________________
૧૬૦
_ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ જઈને તે વાત પાર્વતીને કહી. પછી શિવે પોતે પાડાનું રૂપ લીધું, અને પાર્વતીએ ભેંશનું રૂપ કર્યું. પછી નગરની અશુચિમય ખાળમાં જઈને બન્ને જણા રહ્યા. ત્રણ દિવસ રહીને તે બને ત્યાંથી નીકળીને ઘેર આવી પોતાના મૂળ સ્વરૂપવાળા થયા. પછી શંભુએ શનિ પાસે જઈને કહ્યું કે, “તારી દશા કાલે પૂરી થઈ. તે તો મને કાંઈ પણ દુઃખ આપ્યું નહીં.” શનિ બોલ્યો કે, “તમે ક્યાં રહ્યા હતા?” ત્યારે શંકરે પોતાની સ્થિતિ કહી બતાવી. ત્યારે શનિ બોલ્યો કે, “હું કાંઈ લાકડી લઈને કોઈને મારતો નથી, પણ તેવા પ્રકારની બુદ્ધિ આપું છું કે જેથી પોતાની જાતે જ તે દુઃખમાં પડે છે. તમે ત્રણ દિવસ સુધી અશુચિમય ખાળમાં રહ્યા. તેથી વધારે કયું દુઃખ? માટે હું જ લોકોને દુઃખાદિક આપું છું, પણ તે કર્મની પ્રેરણાથી જ આપું છું.” તે સાંભળી શિવ બોલ્યા કે “એ વાત સત્ય છે કે જીવો કર્મથી જ કરેલાં સુખ-દુઃખને પામે છે.” પછી સર્વ દેવોએ “તાર્યક્ષો નાતિ” એટલે કરેલાં કર્મનો ભોગવ્યા વિના નાશ થતો નથી, એમ અંગીકાર કર્યું.”
આ પ્રમાણે શ્રી ગુરુના મુખથી કર્મવિપાકનું સ્વરૂપ સાંભળીને તે કદંબ વિપ્ર બોલ્યો કે “જો મને પણ આ રોગની શાંતિ થાય તો હું પણ ગુરુ જેવો થાઉં.” ત્યારે ગુરુ બોલ્યા કે “સર્વ ઔષધો મૂકીને એક નવકાર મંત્રને જ છ માસ સુધી ગણ્યા કર; તારે બીજું કાંઈ પણ ધ્યાન કરવું નહીં.” કદંબે ગુરુના કહેવાથી નવકારનું જ ધ્યાન કરવા માંડ્યું, તેથી તેનો કુષ્ટ વ્યાધિ નાશ પામ્યો, એટલે તે ઉત્તમ શ્રાવક થયો. પછી સર્વ દ્રવ્યનો સન્માર્ગે વ્યય કરી ચારિત્ર લઈને અનુક્રમે સ્વર્ગે ગયો.
મિથ્યાત્વાદિક હેતુએ કરીને પોતે કરેલું કર્મ દારુણ વિપાકને આપે છે, એમ સાંભળીને કદંબ બ્રાહ્મણ પોતાના સ્વરૂપને પામ્યો. તેવી રીતે બીજાઓએ પણ પ્રવર્તવું.”
©
૩૫.
કર્મના ફળ . स्वात्मनोच्छृखलेनात्तं, तद्भुक्त्या कर्म हीयते ।
अक्षयत्वमहो एकं , ढंढणर्षिकुमारवत् ॥१॥ ભાવાર્થ :- “અહો ! ઢંઢણઋષિકુમારની જેમ પોતે જ ઉદ્ધતપણાથી બાંધેલું ક્ષય ન થાય તેવું કર્મ તેનું ફળ ભોગવ્યાથી જ ક્ષય પામે છે.” તેમનું દૃષ્ટાંત આ પ્રમાણે -
ઢંઢણઋષિકુમારની કથા કબેરે બનાવેલી દ્વારકાનગરીમાં શ્રીકૃષ્ણવાસુદેવ બળભદ્રની સાથે રાજ્ય કરતા હતા. તે વાસુદેવને ઢંઢણા નામે રાણી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો ઢંઢણ નામનો કુમાર હતો. તે