________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૩૩.
સ્થૂલભદ્ર શ્રીસંભૂતિવિજય આચાર્ય પાસે જઈ સામાયિકના ઉચ્ચારપૂર્વક દીક્ષા અંગીકાર
કરી.
પછી રાજાએ મંત્રીની જગ્યાએ શ્રીયકને સ્થાપન કર્યો. શ્રીયક હમેશાં કોશાને ઘેર તેને દિલાસો આપવા જવા લાગ્યો. તેને જોઈને કોશા સ્થૂલભદ્રના વિરહ-દુ:ખથી રુદન કરતી હતી.
એકદા શ્રીયકે કોશાને કહ્યું કે “હે આર્યે ! આપણે શું કરીએ ? પેલા પાપી વરરૂચિએ મારા પિતાનો ઘાત કરાવ્યો અને તમને સ્થૂલભદ્રનો વિરહ કરાવ્યો.” કોશા બોલી કે “તમે તેનું વૈર લેવાનો ઉપાય વિચારીને મને કહો તો હું કરું.” તે બોલ્યો કે “જો તે વરરૂચિ મદ્યપાન કરે તો વૈરનો બદલો લેવાનો વખત આવે, માટે તું તેને મદ્યપાન કરે તેવું કર.” કોશાએ તેનું વાક્ય સ્વીકારી વરરૂચિને મદ્ય પીતો કર્યો. પછી તે વાત કોશાએ શ્રીયકને કહી. તે સાંભળીને શ્રીયક હર્ષ પામ્યો.
પછી એકદા શ્રીયક રાજસભામાં ગયો હતો તેવે વખતે રાજા શકટાલ મંત્રીના ગુણોનું સ્મરણ કરીને તેની પ્રશંસા કરવા લાગ્યો. ત્યારે શ્રીયક બોલ્યો કે “હે સ્વામી ! શું કરીએ ? મદ્યપાન કરનાર વરરૂચિએ આ સર્વ પાપકર્મ કર્યું છે.” રાજાએ પૂછ્યું કે “શું એ વરરૂચિ મદ્યપાન કરે છે ?” શ્રીયક બોલ્યો કે “હે સ્વામી ! તે હું આપને બતાવીશ.” પછી બીજે દિવસે સર્વ સભા ભરાઈ હતી, વરરૂચિ પણ આવેલો હતો. તે વખતે શ્રીયક મંત્રીએ શીખવી રાખેલા અનુચર પાસે રાજાને તથા સભાના સર્વ લોકોને એક એક કમળનું પુષ્પ અપાવ્યું. તેમાં વરરૂચિને મીંઢોળના ચૂર્ણથી મિશ્રિત કરેલું કમળ અપાવ્યું. રાજા વગેરે સર્વજનો તે કમળને સુંઘીને તેની સુગંધની પ્રશંસા કરવા લાગ્યા. તેથી વરરૂચિ પણ પોતાના કમળને સુંઘવા લાગ્યો. તેથી રાત્રીએ પીધેલી ચંદ્રહાસ મદિરાનું તેણે તરત જ વમન કર્યું. તે જોઈને સર્વ લોકોએ તેનો તિરસ્કાર કર્યો, એટલે તે સભામાંથી જતો રહ્યો. પછી લોકોમાં થતી પોતાની નિંદાને દૂર કરવાના હેતુથી તેણે સુરાપાનના પ્રાયશ્ચિત્ત માટે વિદ્વાનોને પૂછ્યું કે “સુરાપાનનું શું પ્રાયશ્ચિત્ત?” બ્રાહ્મણો બોલ્યા કે “શાસ્ત્રમાં કહ્યું છે કે તાપપુષ: પાન લાપાનપીપહૃત્ ! એટલે તપાવેલા સીસાના રસનું પાન કરે તો મદિરાપાનનું પાપ દૂર થાય એમ કહ્યું છે.” તે સાંભળીને વરરૂચિએ . સીસાના રસનું પાન કર્યું, તેથી તે તત્કાળ મૃત્યુ પામ્યો.
અહીં સ્થૂલભદ્ર મુનિ ગુરુની સેવા કરતાં શ્રુતસમુદ્રના પારને પામ્યા. જે કારણ માટે ભોગાદિકનો તેણે ત્યાગ કર્યો હતો તે કાર્ય તેણે સારી રીતે નિરંતર સાધવા માંડ્યું.
“ઊંચા પ્રકારના મંત્રીપદને હું શું કરું? મેં મૂર્ખાઈને લીધે બાલ્યાવસ્થાથી જ સ્ત્રીના ભોગવિલાસ વડે યુવાવસ્થા ગુમાવી છે.” એવી રીતે શ્રીયકના મોટા ભાઈ સ્થૂલભદ્ર મુનિ ભાવના ભાવતા હતાં.
“હે આત્મા! સ્ત્રીની સાથે ભોગવિલાસ કરતાં સર્વ ઈન્દ્રિયોના વિષયનું સુખ અનેક પ્રકારે