________________
૨૦૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ એક જ વખતે મૃત્યુ થશે.” તે સાંભળીને તેઓ બોલી કે “થોડા આયુષ્યમાં અમે શું પુણ્ય કરીએ?” ગુરુ બોલ્યા કે “અંતર્મુહૂર્ત માત્ર પણ કરેલું પુણ્ય નિષ્ફળ થતું નથી, તો તમોને પણ મોટું ફળ મળશે માટે તમે પંચમી તપનું આરાધન કરો.” તે સાંભળીને તે ચારેએ જીવનપર્યત પંચમીનું તપ અંગીકાર કર્યું. પછી ગુરુએ કહ્યું કે “આજે જ શુક્લ પક્ષની પંચમી છે.” તે સાંભળીને તે ચારેએ ઉપવાસનું પચ્ચકખાણ કરી ઘેર જઈને દેવપૂજાદિક ધર્મક્રિયા કરી. રાત્રે એક સાથે મળીને ધર્મજાગરણ કરવા લાગી. તે પ્રસંગે “આ તપ પૂર્ણ થયે આપણે મોટું ઉદ્યાપન કરશું.” એવો તે ચારે વિચાર કરતી હતી, તેવામાં અકસ્માત તે ચારેના મસ્તક પર વિજળી પડી, તેથી મૃત્યુ પામીને તપના પ્રભાવથી સ્વર્ગે ગઈ. ત્યાંથી આવીને તે ચારેય આ તારી પુત્રીઓ થઈ છે.”
આ પ્રમાણે ગુના મુખથી સાંભળીને અશોક રાજા વગેરે સર્વ સંદેહ રહિત થઈ શ્રાવક ધર્મ અંગીકાર કરીને પોતાને ઘેર ગયા. પછી કેટલેક કાળે શ્રી વાસુપૂજ્યસ્વામી પાસે જ રાજા રાણી વગેરે દીક્ષા ગ્રહણ કરી અને ઉગ્ર તપ વડે કર્મનો ક્ષય કરી અને કેવળજ્ઞાનરૂપ અક્ષય ભંડાર મેળવીને મોક્ષપદને પામ્યા.
“હે ભવ્ય પ્રાણીઓ ! શ્રી વાસુપૂજ્ય સ્વામીની સ્તુતિ વડે, પૂજન વડે અને ત્રિકાલ દેવવંદન વડે રોહિણીતપમાં યત્ન કરીને તમે મહાપુણ્યને ઉપાર્જન કરો.”
O
૩૩૮
સપ્તનચ धावन्तोऽपि नया सर्वे, स्युर्भावे कृतविश्रमाः ।।
चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः ॥ ભાવાર્થ:- “સર્વે નયો પોતપોતાના પક્ષનું સ્થાપન કરવા માટે દોડે છે, તો પણ તે સર્વ ભાવમાં એટલે શુદ્ધ આત્મધર્મમાં વિશ્રામ પામે છે અર્થાત્ સ્થિર થાય છે. તેથી મુનિરાજ પણ સર્વ નયનો આશ્રય કરીને ચારિત્ર ગુણમાં લીન થાય છે.
ચારિત્રનો અર્થ એવો છે કે - “ચય' એટલે આઠ કર્મનો સંચય, તેને રિક્ત એટલે ખાલી કરવું - કર્મ રહિત થવું તે ચારિત્ર કહેવાય છે. તે ચારિત્રરૂપ ગુણ તેમાં લીન થવું-વધતા પર્યાયવાળું થવું; તેની અંદર સર્વે નયનો આશ્રય એવી રીતે થાય છે કે – દ્રવ્યનયને કારણપણે ગ્રહણ કરવા અને ભાવનયને કાર્યપણે ગ્રહણ કરવા. સાધનમાં ઉદ્યમરૂપ ક્રિયાનય લેવા અને તેમાં વિશ્રાંતિરૂપ જ્ઞાનનય લેવાં, એ પ્રમાણે સર્વનયમાં આસક્તિ રાખવી.
શ્રી અનુયોગદ્વારમાં કહ્યું છે કે -