SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ ચંડપ્રદ્યોતે બૂમાબૂમ કરી મૂકી “અરે ! મને કોઈ બચાવો. હું ચંડપ્રદ્યોત છું. આ મને બાંધીને લઈ જાય છે. કોઈ મને બચાવો.” પણ નગરજનો તો જાણતા હતા કે આ તો ગાંડો છે. તેને ભૂત વળગેલું છે. આથી કોઈએ તેને છોડાવ્યો નહિ. રાજગૃહી જઈ અભયકુમારે રાજા ચંડપ્રદ્યોતનું ઉચિત સન્માન કર્યું અને પ્રેમથી મુક્તિ આપી. રાજા ચંડપ્રદ્યોતે ઉજ્જયિની આવી લોહજંઘને શીખામણ આપી કે તારે સ્વેચ્છાએ બેમર્યાદપણે બધી દિશાઓમાં જવું નહિ. રોજ અમુક જ દિશામાં જવાનો તારે નિયમ કરવો, જેથી દુશ્મનો તને કોઈ રીતે અણધાર્યા હેરાન કરે નહિ.” લોહfધે એ શીખામણનો સહર્ષ સ્વીકાર કરી દિશાગમનનો સંક્ષેપ કર્યો. એમ કરવાથી તે અનેક આફતોમાંથી આપોઆપ જ ઉગરી ગયો. જૈનમંત્રી અને લોહજંધ દૂતની જેમ શ્રાવકોએ પણ જવા-આવવાના ક્ષેત્રની મર્યાદામાં રોજ ઘટાડો નક્કી કરવો જોઈએ. કહ્યું છે કે “આ દશમા દેશાવકાશિક વ્રતનું પાલન કરવાથી પૂર્વે કરેલા ઘણા પાપકર્મો ટૂંકા થાય છે અને કાળક્રમે મોક્ષ મળે છે.” ૧૪૦. છ અઠ્ઠાઈ પર્વો શિક્ષાવ્રત સામાયિક આદિનું સેવન કરનારા ભવ્ય જીવોએ છ અઠ્ઠાઈ પર્વનું પણ નિત્ય આરાધન કરવું જોઈએ. આ વ્યાખ્યાનમાં છ અઠ્ઠાઈ વિષે કહેવામાં આવે છે. अष्टाह्निकाः षडेवोक्ताः, स्याद्वादाभयदोत्तमैः । तत्स्वरूपं समाकर्ण्य, आसेव्याः परमार्हतैः ॥ ભાવાર્થ - સ્યાદ્વાદ મતને કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈઓ કહી છે તેનું સ્વરૂપ બરાબર સમજીને પરમ શ્રાવકોએ તે સેવવા યોગ્ય છે. વિસ્તરાર્થ - વરસના ૩૬૫ દિવસમાં છ અઠ્ઠાઈનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ શુભ નિમિત્તને લક્ષમાં રાખીને આ છ અઠ્ઠાઈની વ્યવસ્થા શાસ્ત્રજ્ઞોએ કરી છે. આ અઠ્ઠાઈઓ આ પ્રમાણે છે : એક અઢાઈ ચૈત્ર માસમાં, બીજી અષાઢ માસમાં, ત્રીજી પર્યુષણ સંબંધી, ચોથી આસો
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy