________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૭૩
બીજો સરળ માર્ગે. વિકટ માર્ગે ગયેલા પુત્રની દૂધની કાવડ તૂટી ગઈ અને ખાલી હાથે તે મામાના ઘરે પહોંચ્યો. બીજો પુત્ર મોડો પહોંચ્યો પણ દૂધની ભરેલી કાવડ લઈને પહોંચ્યો. મામાએ તેને પોતાની દીકરી પરણાવી.
ઉપનય : કૂળપુત્રને શ્રી જિનેશ્વર ભગવંત સમજવાં. દૂધ તે ચારિત્ર. કન્યા તે મુક્તિ અને ગોકુળ તે મનુષ્યભવ. સમ-વિષમ બે માર્ગ તે સ્થવિકલ્પી અને જિનકલ્પી બે માર્ગ જાણવાં. તે સરળ અને વિકટ છે. અગીતાર્થ છતાં જિનકલ્પી થવા ઈચ્છનાર સાધુ સહસ્રમલ્લ દિગંબરની જેમ ચારિત્રરૂપી દૂધને રાખી શકતા નથી અને તેથી પોતાનું મનોવાંછિત ફળ પામી શકતા નથી. તેવાઓને માટે મુક્તિ દુષ્પ્રાપ્ય છે. જે સ્થવિરકલ્પી છે તે ધીમે ધીમે સુમાર્ગે ગમન કરીને ચારિત્રરૂપી દૂધનું રક્ષણ કરીને કાળક્રમે મુક્તિને પામે છે.
©¢
૧૫૫
પ્રતિક્રમણના પર્યાયો (ચાલુ)
પ્રતિક્રમણનું ચોથું પર્યાયી નામ વારણા છે. જે નિવારવામાં આવે તે વારણા કહેવાય છે. આ અંગે એક રૂપક છે. તે આ પ્રમાણે :
એક રાજાએ જાણ્યું કે પોતાનો દુશ્મન પોતા પર ચડાઈ કરવા આવી રહ્યો છે. આથી તેણે જળાશયો, સરોવરો અને તળાવ વગેરેમાં બધે ઝેર નાંખી દીધું.
દુશ્મન રાજાને આ ખબર પડી એટલે તેણે ઘોષણા કરાવી એ રાજાના નગરનાં પાણી નહિ પીવાનું ફરમાવ્યું. છતાંય જેમણે એ ઘોષણાની અવગણના કરી ને પાણી પીધું તે કમોતે મરી ગયાં. ઉપનય : વિષ સમાન વિષયો જાણવાં. નિવારનાર રાજા તે ગુરુ. તેના સૈનિકો તે ભવ્ય જીવો. ગુરુ આજ્ઞાથી જેઓ વિષયસુખમાં લોભાયા નહિ તેઓ તરી ગયા અને જેમણે તે સુખ ચાખ્યું તે દુઃખી થયાં.
પ્રતિક્રમણનું પાંચમું પર્યાય નામ નિવૃત્તિ છે. તે પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. સમિતિ અને ગુપ્તિ વગેરેથી નિવૃત્તિ તે અપ્રશસ્ત અને પ્રમાદ વગેરેથી નિવૃત્તિ તે પ્રશસ્ત જાણવી. આ અંગે આ એક રૂપકકથા છે.
એક હતી રાજકન્યા અને બીજી હતી ચિત્રકન્યા. (ચિત્રકારની પુત્રી) આ બંને ગાઢ સખીઓ હતી. બંનેએ એક જ પતિ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
એક પુરુષને મધુર કંઠે ગાતો જોઈને આ બંને સખીઓ તેના પર મોહી પડી અને તેની પાછળ પાછળ બંને ચાલી નીકળી. રસ્તામાં રાજકન્યાએ આવા ભાવાર્થનો શ્લોક સાંભળ્યો. “હે