________________
આ. રાજશેખરસૂરિજી મ. ગુરુની સાથે પડછાયાની જેમ રહ્યા. એક દિવસ પણ ગુરુથી છુટા પડેલ નહિ. સં. ૨૦૬૫ નું ચોમાસુ ગુરુમહારાજની નિશ્રામાં ભાયંદર મુકામે કર્યું. શાંત સુધારસ ગ્રંથના આધારે અભુત વ્યાખ્યાનો આપ્યા. હજારોની મેદની આવતી. સ્તવનસઝાયોમાં તો તેમની માસ્ટરી હતી. પ્રતિક્રમણમાં તેઓશ્રી સ્તવન-સઝાય પ્રકાશે ત્યારે મોટી સંખ્યામાં આવેલ ભાવુકવર્ગ ડોલવા લાગે. સરલતા-સહજતા-પરોપકારીતા-વિચક્ષણતા આદિ ગુણો જોઈ ધન્યતાનો અનુભવ થાય. ગુરુકૃપાએ જૈન મ્યુઝીયમની સ્થાપના કરી. તે આજે કરોડોમાં પણ ન થઈ શકે. તેમની કલ્પના બુદ્ધિ પણ અચરજ પમાડે તેવી હતી. ગુરુકૃપાથી દાદાગુરુની સ્મૃતિમાં શ્રી પિયૂષપાણિ પાર્શ્વનાથ તીર્થધામ નામનું મહાન તીર્થ મુંબઈ (દહીંસર પાસે)માં સ્થાપન કર્યું. જે આખા દેશમાં પ્રસિદ્ધ છે.
પર મા છેલ્લા ચોમાસામાં ભાયંદર મુકામે હજારો શ્રાવકોની પર્ષદામાં વ્યાખ્યાન આપતા. ૪૫ આગમની તપશ્ચર્યાની ક્રિયા કરાવતા તેમજ પ્રતિક્રમણમાં સ્તવનો સઝાયથી સહુને ડોલાવતા. આમ ભાયંદર મુકામે તેઓશ્રી સહુના વહાલા થયા. તેઓ કલા મર્મજ્ઞ દિર્ઘદષ્ટા અને સમય આવે સહુને સાચવી લેનાર હતા. તેઓશ્રીને એકાદ વરસથી સામાન્ય હાર્ટની તકલીફ હતી. ડૉક્ટરે કહેલું બહુ ચિંતા જેવું નથી દવા લેજો ને સાચવજો.
પણ આશો સુદ ૧૩ ના વિજય મુહૂર્તે તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની પાલખીને શ્રી પીયુષપાણિ તીર્થમાં લઈ જવાઈ. ૨૫ હજાર માણસ સાથે હતું ને પાંચ હજાર માણસો તો વરસતા વરસાદે પીયુષપાણિમાં પહોંચી ગયેલ. જય જય નંદા, જય જય ભદાના જયઘોષપૂર્વક શેઠ શ્રી રતિલાલ જેઠાભાઈ સલોત પરિવારે સારો એવો ચઢાવો બોલી અગ્નિદાહનો લાભ લીધો.
રાજેશ્વર રાજશેખરસૂરિજી સદેહે આપણી સાથે નથી, પણ તેમને આરંભેલ કાર્યો આપણે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાના છે.
- આચાર્ય શ્રી વિશાલસેનસૂરિ (વિરાટ)