SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ moc ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ બંને છેડે ઊભી રહેલી પોતાની બે સ્ત્રીઓ પાસે જ્યારે જ્યારે જતો ત્યારે ત્યારે કુચમર્દન તથા અધરચુંબનાદિ કરતો હતો. તેની આ પ્રમાણેની ચેષ્ટા માર્ગે જતા કોઈ મુનિએ જોઈ એટલે તે ઊભા રહ્યા. તે વખતે વણકર મુનિને કહ્યું કે : “હે સાધુ! તમે શું જુઓ છો? આવું સુખ તમે ક્યાંય જોયું છે? તમારે તો સ્વપ્નમાં પણ આવું સુખ ક્યાંથી હોય?” આ પ્રમાણે અભિમાનવાળું તેનું વચન સાંભળીને મુનિએ અવધિજ્ઞાનનો ઉપયોગ દીધો. તેથી તે વણકરનું માત્ર એક ક્ષણનું જ આયુષ્ય બાકી રહેલું જોઈને તેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે : “હે ભદ્ર! કેટલી વખત જીવવા માટે આવી કામચેષ્ટા કરે છે? તારું આયુષ્ય તો હમણાં જ પૂર્ણ થવાનું છે.” તે સાંભળીને વણકર ભય પામીને બોલ્યો કે : “ત્યારે તમે મને કાંઈ પણ જીવવાનો ઉપાય કહો.” પછી મુનિએ તેને નવકાર મંત્ર આપ્યો. તે મંત્રને એકવાર ગણીને તેનું પરાવર્તન કરતો તે મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. પોતાના પતિનું અકસ્માત મૃત્યુ જોઈને તેની સ્ત્રીઓએ મુનિને કલંક ચડાવ્યું કે “તમે મારા સ્વામીને મૂઠ વગેરે પ્રયોગથી મારી નાંખ્યો.” મુનિએ તેમને ઘણો ઉપદેશ તથા શિખામણ આપી, પણ તે સ્ત્રીઓએ પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં અને ગામના લોકોને ભેગા કરી મુનિને કલંક આપવા લાગી. મુનિ પણ તે દેવના આગમનની રાહ જોતા ત્યાં જ ઊભા રહ્યા. એટલામાં તે વણકર દેવ પોતાના ગુરુના ઉપકારનું સ્મરણ થતાં તત્કાળ ત્યાં આવ્યો અને ગામના લોકોને તથા પોતાની સ્ત્રીઓને સર્વ વૃત્તાંત કહીને તેમની શંકા દૂર કરી, ગુરુને નમી તથા સ્તવીને સ્વર્ગે ગયો. ચોથો અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા એટલે સ્ત્રાર્થનો મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં ધ્યાન કરવું તે. કાયોત્સર્ગાદિકમાં અને અસ્વાધ્યાયને દિવસે મુખે પરાવર્તન થઈ શકે નહીં, માટે તે વખતે અનુપ્રેક્ષા વડે જ શ્રુતસ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તન કરતાં અનુપ્રેક્ષા અધિક ફળદાયી છે, કેમકે અભ્યાસના વશથી મનનું શૂન્યપણું છતાં પણ મુખ વડે પરાવર્તન થઈ શકે છે અને અનુપ્રેક્ષા તો મન સાવધાન હોય ત્યારે જ થઈ શકે છે. મંત્રની આરાધના વગેરેમાં સ્મરણ (અનુપ્રેક્ષા) થી જ વિશેષ સિદ્ધિ થાય છે. કહ્યું છે કે – संकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । ૌનગાનાન: શ્રેષ્ઠ, કાપ: જ્ઞાષ્ય: પર: પર: આશા ભાવાર્થ - “ઘણા માણસોમાં રહીને જાપ કરવો તે કરતાં એકાંતે કરવો તે શ્રેષ્ઠ છે, તેમાં પણ મુખથી બોલીને કરવા કરતાં મૌન ધારણ કરીને કરવો તે શ્રેષ્ઠ છે, મૌન જપ કરતાં પણ મનથી જાપ કરવો તે શ્રેષ્ઠ છે. એવી રીતે ઉત્તરોત્તર જપ વખાણવા લાયક છે.” વળી સંલેખના, અનશન વગેરે કરવાથી બહુ ક્ષીણ શરીરવાળા થઈ જવાને લીધે પરાવર્તનાદિક કરવાની શક્તિ જ્યારે રહેતી નથી ત્યારે અનુપ્રેક્ષાએ કરીને જ પ્રતિક્રમણ વગેરે નિત્યક્રિયા થાય છે અને તેથી જ ઘાતકર્મનો ક્ષય થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ને પ્રાંતે
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy