SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ ઉત્સર્ગથી બતાવેલા ઉપરોક્ત સમયે પ્રતિક્રમણ કરવાથી યોગ્ય સમયે ખેતી કરનાર ખેડૂતને જેમ નિશ્ચિત ફળ મળે છે, તેમ યોગ્ય સુફળ મળે છે. અપવાદથી યોગશાસ્ત્રની વૃત્તિમાં લખે છે કે દૈવસીક પ્રતિક્રમણ મધ્યાહ્ન પછી અર્ધ રાત્રિ સુધી થઈ શકે છે અને રાઈ પ્રતિક્રમણ અર્ધરાત્રિથી માંડી મધ્યાહ્ન સુધી થઈ શકે છે.” શ્રી ભદ્રબાહુસ્વામી આદિ પૂજ્ય આચાર્ય ભગવંતોએ પ્રતિક્રમણના આ પ્રમાણે આઠ પર્યાય કહ્યાં છે. તે આઠ પર્યાય નિશ્ચયપૂર્વક ધારીને તેવું પ્રતિક્રમણ પૌષધવ્રતમાં શ્રાવકે આત્માના ઉલ્લાસથી કરવું. આ અંગે ચૂલનીપિતા શ્રાવકની કથા શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાંથી જાણી લેવી. એમાં કહ્યું છે કે જે પ્રતિક્રમણયુક્ત પૌષધ કરે છે તે ગૃહસ્થને ધન્ય છે અને ચૂલનીપિતાની જેમ જે પાળે છે તેને વિશેષ ધન્ય છે.” પ્રતિક્રમણના આઠ પર્યાય છે તે આ પ્રમાણે - ૧. પ્રતિક્રમણ, ૨. પ્રતિચારણા, ૩. પરિહરણા, ૪. વારણા, ૫. નિવૃત્તિ, ૬. નિંદા, ૭. ગર્તા અને ૮. શોધિ. પ્રતિક્રમણ શબ્દમાં પ્રતિ એ ઉપસર્ગ પ્રતિ–ઉલટું એ અર્થમાં વપરાયો છે. ક્રમણ એ શબ્દમાં ક્રમ એ ધાતુ પાદવિક્ષેપ એટલે ડગલા ભરવા એ અર્થમાં વપરાયો છે. તેને અનટુ પ્રત્યય આવવાથી પ્રતિક્રમણ શબ્દ સિદ્ધ થાય છે. પ્રતિ એટલે પાછું, ક્રમણ એટલે ગમન કરવું. પાછા ગમન કરવું તેનું નામ પ્રતિક્રમણ. તેનો આશય આ પ્રમાણે છે. અશુભ યોગમાં ગયેલા મનવચન-કાયાને શુભ યોગમાં પાછા સ્થિર કરવા તેનું નામ પ્રતિક્રમણ. આ અંગે એક રૂપક દષ્ટાંત છે. તે આ પ્રમાણે - એક રાજાએ મહેલ બાંધવા માટે એક જમીન લીધી. જમીનને કાંટા-કાંકરા-ઝાડવા વગેરેથી સાફ કરાવી અને પછી એ જમીન ફરતી એક વાડ બંધાવી. એ વાડનું રક્ષણ કરવા રક્ષક મૂક્યા અને તેમને સ્થાયી હુકમ કર્યો કે જે કોઈ માણસ આ વાડ ઓળંગી પ્રવેશ કરે તેને તમારે મારી નાંખવો. પરંતુ પ્રવેશ કર્યા પછી તુરત જ પાછો ફરી જાય તેને તમારે છોડી મૂકવો. એક દિવસ બે ગામડિયા એ વાડમાં દાખલ થયાં. રક્ષકે તેમને પડકાર્યા. આથી એકે કહ્યું - “વાડમાં પેઠા તેમાં અમે શું ગુનો કરી નાંખ્યો કે તું અમને ધમકાવે છે ?' રક્ષકે તેને ઠાર કર્યો. આથી બીજો ગામડીયો તુરત જ બહાર નીકળી ગયો. આનો ઉપનય આ પ્રમાણે છે. રાજા એટલે શ્રી તીર્થંકર પરમાત્મા. જમીન એટલે સંસાર. બે ગામડિયા એટલે એક કસાધુ અને બીજો દુઃસાધુ પ્રમાદના દોષથી બંને સંસારમાં આવ્યાં. એકે તેમાં આવવાનો શો ગુનો કર્યો એમ કહી સંસારને માણ્યો. એટલે તેની દુર્ગતિ થઈ. જ્યારે બીજો સંસારમાંથી પાછો ફરી ગયો એટલે જીવતો છૂટ્યો. આમ સંસારમાંથી જેઓ પાછા ફરે છે તેઓ મુક્તિના સુખને પામે છે. પ્રતિચારણા એટલે વારંવાર તે તે ભાવમાં ગમન કરવું. ભાવ ભાવવા. આ પ્રતિચારણા
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy