________________
૨ ૨૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
આ કથાનો ઉપનય એવો છે કે – પૂર્વે પોતે નહિ જોયેલું, નહિ સાંભળેલું અને મનમાં પણ નહિ ચિંતવેલું ગૂઢ કાર્ય પણ બુદ્ધિના પ્રભાવથી જાણી-સમજી શકાય છે. તેવી રીતે જ ધર્મકાર્યમાં પણ સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરવો; જેથી આ લોકમાં ને પરલોકમાં અત્યંત હિતકારી થાય.”
૩૪૨
બે પ્રકારના આયુષ્ય वर्तमानभवायुष्कं, द्विविधं तच्च कीर्तितम् ।
सोपक्रमं भवेदाद्यं, द्वितीयं निरुपक्रमम् ॥१॥ ભાવાર્થ:- “વર્તમાન ભવનું આયુષ્ય બે પ્રકારનું કહેવું છે, તેમાં પહેલું સોપક્રમ અને બીજું નિરુપક્રમ.”
ઘણા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્ય પણ આગળ કહેવામાં આવશે એવા અધ્યવસાનાદિક ઉપક્રમોથી થોડા કાળમાં ભોગવી લેવાય તે સોપક્રમ આયુષ્ય કહેવાય છે. જેમ લાંબી કરેલી દોરીને એક છેડે અગ્નિ સળગાવ્યો હોય તો તે દોરી અનુક્રમે લાંબી મુદતે બળી રહે છે અને તે જ દોરીને એકઠી કરીને તેમાં અગ્નિ મૂક્યો હોય તો તે એકદમ જલદીથી બળી જાય છે; તેવી જ રીતે સોપક્રમ આયુષ્ય થોડા કાળમાં પુરું થઈ જાય છે અને જે આયુષ્ય તેના બંધ સમયે ગાઢ નિકાચિત બાંધ્યું હોય તે અનુક્રમે જ ભોગવાય છે. સેંકડો ઉપક્રમથી પણ તે ક્ષીણ થઈ શકતું નથી, તેવું આયુષ્ય નિરુપક્રમ કહેવાય છે. - હવે ઉપક્રમ કહે છે - પોતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિક અને બીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્ત્રાદિકથી જે પોતાના જીવિતનો અંત આવે તે સર્વ ઉપક્રમ કહેવાય છે. પૂર્વસૂરિઓએ તે ઉપક્રમના અધ્યવસાય વગેરે સાત ભેદો કહેલા છે, તે આ પ્રમાણે -
अज्झवसाण निमित्ते, आहारे वेयणा पराघाए ।
फासे आणापाणू, सत्तविहं झिज्झए आउ ॥१॥ ભાવાર્થ:- “અધ્યવસાન, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસો-શ્વાસ એ સાત પ્રકારે આયુષ્યનો ક્ષય થાય છે.
વિવેચનઃ - અધ્યવસાનના ત્રણ પ્રકાર છે - રાગ, ભય અને સ્નેહ. તેમાં રાગનો અધ્યવસાન પણ મરણનો હેતુ થાય છે. જેમ કોઈ એક અતિ રૂપવાન યુવાન મુસાફર અરણ્યમાં તૃષાતુર