________________
૨૪૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
द्वारं द्वारमन्तो हि, भिक्षुकाः पात्रपाणयः । कथयन्त्येव लोकानामदत्तफलमीदृशम् ॥१॥
‘હાથમાં પાત્ર રાખીને ઘેર ઘેર ભટકતા ભિક્ષુકો લોકોને એમ કહે છે કે દાન નહિ દેનારને આવું (અમારા જેવું) ફળ મળે છે.’
તે નગરમાં જયવર્મા નામે રાજા હતો અને તે રાજાને માનવા લાયક મનોરથ નામે શેઠ હતો. તેને લક્ષ્મી નામની સ્ત્રી હતી. તે સ્ત્રીથી શેઠ બહુ સુખી હતો. કહ્યું છે કે - संसारश्रान्तदेहस्य, तिस्रो विश्रामभूमयः । અપત્યું = તત્રં ચ, છતાં સંગતિરેવ ચ
॥
‘સંસારમાં શ્રાંત થયેલા દેહને (મનુષ્યને) ત્રણ વિશ્રાન્તિના સ્થાનક છે. પુત્ર, સ્ત્રી અને સજ્જનોની સંગતિ.’
તે શ્રેષ્ઠિને ચાર પુત્રો હતા અને એક અનેક દેવોની પૂજાભક્તિ વગેરેથી પ્રાપ્ત થયેલી હોલિકા નામની પુત્રી હતી. તે પુત્રી યુવાવસ્થા પામી ત્યારે તેને તેના પિતાએ કોઈ શ્રેષ્ઠિના પુત્ર સાથે પરણાવી, પરંતુ તેનો સંસાર સંબંધ થયા અગાઉ જ તે શ્રેષ્ઠિપુત્ર વિસૂચિકાના વ્યાધિથી મરણ પામ્યો. પૂર્વ ભવે જિનેશ્વરની આજ્ઞાનું આરાધન કરેલું ન હોવાથી બાલ્યાવસ્થામાં જ હોલિકાને વિધવાપણું પ્રાપ્ત થયું. એ બનાવથી તેના મા-બાપને પણ ઘણું દુઃખ થયું. કહ્યું છે કે -
पुत्रश्च मूर्खो विधवा च कन्या, शठं च मित्रं चपलं कलत्रम् । विलासकाले धनहीनता च, विनाग्निना पंच दहन्ति कायम् ॥१॥
‘મૂર્ખપુત્ર, વિધવા કન્યા, શઠમિત્ર, ચપળ સ્ત્રી અને વિલાસ કરવાને વખતે (યુવાવસ્થામાં) નિર્ધનતા - એ પાંચ અગ્નિ વિના જ મનુષ્યના શરીરને બાળી નાંખે છે.’
બાળવિધવાપણું પ્રાપ્ત થવાના સંબંધમાં કહ્યું છે કે -
कुरंडरंडत्तण दोहगाइ, वंज्झत्त निंदू विसकन्नगाइ ।
जम्मंतरे खंडियबंभधम्मा, नाऊण कुज्जा दढसीलभावं ॥
‘કુશિયળપણું, બાળવિધવાપણું, દુર્ભાગીપણું, વંધ્યાપણું, 'કાકવંધ્યાપણું અને વિષકન્યાપણું ઈત્યાદિક જન્માંતરમાં બ્રહ્મચર્ય ખંડન કરવાથી પ્રાપ્ત થાય છે, માટે શીલવ્રતમાં દૃઢ ભાવ રાખવો.'
૧. મૃત પુત્રો પ્રસરે તે.