________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૩૧૩
લેપ્ય અને અલેપ્ય संसारे निवसन् स्वार्थ-सज्जः कज्जलवेश्मनि ।
लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥१॥ ભાવાર્થ - “સ્વાર્થમાં આસક્ત થયેલો સમગ્ર લોક કાજળના ગૃહ સમાન આ સંસારમાં વસતો સતો (કર્મ વડે) લેપાય છે, પણ જ્ઞાનથી સિદ્ધ થયેલો મનુષ્ય લપાતો નથી.”
રાગાદિક પાપસ્થાનકરૂપ કાજળના ગૃહમાં અને તે રાગાદિકના નિમિત્તભૂત ધન સ્વજનાદિકને ગ્રહણ કરવા રૂપ સંસારમાં વસવાથી અહંકારાદિક સ્વાર્થમાં સજ્જ (તત્પર) થયેલો માણસ લેપાય છે, પણ હેય અને ઉપાદેયની પરીક્ષાએ કરીને વસ્તુસ્વરૂપને જાણનારો જ્ઞાની લેપાતો નથી. આ સંબંધમાં ગુણસુંદરીની કથા છે તે આ પ્રમાણે -
ગુણસુંદરીની કથા ચોથી પુરોહિતની પુત્રી જે ગુણસુંદરી હતી, તેને શ્રાવસ્તીનગરીના રાજાના પુરોહિતનો પુત્ર પરણ્યો હતો. તે ગુણસુંદરી ઉપર સાકેતપુરનો રહેવાસી કોઈ બ્રાહ્મણ મોહ પામ્યો હતો, તેથી તે બ્રાહ્મણે ભિલ્લની પલ્લીમાં જઈને પલ્લીપતિને કહ્યું કે “તમે શ્રાવસ્તીનગરીમાં લૂંટ કરો, હું તમને મદદ કરીશ. તેમાં જેટલું ધન આવે તે સર્વ તમારે રાખવું અને એક ગુણસુંદરી મને આપવી.” એમ કહીને તે બ્રાહ્મણ પલ્લીપતિને તેના અનુચરો સહિત શ્રાવસ્તી લઈ ગયો. ત્યાં લૂંટ કરી, તેમાંથી તે બ્રાહ્મણ ગુણસુંદરીને લઈને કોઈક નગરમાં ગયો. ત્યાં તેણે ગુણસુંદરીને પોતાની
સ્ત્રી થવા કહ્યું ત્યારે તે બોલી કે “હાલ મારે નિયમ છે.” એમ કહીને કેટલાક દિવસો નિર્ગમન કર્યા. પછી ઔષધના પ્રયોગથી તે તદ્દન અશુચિ શરીર રાખવા લાગી. તેનું તેવું દુર્ગંધયુક્ત શરીર જોઈને બ્રાહ્મણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જાણીને ગુણસુંદરીએ તેને કહ્યું કે - મને મારા પિતાને ઘેર લઈ જા.” ત્યારે તે બ્રાહ્મણે તેને તેના પિતાને ઘેર પહોંચાડી. એકદા તે બ્રાહ્મણને સર્પ ડસ્યો. તે વખતે ગુણસુંદરીએ તેને સજ્જ કર્યો. પછી તેને ગુરુ પાસે લઈ જઈને ધર્મદેશના સંભળાવી. ગુરુ બોલ્યા કે “નિર્લેપ ગુણથી યુક્ત એવો જીવ અનેક ગુણોને પામે છે. ચૈતન્યનું સમગ્ર પરભાવના સંયોગના અભાવે કરીને સ્વભાવમાં અવસ્થિત રહેવાપણું તે નિર્લેપ ગુણ કહેવાય છે. કહ્યું છે કે -
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गललैरहम् ।
चित्रोमांजनैनँव, ध्वायन्निति न लिप्यते ॥१॥ અર્થ - “યુગલોથી પુદ્ગલ સ્કંધો લેપાય છે, હું લપાતો નથી – જેમ વિચિત્ર પ્રકારના અંજનો વડે પણ આકાશ લેપાતું નથી. તેમ આ પ્રમાણે ધ્યાતો સતો પ્રાણી (કર્મથી) લપાતો નથી.”