________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
ૐ હ્રીં અહં નમઃ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે
શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા વિરચિતઉપદેશપ્રાસાદ મહાગ્રંથ
ભાગ પાંચમો (ગુજરાતી વિવરણ)
૨૮૬ રસત્યાગ નામનો ચોથો તપાચાર विकृतिकृद्रसानां यत्त्यागो यत्र तपो हि तत् ।
गुर्वाज्ञां प्राप्य विकृति, गृह्णाति विधिपूर्वकम् ॥१॥ ભાવાર્થ - “વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનો તપ કહેવાય છે, તેમાં પણ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક વિકૃતિ (વિગઈ) ગ્રહણ કરવી.”
દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ તથા પફવાન વગેરે છ ભક્ષ્ય અને મધ, માંસ, મદિરા તથા માખણ એ ચાર અભક્ષ્ય મળી દશ વિકૃતિ (રસ) કહેલા છે. તે સર્વ રસોનો અથવા તેમાંથી કેટલાકનો જીવનપર્યત અથવા અમુક વર્ષ સુધી અથવા પર્વ તિથિ, છ માસ, ચાર માસ, વગેરે અવધિ રાખીને ત્યાગ કરવો. કેમકે તે સર્વે વિકારના કારણ છે. કોઈ વખત કારણને લઈને વિકૃતિ (રસ) લેવાની જરૂર પડે તો, મુનિએ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક ગ્રહણ કરવા. તે વિષે શ્રી નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે -
"विणयपुव्वं गुरुं वंदिऊण भणइ, इमेण कारणेण इमं विगई एवइ पमाणेणं इत्तियं कालं तुब्भेहिं अणुन्नाए भोत्तुमिच्छामि, एवं पुच्छिए अणु-नाए पच्छा भिक्खं पविट्ठो गहणं વતિ.”
એટલે વિનયપૂર્વક ગુરુને વાંદીને કહે કે “અમુક કારણને લીધે આટલા પ્રમાણવાળા અમુક વિકૃતિને આટલા કાળ સુધી આપની આજ્ઞાથી ખાવા ઈચ્છું છું. એમ પૂછી ગુરુની આજ્ઞા લઈને પછી ભિક્ષા માટે જાય, અને તે વિગઈ ગ્રહણ કરે.” રસત્યાગનો નિર્વાહ જીવનપર્યત થઈ