SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ “પણ આવા ગાઢ અંધકારમાં મધરાતે તમે સર્પને કેવી રીતે જોઈ શક્યાં ?” આશ્ચર્યથી સાધ્વી ચંદનબાળાએ પૂછ્યું. ૩૮ નમ્રતાથી મૃગાવતીએ કહ્યું - ‘આપના પસાયે !’ અને પછી પોતાને થયેલ કેવળજ્ઞાનની વાત કરી. ચંદનબાળા સાધ્વીએ તુરત જ કેવળી મૃગાવતીની ક્ષમા માગી અને તેમને ખમાવતાં ખમાવતાં પોતાને પણ કેવળજ્ઞાન થયું. આમ અઠ્ઠાઈના આરાધકોએ પરસ્પર એકબીજાને ખમાવવાં અને મિથ્યાદુષ્કૃત-મિચ્છામિ દુક્કડં કરવું. ચંડપ્રદ્યોત રાજાને ઉદયન રાજાએ જે રીતે ખમાવ્યા હતાં તે રીતે પર્યુષણ પર્વમાં પરસ્પરને ખમાવવાં. બે જણમાં એક જણ ક્ષમા માંગે અને બીજો ન માંગે તો ક્ષમા માંગનાર આરાધક છે, ક્ષમા નહિ માંગનાર આરાધક નથી. આથી પોતે તો અન્યની ક્ષમા માંગીને શાંત અને નિર્મળ બની જવું જોઈએ. કોઈ ઠેકાણે બંને જણ આરાધક થાય છે અને કોઇ ઠેકાણે વૃથા મિચ્છા મિ દુક્કડં દેવાથી બંને પણ આરાધક થતા નથી. આ અંગે કુંભકાર અને ક્ષુલ્લક મુનિનું દૃષ્ટાંત જાણીતું છે. કોઈ એક શિષ્ય કાંકરાથી કુંભારના વાસણોને કાણાં પાડતો હતો. કુંભારે તેને ટોક્યો એટલે તેણે મિચ્છા મિ દુક્કડં કહ્યું. પણ તોય તે ફરીથી વાસણને કાંકરા મારી કાણાં પાડવા લાગ્યો. આથી કુંભારે કાંકરાથી તેના કાન મરડ્યાં એટલે પેલા શિષ્યે કહ્યું - ‘મને છોડી દો. મારા કાન દુઃખે છે.’ આથી કુંભારે મિચ્છા મિ દુક્કડં કહ્યું. આવી જાતના પરસ્પરના મિચ્છા મિ દુક્કડં વૃથા સમજવાં. ક્ષમાપના ઉપરાંત પર્યુષણ પર્વમાં અક્રમ તપ (ત્રણ દિવસના સળંગ ઉપવાસ) અવશ્ય કરવો. પાક્ષિક તપમાં એક ઉપવાસ, ચોમાસી તપમાં છઠ્ઠ અને વાર્ષિક પર્વમાં અક્રમ કરવાનું જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. અક્રમ તપ કરવાને અસમર્થ હોય તેવાઓ માટે તપની પૂર્તિ કરવા. છ આયંબિલ કરવા. છ આયંબિલ ન કરી શકે તેવાઓએ નવ નીવી કરવી અથવા બાર એકાસણા કરવા અથવા ૨૪ બેસણાં કરવા અથવા છ હજા૨ સ્વાધ્યાય કરવો અને તે પણ કરવાને જેઓ અસમર્થ હોય તેઓએ બાંધી સાઠ નવકારવાળી ગણવી. આ રીતે જેઓ તપ કે તપની પૂર્તિ નથી કરતા તેઓ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. આ પ્રસંગે નવકારશી પ્રમુખ તપનું ફળ જણાવતાં કહે છે કે “નારકીનો જીવ એકસો વરસ સુધી અકામ નિર્જરા વડે જેટલા કર્મ ખપાવે તેટલાં પાપકર્મ એક નવકારશીનાં પચ્ચક્ખાણ કરવાથી ખપે છે, પોરસીના પચ્ચક્ખાણથી એક હજાર વરસના પાપ ખપે છે. સાÁપોરસીના પચ્ચક્ખાણથી દશ હજાર વરસના પાપ દૂર થાય છે. પુરિમઢ (પુરિમાર્ક)નું પચ્ચક્ખાણ કરવાથી એક લાખ વર્ષના પાપ નાશ થાય છે, અચિત્ત જળયુક્ત એકાસણું કરવાથી દસ લાખ વર્ષનું પાપ ખપે છે. નીવીના તપથી એક કરોડ વર્ષનું પાપ દૂર થાય છે. એકલઠાણાથી દસ કરોડ વરસનું પાપ નાશ પામે છે. એકદત્તી તપથી (એકવાર ભોજન આપ્યું તેટલું જ ભોજન લેવાથી) સો કરોડ વરસનું પાપ નાશ થાય છે, આયંબિલના તપથી એક હજાર કરોડ વરસનું પાપ ટળે છે, ઉપવાસના
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy