SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ૨૯૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ મરણના તથા જન્મના સૂતકવાળાને ઘેર જમવું નહીં. અજાણતાં ખવાયું હોય તો એક ઉપવાસ કરીને મૂળ મંત્રનો એક હજાર જાપ કરવો. જાણીને ભોજન કર્યું હોય તો ત્રણ ઉપવાસ કરીને ત્રણ હજાર જાપ કરવો. પોતાને જ ઘેર સૂતક આવ્યું હોય તો સૂતકી માણસનો સ્પર્શ તજી દેવો અને જુદી રસોઈ કરાવીને જમવું, નહિ તો પ્રતિક્રમણ, દેવપૂજા વગેરે નિત્યકર્મની હાનિ થાય છે, ધર્મમાં સ્થિત રહેલા, ક્રિયામાં આસક્ત, જ્ઞાનવાળા અને વ્રતવાળાએ સૂતકમાં પણ નિત્યકર્મની હાનિ કરવી નહીં, અર્થાતુ પ્રતિક્રમણ દેવપૂજાદિ કર્યા વિના રહેવું નહીં. કોઈ માણસ નિત્યકર્મ કરતો ન હોય અને પ્રમાદથી (અજાણતાં) સૂતકનો સ્પર્શ કરે, અથવા સમુદાય માટે રાંધેલા અનાજનું ભોજન કરે તો એક ઉપવાસ અને હજાર જાપથી તે શુદ્ધ થાય છે; પણ જો જાણીને સ્પર્ધાદિક કર્યું હોય તો તેથી ત્રણ ગણું પ્રાયશ્ચિત્ત કરવું. એક દિવસની પૂજાનો લોપ થયો હોય તો મૂળ મંત્રનો દશ હજાર જાપ કરવો અથવા ઉપવાસ કરીને એક સો વાર જાપ કરવો.” આ પ્રમાણે મુનિએ કહેલો પ્રાયશ્ચિત્તનો વિધિ સાંભળીને રાજાએ તરત જ શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય કરાવી તેમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની કાંચનમય મૂર્તિ સ્થાપના કરી અને હંમેશા તેની ભક્તિપૂર્વક પૂજા કરવા માંડી. તેના પ્રભાવથી અનુક્રમે રાજાનો સર્વ વ્યાધિ નષ્ટ થયો. પાલણપુરના પ્રહલાદ નામના રાજાએ ભક્તિ વડે જે પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માપણ કર્યું તે મૂર્તિના સ્નાત્રનું જળ અન્ય રાજાને પણ પામા (ખસ) વ્યાધિનો નાશ કરનાર થયું. પ્રલાદન નામના ચૈત્યમાં બિરાજેલા પ્રફ્લાદન નામના પાર્શ્વનાથસ્વામી ચંદ્રની જેમ પ્રાણીઓને પ્રફ્લાદ (હર્ષ) કરનારા થવાથી જગતમાં સાર્થક નામવાળા થયા છે.” ૩૫૬ ધર્મનું મહાભ્ય जिनधर्म समाराध्य, भूत्वा विभवभाजनम् । प्राप्ताः सिद्धिसुखं ये ते, श्लाघ्या मंगलकुंभवत् ॥१॥ ભાવાર્થ - “જિનધર્મનું આરાધન કરીને સર્વ સંપત્તિનું સ્થાન થઈ જેઓ સિદ્ધિ સુખને પામ્યા છે તેઓ મંગળકળશની જેમ પ્રશંસા કરવાને યોગ્ય છે.” મંગળકુંભનું દૃષ્ટાંત ઉજ્જયિની નગરીમાં વૈરિસિંહનામે રાજા હતો. તે નગરીમાં ધનદત્ત નામે ધર્મની રુચિવાળો એક શેઠ હતો. તેને પુત્રરહિત સત્યભામા નામની સ્ત્રી હતી. એકદા પુત્રની ચિંતાથી પ્લાન મુખવાળા શેઠને જોઈને સત્યભામાએ તેને પૂછ્યું કે “હે નાથ ! તમારે ચિંતાતુર થવાનું શું કારણ
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy