________________
૪૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ ગુરુએ સ્પષ્ટ કહેવા કહ્યું પણ તે કહી શક્યા નહિ. ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત જાણી લીધું. તે પ્રમાણે તેમણે પચાસ વરસ સુધી છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી, પારણે નવી કરી. એમ દસ વરસ સુધી તપ કર્યું. બે વરસ સુધી માત્ર નિર્લેપ ચણાનો આહાર લીધો. બે વરસ સુધી મુંજેલા ચણાનો આહાર લીધો. સોળ વરસ મા ખમણ કર્યા અને વીસ વરસ આંબેલ તપ કર્યું. આમ લક્ષ્મણા સાધ્વીએ ઉગ્ર તપ કર્યું. પરંતુ હૈયે દંભ રાખી આ તપ કર્યું હતું. તેથી તેમનો આત્મા વિશુદ્ધ ન થયો અને આર્તધ્યાનમાં તે કાળધર્મ પામ્યાં. ત્યાર પછી દાસી પ્રમુખ અસંખ્ય ભવમાં ભમ્યા અને એમ અનેક ભવ કરતાં કરતાં તે આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં મુક્તિને પામશે.
દંપૂર્વક તપ કરવા વિષે કહ્યું છે કે “એક હજાર દિવ્ય વરસ સુધી ઘોર તપ કરે પણ જો તે દંભપૂર્વક કરવામાં (સશલ્ય) આવ્યું હોય તો તે તપ નિષ્ફળ જાય છે.”
વાર્ષિક પ્રતિક્રમણમાં એક હજાર અને આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ જાણવો. પ્રત્યેક ચતુર્વિશતિ સ્તવે ‘વંસુ નિમત્તયરા' સુધી ૨૫ શ્વાસોચ્છવાસ ગણવાં. એવા ૪૦ લોગસ્સ એક નવકારે અધિક ગણવાથી ૧૦૦૮ શ્વાસોચ્છવાસ થાય છે. અહીંયા પદ પ્રમાણે શ્વાસોચ્છવાસ સમજવો. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પાંચસો શ્વાસોચ્છવાસનો એટલે ૨૦ લોગસ્સનો અને પાક્ષિક પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોચ્છવાસનો એટલે ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ન જાણવો. કાયોત્સર્ગના શ્વાસોશ્વાસથી દેવતાનું આયુષ્ય બંધાય છે. તે આ પ્રમાણે :
लक्खदुग सहस्स पणचत्त, चउसया अट्ठ चेव पलियाई । किंचूणा चउभागा, सुराउ बंधो इगुसासे ॥ કાયોત્સર્ગનાં એક શ્વાસોચ્છવાસથી ભવ્ય જીવ બે લાખ પસ્તાળીસ હજાર ચારસો અને આઠ પલ્યોપમ ને એક પલ્યોપમના નવ ભાગ કરીએ તેવા ચાર ભાગ જેટલું દેવગતિનું આયુષ્ય બાંધે છે.
આખા નવકારનાં આઠ શ્વાસોચ્છવાસમાં ઓગણીસ લાખ ત્રેસઠ હજાર બસો ને સડસઠ પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય બંધાય છે. જ્યારે એક લોગસ્સના પચ્ચીસ શ્વાસોચ્છવાસમાં એકસઠ લાખ પાંત્રીસ હજાર બસો અને દશ પલ્યોપમનું આયુષ્ય બંધાય છે.
પર્યુષણ પર્વમાં ચૈત્યપરિપાટીથી આત્મસાધના કરવાનું પણ જણાવ્યું છે. આ ઉપરાંત ચૈત્ય પૂજા વગેરેથી શાસનની ઉન્નતિ કરવાનું પણ ફરમાવ્યું છે. શાસ્ત્રોમાં આ અંગે એક કથા જાણીતી છે.
વજસ્વામીની કથા તે સમયે ભીષણ દુષ્કાળ પડ્યો હતો. આથી વજસ્વામી સમસ્ત સંઘને પટ્ટ ઉપર બેસાડીને