________________
૨૮૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તે બ્રાહ્મણની શ્લાઘા કરી. તે સાંભળીને સત્યભામાએ તે બ્રાહ્મણને નમીને કહ્યું કે “હે પ્રિય! મને રુકિમણી કરતાં અધિક રૂપવાન કરો.” ત્યારે તે બોલ્યો કે “તમે પ્રથમ શિરમુંડન કરાવીને જીર્ણ વસ્ત્રો ધારણ કરી એકાંત સ્થળે બેસી આ મંત્રનો જાપ કરો, એટલે તમારું ઈચ્છિત થશે.” તે સાંભળીને સત્યભામાએ તે પ્રમાણે કરીને જાપ જપવા માંડ્યા.
પછી પ્રદ્યુમ્ન રુક્િમણીને ઘેર જઈને કૃષ્ણના સિંહાસન પર બેઠો. તે જોઈને રુકિમણી બોલી કે –
कृष्णं वा कृष्णजातं वा, विना सिंहासनेऽत्र हि।
अन्यं पुमांसमासीनं, सहते नहि देवताः ॥१॥
આ સિંહાસન પર કૃષ્ણ અથવા તેના પુત્ર સિવાય બીજો કોઈ બેસે તો તે દેવતાઓ સહન કરી શકતા નથી.” ત્યારે તે બોલ્યો કે “હું મહાતપસ્વી છું. સોળ વર્ષે આ જ પારણાને માટે હું અહીં આવ્યો છું; તેથી તમે મને પારણું કરાવો, નહિ તો હું સત્યભામાને ઘેર જઈશ.” ત્યારે રુક્િમણીએ તેને ખીર ખાવા આપીને વિજ્ઞપ્તિ કરી કે, “હે પૂજય ! મને દેવતાએ કહ્યું કે સોળ વર્ષે તારો પુત્ર તને મળશે, તે હજુ સુધી આવ્યો નથી. મને પુત્રવિયોગનું બહુ દુઃખ છે.” ત્યારે તે બોલ્યો કે, “મારે મારી માતાનો વિયોગ છે પણ શું કરીએ? પરંતુ જ્યોતિષશાસ્ત્રને આધારે હું કહું છું કે - આપણા બન્નેનું વિરહ-દુઃખ થોડા જ કાળમાં નષ્ટ થશે. તમે મને આ ખીર ખાવા આપી છે તે મને ભાવતી નથી; તેથી શ્રીકૃષ્ણને માટે કરેલા મોદક મને આપો. “ત્યારે તે બોલી કે, “તે મોદક કૃષ્ણને જ ખાવા લાયક છે. બીજાને તે મોદક જરે તેવા નથી.” તેણે કહ્યું કે “તપસ્વીને શું દુર્જર છે?” તે સાંભળી શંકા સહિત રુકિમણીએ એક મોદક તેને આપ્યો. તે ખાઈને તેણે બીજો માગ્યો. એમ વારંવાર માગી માગીને ખાતાં સર્વ મોદકખાઈ ગયો. અનુક્રમે પાત્ર ખાલી થઈ ગયેલું જોઈને તે બોલી કે, “હે મુનિ ! તમે તો અતિ બળવાન જણાઓ છો, કેમકે આટલા બધા મોદક ખાધા તો પણ તૃપ્ત થયા નહીં.”
- અહીં સત્યભામા એકાંતમાં બેસીને જપ કરતી હતી. તેની પાસે આવીને તેના સેવકોએ કહ્યું કે “વિવાહને માટે એકઠી કરેલી સર્વ સામગ્રી તથા કન્યાને કોઈ દેવ હરણ કરી ગયો જણાય છે.” તે સાંભળીને તે અત્યંત ખેદ પામી. પછી ક્રોધથી તેણે ફિમણીના કેશ લાવવા માટે દાસીઓને ટોપલી આપીને રુકિમણીને ઘેર મોકલી. તે દાસીઓએ આવીને રુકિમણી પાસે કેશ માગ્યા ત્યારે તે માયા સાધુએ માયાથી દાસીઓના મસ્તકના કેશથી જ તે ટોપલી ભરી આપી. દાસીઓએ પોતાના શિરમુંડન થયાં તે જાણ્યું નહીં. પછી તે દાસીઓ કેશ લઈને સત્યભામા પાસે આવી. ત્યાં તેઓને જ મુંડિત થયેલી જોઈને અતિ ખેદ પામેલી સત્યભામા સાક્ષી રાખેલા કૃષ્ણ પાસે જઈને ક્રોધથી બોલી કે “મને રુક્િમણીના કેશ અપાવો.” કૃષ્ણ કહ્યું કે “પ્રથમ તું જ મુંડિત થઈ છે, હવે