SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ તે જીવ અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મવાળો છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વ (પોતાના) રૂપનો કર્તા છે, સ્વ-રૂપનો ભોક્તા છે, સ્વ-રૂપમાં જ રમણ કરનાર છે, ભવભ્રમણથી શાન્ત થયેલો છે અને પૌદ્ગલિક પરભાવના કર્તુત્વાદિ ધર્મથી રહિત છે.” ઈત્યાદિ વિવેક કરીને શુભ ભાવ ભાવતા સતા તે મુનિ તે મહા વ્યથાને સહન કરતા હતાં. તે ડાંસોથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું. તેથી તે જ રાત્રીએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. “આ પ્રમાણે વિવેક ગુણને હૃદયમાં ધારણ કરવાથી શ્રમણભદ્ર મુનિ સ્વર્ગસુખને પામ્યા. તે જ પ્રમાણે બીજા પણ નિપુણ મુનિવરોએ આ જિનવચનને અંગીકાર કરવા.” O - ૩૧૯ માધ્યસ્થ ગુણ रागकारणसंप्राप्ते, न भवेद्रागयुग्मनः । द्वेषहेतौ न च द्वेष-स्तन्माध्यस्थ्यगुणः स्मृतः ॥१॥ ભાવાર્થ:- “રાગનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જેનું મન રાગયુક્ત થતું નથી, તેમ જ વૈષનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જેના મનમાં દ્વેષ ઉત્પન્ન થતો નથી તે માધ્યચ્ચ ગુણ કહેવાય છે.” આ પ્રસંગ ઉપર કથા કહે છે - અહન્મિત્રની કથા કોઈ એક નગરમાં અદિત અને અહન્મિત્ર નામના બે ભાઈઓ રહેતા હતાં. તેમાં અહન્મિત્રનો આત્મા હંમેશાં ધર્મમાં પ્રીતિવાળો હતો. તે હમેશાં ગુરુમહારાજના મુખથી ધર્મોપદેશ સાંભળતો હતો. એકદા શ્રી ગુરુએ વ્યાખ્યાનમાં માધ્યચ્ચ ગુણનું વર્ણન કર્યું. તે આ પ્રમાણે - स्थीयतामनुपालंभं, मध्यस्थेनान्तरात्मना । कुतर्ककर्करक्षेपै-स्त्यज्यतां बालचापलम् ॥१॥ ભાવાર્થ :- “હે ભવ્ય પ્રાણીઓ ! કુતર્કરૂપી કાંકરા નાંખવા વડે બાળ અજ્ઞએકાંત જ્ઞાનમાં રક્ત તેનું જે ચાપલ્ય તે મૂકી દો; અર્થાત્ કુતર્ક કરીને વસ્તુસ્વરૂપની અપેક્ષારહિત વચનવાળી ચપળતાનો ત્યાગ કરો અને મધ્યસ્થ એટલે રાગદ્વેષ રહિત એવા અન્તરાત્માએ (સાધક આત્માએ) કરીને આત્મસ્વરૂપના ઘાતરૂપ ઉપાલંભ રહિત રહો.”
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy