SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ કોઈની ઉપમા ન આપી શકાય એવી શ્રી જિનેશ્વરની વાણી સાંભળીને આશ્ચર્ય પામેલા સુભદ્ર વિચાર કર્યો કે, “અહો ! આજ મેં નિઃસીમ ગુણના નિધિ સમાન કર્મકલ્મષરહિત એવા પ્રભુને જોયા. આજે મારો જન્મ સફળ થયો.” પછી સમગ્ર જગતના જીવોનો ઉદ્ધાર કરનાર અને બોધિબીજને આપનાર એવા શ્રી પ્રભુએ તે સુભદ્રને ઉદ્દેશીને ઈન્દ્રિયો સંબંધી વ્યાખ્યાન શરૂ કર્યું, તે આ પ્રમાણે - जितान्यक्षाणि मोक्षाय, संसारायाजितानि च । भवेत्तदन्तरं ज्ञात्वा, यद्युक्तं तत्समाचर ॥१॥ ભાવાર્થ - “જીતેલ ઈન્દ્રિયો મોક્ષને માટે થાય છે અને નહિ જીતેલ ઈન્દ્રિયો સંસારને માટે થાય છે. માટે તે બન્નેનું અંતર જાણીને જે યુક્ત લાગે તેનું આચરણ કર.” ઈન્દ્રિયો પાંચ છે – શ્રોત્ર, નેત્ર, નાસિકા, જિલ્લા અને સ્પર્શન (કાયા). તે દરેક ઈન્દ્રિય દ્રવ્ય અને ભાવથી બબ્બે પ્રકારની છે. દ્રવ્યન્દ્રિયના પણ બે પ્રકાર છે. એક નિવૃત્તિઈન્દ્રિય અને બીજી ઉપકરણઈન્દ્રિય. નિવૃત્તિ એટલે ઈન્દ્રિયનો આકાર. તે પણ બાહ્ય અને અત્યંતર ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં બાહ્ય આકાર ફુટ છે. તે દરેક જાતિને વિષે જૂદા જૂદા સ્વરૂપવાળો કાનની પાપડી વગેરે જે બહાર દેખાય છે તે જાણવો. બાહ્ય આકાર વિચિત્ર આકૃતિવાળો હોવાથી અશ્વ, મનુષ્ય વગેરે જાતિમાં સમાન રૂપવાળો નથી. અત્યંતર આકાર સર્વ જાતિમાં સમાન હોય છે. તે આ પ્રમાણે-શ્રોત્રનો અત્યંતર આકાર કદંબ પુષ્પના આકાર જેવા માંસના ગોળારૂપ છે, નેત્રોનો અત્યંતર આકાર મસુરના ધાન્યની જેવો હોય છે, નાસિકાનો અભ્યતર આકાર અતિમુક્તકના પુષ્પ જેવો હોય છે, જિલ્લાનો આકાર અસ્ત્રા જેવો હોય છે અને સ્પર્શન ઈન્દ્રિયની આકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે, પણ તે બાહ્ય અને અત્યંતર એક જ સ્વરૂપે હોય છે. આ પ્રમાણે નિવૃત્તિ ઈન્દ્રિયનું સ્વરૂપ જાણવું. ઉપકરણ ઈન્દ્રિયનું સ્વરૂપ એવું છે કે જેમ ખગની ધારમાં છેદન કરવાની શક્તિ છે, તેમ શુદ્ધ પુગલમય શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ વિશેષ તે ઉપકરણ ઈન્દ્રિય જાણવી. તે ઈન્દ્રિયનો અતિ કઠોર મેઘગર્જનાદિક વડે ઉપઘાત થાય તો બહેરાપણું વગેરે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દ્રવ્ય ઈન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એવા બને ભેદનું સ્વરૂપ જાણવું. હવે ભાવઈન્દ્રિયના પણ બે પ્રકાર છે. લબ્ધિ અને ઉપયોગ. તેમ શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારાં કર્મનો જે ક્ષયોપશમ તે લબ્ધિ ઈન્દ્રિય જાણવી અને પોતપોતાના વિષયમાં લબ્ધિરૂપ ઇન્દ્રિયને અનુસાર આત્માનો જે વ્યાપાર પ્રણિધાન તે ઉપયોગ ઈન્દ્રિય જાણવી. પાંચે ઉપકરણ ઈન્દ્રિયો અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ સ્કૂલ (જાડાઈમાં) છે. તેમાં શ્રોત્ર, નાસિકા અને નેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે પૃથુ છે, જિલ્લાઈન્દ્રિય બેથી નવ અંગુલ વિસ્તારવાળી છે અને સ્પર્શનેન્દ્રિય દેહપ્રમાણ વિસ્તારવાળી છે. ૧. અગથીયાના ફૂલ.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy