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે.
“સુભદ્રા સાધ્વી સ્વાધ્યાયાદિક ક્રિયામાં પ્રવર્તતાં છતાં પણ બાળકોને જોઈને તેના પરના મોહથી ક્રિયામાં શિથિલ થઈ, તો તેનું ફળ બીજા મનુષ્યભવમાં પામીને પછી તેની આલોચના કરી પ્રાંતે મુક્તિ પામી.”
૨૯૬ ધ્યાન નામનો અગિયારમો તપાચાર सिद्धाः सिध्यन्ति सेत्स्यन्ति, यावन्तः केऽपि मानवाः । ध्यानतपोबलेनैव, ते सर्वेऽपि सुभाशयाः ॥१॥