SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તથા દેવભવમાં દેવતાઓને જે કાંઈ દુઃખમાં સ્થાપન કર્યા હોય, દુઃખ આપ્યું હોય તે સર્વ મારો અપરાધ ક્ષમા કરો, હું તે સર્વને ખમાવું છું, અને મારો તે સર્વને વિષે મૈત્રીભાવ છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયજનોનો સમાગમ, તે સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રના તરંગની જેવા ચપળ છે. આ જગતમાં વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસિત થયેલા પ્રાણીઓને જિનેશ્વરે કહેલા ધર્મ વિના બીજું કોઈ શરણ નથી. સર્વ જીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે, તો તેમને વિષે કયો પંડિત પુરુષ જરા પણ પ્રતિબંધ કરે? કોઈ ન કરે. અરિહંત મારું શરણ હો, સિદ્ધ મારું શરણ હો, સાધુ મુનિરાજનું મારે શરણ હો અને કેવળીએ કહેલો ધર્મ મને શરણભૂત હો. અત્યારથી જીવનપર્યત હું ચતુર્વિધ આહારનો ત્યાગ કરું છું અને છેલ્લા શ્વાસોશ્વાસે આ દેહને પણ હું તજું છું.” આ પ્રમાણે તે નંદન મુનિએ દુષ્કર્મની નિંદા, સર્વ જીવોની ક્ષમાપના, શુભ ભાવના, ચાર શરણ, નમસ્કારનું સ્મરણ અને અનશન એ છએ પ્રકારની આરાધના કરીને ધર્મગુરુને તથા સાધુ સાધ્વીને ખમાવ્યા. પછી સમાધિમાં સ્થિત થયેલા તે મુનિ સાઈઠ દિવસનું અનશન પાળીને પચ્ચીસ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી, મમતા રહિતપણે કાળધર્મ પામીને દશમા પ્રાણી નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં વીસ સાગરોપમનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું. આયુષ્યને અંતે પણ તેઓ અધિક-અધિક કાંતિ વડે દેદીપ્યમાન રહ્યા. બીજા દેવતાઓ છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે અત્યંત કાંતિદીન થાય છે અને વધારે મોહ પામે છે, પરંતુ તીર્થકરોને તો પુણ્યનો ઉદય નજીક હોવાથી છ માસ અવશેષ આયુષ્ય રહે ત્યારે પણ દેહકાંતિ વગેરે ઘટવાને બદલે ઉલટી અધિક વૃદ્ધિમાન થાય છે. તે દેવ ત્યાંથી અવીને શ્રી મહાવીરસ્વામી નામે ચરમ તીર્થંકરપણે ઉત્પન્ન થયા. શ્રી વર્ધમાનસ્વામીના જીવે સમકિત પામ્યા પછીના મોટા પચ્ચીસમા ભવે જે તપ કર્યું તે તપ અમારા જેવાને મહાઉત્તમ ભાવ મંગલરૂપ થઈ અક્ષય સુખ સંપત્તિ પ્રત્યે આપો.” ૩૩૦ રોહિણી તા. श्री वासुपूज्यमानभ्य, तपोऽतिशयप्रकाशकम् । रोहिण्याः सुकथायुक्तं, रोहिणीव्रतमुच्यते ॥१॥ ભાવાર્થ:- “શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમસ્કાર કરીને તપના અતિશયને પ્રકાશ કરનારું અને રોહિણીની સત્ કથાથી યુક્ત એવું રોહિણી વ્રતનું સ્વરૂપ કહીએ છીએ.” રોહિણીની કથા ચંપાપુરીમાં શ્રી વાસુપૂજયસ્વામીના પુત્ર મઘવા નામે રાજા રાજય કરતા હતા. તેને લક્ષ્મી
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy