SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે सयमेव उग्गह जायणे घडे, मइमं निसम्म स भिक्खु उग्गहं । अन्नविय भुंजिय पाणभोयणं, जाइत्ता साइंमियाण उग्गहं ॥३॥ - શબ્દાર્થ ઃ- “સાધુ પોતાની જાતે જ 'અવગ્રહની યાચના કરે, પછી મતિમાન એવો તે સાધુ (યોગ્ય) ચેષ્ટા કરે, અવગ્રહની આજ્ઞા સાંભળીને તેમાં રહે, પાન અને ભોજન આજ્ઞા લઈને કરે, તથા સાધર્મિક પાસે અવગ્રહની યાચના કરીને નિવાસ કરે.” વિસ્તરાર્થ :- બીજાની સાથે કહેવડાવ્યા વિના પોતે જ સાધુ ભગવંતની આજ્ઞા પ્રમાણે ઈન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધર્મિકના ભેદવાળા પાંચ પ્રકારના અવગ્રહની યાચના કરે, અન્ય માણસ પાસે યાચના ન કરાવે, કારણ કે જે સ્વામી ન હોય તેની પાસે યાચના કરી હોય ને ખરા સ્વામી પાસે યાચના ન કરી હોય તો પરસ્પર વિરોધાદિક દોષો પ્રાપ્ત થાય છે (૧). પછી તે આજ્ઞા લીધેલા અવગ્રહમાં તૃણાદિક ગ્રહણ કરવા માટે મતિમાન સાધુ ચેષ્ટા એટલે યત્ન કરે, અર્થાત્ અવગ્રહ આપનારનું આજ્ઞાવચન સાંભળીને તૃણાદિક પણ વાપરે, આજ્ઞા વિના વાપરે તો અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય (૨). તથા સાધુ સર્વદા અવગ્રહની સ્પષ્ટ મર્યાદાપૂર્વક યાચના કરે, અર્થાત્ સ્વામીએ એકવાર અવગ્રહ આપ્યા છતાં પણ વારંવાર મારું વગેરે પરઠવવાના કાર્યમાં અવગ્રહની યાચના કરે (૩). ગુરુ વગેરેની આજ્ઞા લઈને પાન-ભોજન વગેરે વાપરે, અર્થાત્ જે કાંઈ ચીજ વાપરવી તે સર્વ ગુરુની આજ્ઞાપૂર્વક જ વાપરવી જોઈએ, નહિ તો અદત્ત ભોગવ્યાનો દોષ લાગે છે (૪). સરખા ધર્મનું જે આચરણ કરે તે સાધર્મિક કહેવાય છે, અર્થાત્ એક જ શાસનમાં વર્તનારા સંવેગી સાધુઓએ પ્રથમથી તે સ્થાન યાચનાપૂર્વક ગ્રહણ કરેલું હોય તે તેમની પાસેથી માસ વગેરે અવધિનું તથા પંચકોશાદિ ક્ષેત્રનું માન કરીને રહેવા માટે માગી લેવું, તેમની આજ્ઞાથી જ ઉપાશ્રય વગેરે સર્વ ગ્રહણ કરવું, નહિ તો અદત્તનો ભાંગો લાગે છે. હવે ચોથા બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે ઃ आहारगुत्ते अविभूसियप्पा, इत्थि न निज्झाय न संथवेज्जा । बुद्धे मुणी खुद्दकहं न कुज्जा, धम्माणुपेही बंभचेर संध ॥४॥ ભાવાર્થ :- “આહારની ગુપ્તિ કરે, પોતાના દેહને અવિભૂષિત રાખે, સ્ત્રીને જુએ નહીં, સ્ત્રીની પ્રશંસા અથવા પરિચય કરે નહીં અને બુદ્ધિમાન મુનિ ક્ષુદ્રકથા કરે નહીં, તો તે ધર્માનુપ્રેક્ષી મુનિ બ્રહ્મચર્યને બરાબર ધારણ કરે છે એમ જાણવું.” વિસ્તરાર્થ ઃ- આહારની ગુપ્તિ રાખવી, એટલે સ્નિગ્ધ ભોજન કરવું નહીં. તેમજ અતિમાત્ર ભોજન કરવું નહીં, કેમકે તેથી ધાતુ પુષ્ટ થવાથી વેદનો ઉદય થાય અને તેથી કરીને કદાચ બ્રહ્મચર્યનું ખંડન પણ થાય (૧). અવિભૂષિતાત્મા એટલે શરીરને સ્નાન વિલેપન વગેરે વિવિધ ૧. ઉપાશ્રય વગેરેની.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy